કિન્નરો તાબોટા (તાળી) કારણ વગર નથી પાડતા, તેની પાછળ છે ખાસ કારણ…

આપણી ભારતીય સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા બંનેમાં કિન્નરોનું પહેલેથી મહત્વા વધારે છે. તેમાં ખાસ કરીને કિન્નરોને તો માતાજીના ભક્ત કહ્યા છે ત્યારે તેમની હાજરી પણ પ્રસંગોમાં શુભ મનાય છે. રામાયણમાં એક ઉલ્લેખ મુજબ જ્યારે શ્રી રામને વનવાસ થયો હતો ત્યારે આખી અયોધ્યાની પ્રજા સાથે કિન્નરો પણ તેમની પાછળ તેમને વળાવવા ગયા હતા. અને ચૌદ વર્ષે પરત ફર્યા ત્યારે પણ કિન્નરો તેમની સાથે આવ્યા હતા. કિન્નર સમાજ વિશે સામાન્ય રીતે આપણને સૌને એક ખાસ પ્રકારની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમનો પહેરવેશ, તેમની વેશભૂષા; અવાજ અને ખાસ કરીને તેમની તાળીઓના અવાજ લોકોને વિસ્મય પમાડતા હોય છે.વાતાવરણમાં ગૂંજતી કિન્નરોની તાળીઓના ઘણા પ્રકારના છે. જી હા, તેઓ કાયમ એક જ પ્રકારની તાળીઓ પાડે છે એવું નથી. કેટલીક તાળીઓ જોશમાં આવીને વગાડે છે તો કેટલાક તાબોટા હોશમાં રહીને ખાસ પ્રકારના અવાજ સાથે વગાડાય છે! એટલે કે કિન્નરોની તાળીઓ ફક્ત સામાન્ય તાળીઓ નથી, પરંતુ તેમના જીવનનો મહત્વનો હિસ્સો છે. તેઓ એવો દાવો કરે છે કે જે રીતે તાળીઓ અલગ રીતે વગાડાય તે રીતે એમના સમુદાયના લોકો સમજી જાય છે કે શા કારણે અને કયા સંકેતમાં આ તાળીઓ વગાડાઈ છે! સામાન્ય પુરુષો આવી તાળીઓ નથી વગાડતા. આ જ કારણ છે કે કિન્નરોની આ તાળીઓના અવાજ ખૂબ જ ખાસ છે, જેના ઘણા અર્થ પણ નીકળે છે.
એકબીજાની ઓળખ : આ ખાસ પ્રકારે પડાતી તાળીઓ દ્વારા, કિનાર સમુદાયના લોકો ઓળખી જાય છે કે તેમના સમુદાયનો કોણ છે અને કોણ નથી. સામાન્ય રીતે આપણે સાડી અથવા સલવાર સુટ્સમાં કિન્નરોને જોયા છે. પરંતુ પેઇન્ટ-શર્ટમાં હોય તેવા લોકો, તેઓ તેમની ઓળખ છુપાવે છે અને એ ખાસ પ્રકારનો તાબોટો પાડીને પોતાના કિન્નર હોવાના પુરાવા આપે છે. જાણે કે ‘તાલી’ એ તેમના સમૂદાયના હોવાની આગવી ઓળખ છે.
દરેક પ્રસંગે ખાસ પ્રકારની તાળી…

એવું નથી કે કિન્નરો માત્ર આનંદમાં હોય ત્યારે જ તાળીઓ પાડે છે. તેઓ આનંદ અને દુ:ખ જેવી લાગણીઓ વ્યક્ત કરવા અથવા લડાઈ અને ઝઘડા દરમિયાન પણ મોટા અવાજો સાથે તાબોટા કરે છે. કિન્નરોના કહેવા અનુસાર, તેઓ દરેક પ્રસંગે ‘તાળી’ઓનો ઉપયોગ કરે છે.‘તાબોટા’ કોઈને માટે ખરાબ નથી : તમે જો કોઈકને પણ આ રીતે તાબોટા પાડતા જોયા હોય કે પછી મોટેથી તાળીઓ પાડીને ગોળ ફરતા – રમતા હોય, તો તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ સાથે કંઇક ખરાબ થશે. ખરેખર, તો સારા – નરસા દરેક પ્રસંગોમાં એ લોકો માટે તેમજ તેમની હાજરીના પુરાવાની એક રીત છે આ તાળીઓ. જે સામાન્ય વ્યક્તિઓ માટે એક આશીર્વાદરૂપ જ હોય છે. ઘરમાં થતા લગ્ન પ્રસંગે કે બાળકના જન્મને સમયે જો કિન્નરો હાજરી આપવા આવે ત્યારે તેમના આશીર્વાદ લેવા ખૂબ જ શુભ મનાય છે. તેમને દાનમાં પૈસા આપીને રાજી કરવા જોઈએ પરંતુ ક્યારેય વાસણો કે જૂના વસ્ત્રો આપીને નારાજ ન કરવા.