પવન-કિંજલની ત્રીજી એંગેજમેન્ટ એનિવર્સરીની તસવીરો વાયરલ રીંગ પહેરાવી કેક કાપીને કર્યું સેલિબ્રેશન

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ સહિત અનેક જગ્યાઓએ પોતાના ગરબા, લગ્નગીત, ડાયરા, લોકગીતની ધૂમ મચાવી ચૂકેલી કિંજલે અનેક લોકોને પોતાના ફેન બનાવ્યા છે. કિંજલ પોતાના 1 કાર્યક્રમ માટે લાખોમાં ફી લે છે. હાલ આ ગુજરાતી સિંગર કિંજલ દવેની ઘણી તસવીરો વાયરલ થઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં કિંજલ તેના બન્ને પરિવારો સાથે દેખાઈ રહી છે. 19 એપ્રિલ, 2018ના રોજ કિંજલ દવે અને પવને સગાઈ હતી. હવે કિંજલ અને પવનની સગાઈને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે જેનાં માટે સેલિબ્રેશન થઈ રહ્યું છે જેમાં કિંજલ ઘણી ખુશ દેખાઈ રહી છે.

મળતી માહિતી મુજબ આ સોમવારે જ એટલે કે 19 એપ્રિલે કિંજલ દવે અને પવનની એંગેજમેન્ટ એનિવર્સરી હતી. બન્ને એંગે એંગેજમેન્ટ એનિવર્સરીનું ખુબ સરસ રીતે સેલિબ્રેશન કર્યું હતું. આ સાથે વાત કરવામાં આવે કે આ પ્રસંગે કોણ કોણ પોહચ્યું હતું તો ફોટોમાં જોતાં ખબર પડે છે કે એંગેજમેન્ટ એનિવર્સરી સેલિબ્રેશનમાં પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. વાત કરીએ આ વાયરલ થઈ રહેલી ફોટોસ વિશે તો આ પ્રસંગે પવને કિંજલને ફરી રિંગ પહેરાવી હતી. આ પછી બન્ને એ કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું.

જાણવાં મળ્યું છે કે આ સમયે સ્ટેજ પર કિંજલ અને પવને એકબીજાનો હાથ પકડીને ડાન્સ પણ કર્યો હતો. આ અગાઉ જ્યારે ચાર ચાર બંગડી… ગીત બહાર આવ્યું હતું ત્યારથી બધાં કિંજલનાં દીવાના થઈ ગયાં હતાં. સોશિયલ મીડિયા પર હવે આ સમયે કિંજલ તેના કોઈ ગીત નહીં પણ બીજાં એક વિષયનાં કારણે ચર્ચામાં આવી છે અને તે છે કિંજલની કાર. કિંજલે તેની આ નવી કારની ફોટો ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને પોસ્ટ કરતાંની સાથે જ તે વાયરલ થઇ ગઇ હતી. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે કિંજલે કિયા કંપનીની નવી બ્લેક કલરની કાર ખરીદી છે.

આ સિવાય બીજો એક ફોટો પણ ખુબ વાયરલ થયો હતો અને જેમાં કિંજલની સાથે તેના પિતા લલિતભાઈ પણ નજરે પડ્યાં હતાં. આ વાયરલ ફોટોમાં પિતાના હાથે તે કારની ચાવી લેતા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ હવે ગુજરાતની આ કોયલ બે કારની માલિક બની ગઇ છે. આ પહેલા જાણવાં મળ્યું હતું કે કિંજલે ઇનોવા કાર ખરીદી હતી. હવે તેની પાસે કિયા કંપનીની સેલ્ટોસ લક્ઝરી કાર પણ છે. આ કાર તેના પિતાએ ભેટમાં આપી છે.

કારની વાત સાથે કિંજલ આ આગાઉ ભારે ફસાઈ પણ હતી જ્યારે ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમાં પકડાઇ હતી. જે કારનો ઉપયોગ કિંજલે પોતાનાં આલ્બમમાં કર્યો હતો તે કાર આ આગાઉ વર્ષ 2017માં એક હત્યાં કેસ સાથે સંકળાયેલી હતી. આ પછી કાર ચોરાઈ હતી જેવાં નવા ખુલાસા થતાં કિંજલ ભારે મુશ્કેલીમાં પણ તે સમયે મુકાઈ ગઈ હતી. બાદમાં અમદાવાદની વટવા પોલીસે તે કારને પણ જપ્ત કરી લીધી છે તેવું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં અને દેશભરમાં આજે નામના મેળવી રહેલી કિંજલ વિશે વિગતે વાત કરીએ તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયો હતો. કિંજલ એક બ્રાહ્મણ પરિવારની દીકરી છે. કિંજલનાં પિતા હીરાઘસુ એટલે કે રત્નકલાકાર હતા. તેઓ પણ હીરાનું કામ કરવા સાથે સાથે ગીતો લખવાના પણ ખુબ શોખીન હતા. સમય જતાં હિરાનાં ધંધોમાં મંદી રહી અને પરિવારની આવક બંધ થઈ ગઈ. આ પછી કિંજલનાં પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું કામ શરૂ કર્યું.

પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. આ પછી તેમની મુલાકાત મનુ રબારી સાથે થઇ અને બંનેએ સાથે મળીને અનેક ગીતો લખ્યા જે આજે ઘણાં ફેમસ થઈ ચૂક્યાં છે. મળતી માહિતી મુજબ કિંજલ બાળપણ થી જ ગાવાની શોખીન હતી. કિંજલ સાત વર્ષની નાની વયથી જ સ્ટેજ પર્ફોર્મ કરતી હતી અને તેનો અવાજ પણ સૂરીલો હતો જેથી લોકો તેને પસંદ પણ કરતાં હતાં. કિંજલને આ રીતે ગાતાં સાંભળીને મનુ રબારીએ તેના માટે ગીતો લખવાના શરૂ કર્યા અને જોત જોતામાં બંનેની જોડીએ ઘણાં હીટ ગીતો ગુજરાતની જનતાને આપ્યા અને લોકોએ પણ ખુબ પસંદ કર્યા.

એક પછી એક સુપરહિટ ગીતો આપ્યાં બાદ ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે પછી સામાજિક પ્રસંગ હોય લોકો કિંજલનાં અવાજનાં દીવાના બની ગયા. કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી અને કિંજલના કાર્યક્રમોમાં ખુબ વધારે પબ્લિક ઉમટવા લાગી. હવે કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છેગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લઈ રહી છે.