ચાલું કારમાંથી ઉતરીને ડાન્સ કરી રહ્યા છે લોકો, સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે આ ખતરનાક ટ્રેન્ડ

ઈન્ટરનેટ પર એક જોરદાર ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પોતાની ચાલતી કારમાંથી ઉતરીને રોડ પર ડાન્સ કરવા લાગે છે. એટલે કે રોડ પર ડાન્સ કરતા કરતા લોકો આગળ જતા હોય છે, બાજુમાંથી કાર આગળ ચાલી રહી હોય છે. કિકી ચેલેંજ નામથી આ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે.

Kiki wus good ?

A post shared by ريم الصانع Reem Alsanea (@reemalsanea) on

સેંકડો લોકોએ અત્યાર સુધી કિકી ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આવું કરવાનું ખતરનાક સાબિત થઈ શકે છે, એટલા માટે દુબઈ પોલીસએ કિકી ડાન્સ પર ચેતવણી આપી છે. આ ડાન્સ ચેલેંજ ખાસ કરીને અમેરિકા, યૂરોપ, ઈજિપ્ત, જોર્ડન અને યૂએઈમાં વાયરલ થઈ રહ્યો છે.

તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે રૈપર ડ્રેકએ ‘In My Feelings’નામનું ગીત શેર કર્યું. આ ગીતની પહેલી લાઈન છે, “કિકી, શું તું મને પ્રેમ કરે છે, ક્યાંક રસ્તામાં છો”? તેના પછી જે વાયરલ ટ્રેન્ડ શરૂ થયો તેને ગીતને પણ પાછળ છોડી દીધું અને લોકો કિકી ડાન્સ કરવા લાગ્યા.

#Mood : KEKE Do You Love Me ? 😂😂😂 @champagnepapi #DoTheShiggy #InMyFeelings

A post shared by Shoker🃏 (@theshiggyshow) on

સૌથી પહેલા શિગ્ગી નામની કોમેડિયને પોતાના 16 લાખ ફોલોઅર્સની સાથે કિકિ ચેલેંજ ડાન્સ વીડિયો #KikiChallenge હૈશટેગની સાથે પોસ્ટ કરે છે. જો કે, તે ખુદ પોતાની કારમાંથી ઉતરીને આવું નથી કર્યું પણ ફેન્સ કરતા બે કદમ આગળ વધીને આ ચેલેંજ કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે, કેટલાંક વીડિયોમાં એવું દેખાય છે કે ગાડીમાંથી ઉતરતી વખતે છોકરીઓ રોડ પર પડી જાય છે.

પરંતુ કેટલાંક વીડિયોમાં છોકરીઓ સારી રીતે ચાલતી કારની સાથે ગીત ગાતી ડાન્સ કરતા પણ જોવા મળી છે.

તો બીજી બાજું અબુ ધાબી પોલીસે સોમવારે ત્રણ સોશિયલ મીડિયા યૂઝર્સને કિકી ડાન્સ કરવા માટે ધરપક્ડ કરી હતી.

આ ચેલેંજને હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથએ પણ સ્વીકાર કર્યો અને તેના પર ડાન્સ કર્યો. તેમને જ્યાં ચઢીને આ ગીત પર ડાન્સ કર્યો છે તે જોઈને તમે દંગ રહી જશો.

કોણ છે #Kiki?
જો કે હજું સુધી એ ખબર નથી પડી કે કિકી હકીકતમાં કોણે કહેવામાં આવ્યું છે. ડ્રેકે ખુદ તેને કન્ફર્મ નથી કર્યું. પરંતુ એવું લાગે છે ઈન માય ફીલિંગ ગીતમાં સિંગર કેશિયા કેકે ઝાપટનો ઉલ્લેખ કિકી તરીકે કરવામાં આવ્યો છે.

ભારતમાં પણ શરૂ થયું આ ચેલેંજ

ઈન્ટરનેટની સૌથી સારી અને સૌથી ખરાબ વાત એ જ છે કે તેનાથી કોઈ પણ વસ્તુ એક જ સેંકડમાં સમગ્ર દુનિયામાં વાયરલ થઈ જાય છે.

ભારતની નિયા શર્માએ આ ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે. જો કે, તેમને આ ડાન્સ ગાડી ઉભી રાખીને કર્યો છે પોતાનો જીવ જોખમમાં મુકીને ચાલતી કારમાંથી ઉતરીને નથી કર્યો.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી