ધબકારા થંભાવી દે એવા સીન, એક બાળક પતંગ સાથે લટકીને 30 ફૂટ ઉપર પહોંચી ગયો, પછી પડ્યો નીચે

હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારા ધબકારા પણ વધી શકે છે. કારણ કે આ વીડિયો જ એટલો ખતરનાક છે. ઇન્ડોનેશિયામાં પતંગ ઉડાડતાં દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. આ કેસ લેમ્પંગના પ્રિવેંસી રિજન્સીની એક શાળા સાથે જોડાયેલો છે જ્યાં 1 ડિસેમ્બરના રોજ પતંગ સાથે 12 વર્ષનો છોકરો હવામાં લગભગ 30 ફૂટ ઉંચે ઉડી ગયો હતો. જ્યારે દોરો તૂટ્યો ત્યારે તે જમીન પર પડ્યો હતો. અને તે ગંભીર રીતે ઘવાયો હતો, અને તરત જ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

image soucre

વીડિયોમાં બાળકને ડ્રેગન કાઈટ સાથે લટકતો જોઇ શકાય છે. અચાનક પંતકનો દોરો તૂટી ગયો અને તે સીધો જ જમીન પર પડ્યો. ચીસો પાડી એટલે અવાજ થતો અને એ સાથે જ ભીડ પણ સ્પષ્ટ જોઈ શકાય છે અને અવાજની કિકિયારી પણ સાંભળી શકાય છે.

ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ બાળક પતંગ સાથે કરબત કરતું જોવા મળ્યું હતું, જ્યારે તે બન્યું હતું અને તે 30 ફૂટથી નીચે જમીન પર પડ્યો હતો. આ અકસ્માતમાં છોકરાના હાથમાં છ ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે. છોકરાના 28 વર્ષના ભાઈએ મીડિયાને જણાવ્યું કે મારા ભાઈ કરતાં કદમાં ત્રણ ગણા મોટા ડ્રેગન કાઈટ સાથે તે પતંગ ઉડાવી રહ્યૉ હતો અને આ ઘટના બની હતી.

આ પેહલાં એક વીડિયો સામે આવ્યો હતો એમાં પણ એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. એવું કહેવાય છે જેની ભગવાન રક્ષા કરે છે, તેને કોઇ નુકસાન પહોંચાડી શકતું નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે મધ્ય પ્રદેશના ટીકમગઢનો છે. ટીકમગઢ જિલ્લામાં લોકો તે સમયે આશ્ચર્ય પામ્યા હતા. જ્યારે એક ત્રણ વર્ષનું માસૂમ બાળક બે માળના મકાનની છત પરથી નીચે પડ્યો અને તે જ સમયે ત્યાં રિક્ષા આવી ગઇ હતી. જો કે, આટલી ઉંચાઇએથી નીચે પડવા છતાં આ બાળકનો ચમતકારી બચાવ થયો હતો. દુર્ઘટના બાદ પહેતા તો બાળકના પરિવારજનો ગભરાઇ ગયા હતા. પરંતુ જ્યારે બાળકને સ્વસ્થ જોય ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો હતો. જો કે, આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક છત પરથી નીચે પડતો જોવા મળી રહ્યો છે.

image source

સંપૂર્ણ ઘટના ટીકમગઢ શહેરના સૌથી વ્યસ્ત માર્કેની છે, જ્યાં વ્યવસાયી આશીષ જૈનનો ત્રણ વર્ષનો પુત્ર તેના દાદા સાથે ઘરની છત પર રમી રહ્યો હતો. આ વચ્ચે અચાનક તે રમતા રમતા ઘરની છત પરથી નીચે પડી ગયો હતો. જો કે, તે જ સમયે નીચે રસ્તા પરથી એક રીક્ષા પસાર થઇ રહી હતી. જેના કારણે આ બાળક સીધો રીક્ષામાં પડ્યો અને આ એક ચમતકાર જ હતો કે આટલી ઉંચાઇથી નીચે પડવા છતાં બાળકને સામાન્ય ઈજા પણ પહોંચી ન હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ