શું તમે પણ તમારા બાળકોને નથી જોવા દેતા કાર્ટૂન? તો પહેલા વાંચી લો આ…

બાળકોને હવે કાર્ટૂન જોતાં રોકટોક ન કરો, જોવા દો પોતાના બાળકોને કાર્ટૂન. કેમ કે આ રહ્યાં તેના ફાયદા જ ફાયદા:- બાળકોના કાર્ટૂન જોવાની ટેવથી માતા-પિતા ઘણીવાર પરેશાન થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, જો બાળકોને કાર્ટૂન જોવાની રજા કે મંજૂરી આપવામાં આવે તો, તેઓને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.

image source

માતાપિતા વારંવાર તેમના બાળકોને કાર્ટૂન જોવાથી રોકે છે. ઘણા માતાપિતા પોતાના બાળકોને મોબાઇલ તેમજ ટીવીથી પણ દૂર રાખે છે જેથી તેઓ કાર્ટૂન અથવા અન્ય વિડિઓઝ સાથે સંપર્કમાં ન આવે. પરંતુ શું તમે જાણો છો કે જો બાળકોને કાર્ટૂન જોવાની મંજૂરી આપવામાં આવે તો, બાળકો પર ઘણી સકારાત્મક અસરો પડી શકે છે?

* શબ્દ જ્ઞાનમાં વધારો:-

image source

તમે ખાસ કરીને જોયું હશે કે, બાળકો કાર્ટૂન જોતા વખતે તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જતાં હોય છે કે ખોવાઈ જતાં હોય છે અને પછીથી તેઓ તમારી સામે ઘણી વખત કાર્ટૂનના પાત્રના સંવાદો પણ પુનરાવર્તિત કરે છે. ખરેખર, કાર્ટૂન બાળકોને નવા શબ્દો શીખવાની સારી ને ઉત્તમ તક આપે છે અને તેમના શબ્દભંડોળને વિશાળ અને સમૃદ્ધ બનવાની તક આપે છે. આ તેમને લોકો સાથે વધુ સારી રીતે વાત કરવામાં અને અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ બને છે.

સર્જનાત્મકતામાં વધારો:-

image source

કાર્ટૂનને બનાવવામાં જ આવે છે રચનાત્મકતાના આધાર પર, તેથી તેમાં જે બને છે તે ઘણીવાર વાસ્તવિકતાથી ઘણું દૂર હોય છે. પરંતુ ચિંતા કરવાને બદલે, બાળકોને તે જોઈ આનંદ માણવા દો. કારણ કે તે તેમની રચનાત્મકતામાં પણ વધારો કરે છે જે તેમના મગજને નવા વિચારો વિશે વિચારવાની તાલીમ પણ આપતા હોય છે.

કાર્ટૂન સારી ટેવો શીખવે છે:-

image source

ઘણા કાર્ટૂન પ્રોગ્રામ્સ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે, જે બાળકોને નૈતિક શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જો બાળકોને આવા કાર્ટૂન જોવાની મંજૂરી આપવામાં આવે છે, તો પછી તેઓ શેરિંગ, મદદ કરવી, આભાર માનવો અને માફી માંગવી વગેરે જેવી મેનર્સ હસતા-રમતા શીખી જાય છે.

બાળકોનું એકબીજા સાથે હળવા-મળવાનું સરળ બનાવે છે:-

image source

દરેક બાળકો કાર્ટૂન જોતા જ હોય છે, એવા માં તમે તમારા બાળકોને તે જોવાની મંજૂરી ન આપો, તો પછી તેમને અન્ય બાળકો સાથે હળવા-મળવામાં તકલીફ થઈ શકે છે. આ પરિસ્થિતિ બિલકુલ એવી છે જ્યારે તમે પાર્ટીમાં જાઓ છો ત્યારે તમને કોઈ એવી વ્યક્તિ મળતી નથી જેના વિચારો અથવા રુચિ તમને મળતા આવે છે અને આ પરિસ્થિતિ તમને ત્યાં જ મહેસુસ કરાવે છે. આ સ્થિતિ બાળકોમાં પણ થઈ શકે છે.

બાળકોનો તનાવ ઓછો કરે-

image source

બાળકોમાં ગૃહકાર્ય, શાળા વગેરેની કામગીરીથી તણાવમાં વધારો થવાની સંભાવના છે. જો એવામાં તેમને કાર્ટૂન જોવાની મંજૂરી આપવામાં આવે તો આ તણાવ ઘટાડી શકાય છે. કાર્ટૂન જોતી વખતે બાળકો ખુશ થાય છે અને હસે છે, આ દરમ્યાન મગજમાં એંડ્રોફિન્સને મુક્ત થાય છે, જે તણાવને દૂર કરે છે, હરાવે છે.

(નોંધ: બાળકોને કાર્ટૂન જોવાની મંજૂરી આપો પરંતુ આ માટે એક યોગ્ય સમય મર્યાદા બાંધવી ઘણી આવશ્યક છે. વય અનુસાર બાળકોના કાર્ટૂન ફિલ્ટર કરવાનું ધ્યાન રાખો. આ ઉપરાંત, બાળકો શું જુએ છે તેના પર પણ ખાસ નજર રાખો.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ