આ જૂની રમતોનું સ્થાન લઇ લીધુ મોબાઇલે, વાંચીને તમે પણ કહેશો સાચી વાત!

જો તમારો જન્મ વર્ષ 1980 થી 1990 ના દશકામાં થયો છે તો તમને બાળપણના એ તમામ યાદગાર મોજ, આનંદ અને સુખ મળ્યા હશે જે આજકાલની પેઢી માટે એક દંતકથા સમાન જ છે.

હવે એ સમય વીતી ગયો અને કુદરતના ખોળે બાળપણ વિતાવી ચુકેલી એ પેઢી કદાચ છેલ્લી પેઢી જ હતી. થપ્પો દા, કબડ્ડી, કાચની ગોળ લખોટીઓ, એન્ટેના ફેરવી ફેરવીને ટીવીનું દ્રશ્ય સુધારવું, પીળા બટન વાળી પેન, રવિવારે દૂરદર્શન પર શક્તિમાન સિરિયલ, 50 પૈસા અને એક રૂપિયો વાપરવો, સાપ સીડી આ બધો આનંદનો ખજાનો હતો.

image source

આજે આવી જ અલગ અલગ 5 એવી રમતોને યાદ કરીએ જેના નામ સાંભળતા જ તમારા ચહેરા પર રોનક ખીલી ઉઠશે.

લખોટી

image source

બાળપણમાં બાળકો લખોટીઓ વડે ખૂબ રમતા. આ રમત કેરમ બોર્ડની રમત સાથે ઘણી મળતી આવે છે. એક નાનકડું સર્કલ કરી તેમાં સૌ બાળકો પોતાની લખોટીઓ અમુક સંખ્યામાં મૂકે, ત્યારબાદ એક નિશ્ચિત અંતરેથી વારાફરતી લખોટી દ્વારા સર્કલમાં રહેલી લખોટીઓને નિશાન તાકવાનું, જો નિશાન લાગે અને જેટલી લખોટીઓ સર્કલ બહાર નીકળે તે એની.

ચત્તા

image source

આજે અગ્નિ સળગાવવા નાનકડા ગેસ લાઈટરનો ઉપયોગ થાય છે પણ અગાઉ માચીસનો જમાનો હતો જેને બાકસ પણ કહેવાતી. બાળકો આ માચીસના ખાલી બોક્સની બન્ને સાઈડ કાપી પ્લેઇંગ કાર્ડની જેમ નાનકડા કાર્ડ એકઠા કરતા અને તેના વડે એક ગેમ રમતા જેને ચત્તા કહેવાતી.

બે બાળકો વારાફરતી પોતપોતાના માચીસ બોક્સના ચત્તા વચ્ચે રાખતા જાય, જે બાળકનું ચત્તુ આગલા ચત્તા સાથે મેચ થઈ જાય એટલે એ બધા ચત્તા એના.

સાપ સીડી

image source

આ રમત સમાજમાંથી હજુ સાવ ભૂંસાઈ નથી હા તેની લોકપ્રિયતા ઓછી થઈ છે. આ રમત એવી રીતે રમાતી કે દરેક ખેલાડીએ બોર્ડ પર લખેલ 1 થી 100 નંબર પૈકી 1 નંબર પર પોતાની ડાયસ રાખવાની. અને પાસા વડે વારાફરતી દાવ લેવાનો, જેટલા નંબર પડે એટલા અંક બોર્ડ પરની ડાયસના વધે. આ દરમિયાન સાપ કરડે તો ડાયસ તેના પૂંછના નંબર સુધી નીચે ઉતરે અને સીડી મળે તો ઉપર ચઢે. આમ જે ખેલાડી સૌ પહેલા 100 નંબર પર આવે તેને વિજેતા માનવામાં આવે.

હવે તો સાપ સીડી ગેમની અનેક એપ્લિકેશનો પણ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

સાત તાળી

image source

આ રમતમાં બહુ મજા પડતી. કોઈપણ સાધન કે તૈયારી વિના મેદાનમાં રમી શકાતી આ રમત રમનાર ખેલાડી પૈકી જેના પર દાવ હોય તેને અન્ય ખેલાડી એકથી સાત તાળી આપે અને પછી દરેક ખેલાડી છુટાછવાયા દોડવા લાગે અને દાવ આપનાર તે પૈકી કોઈ એકને પકડવાની કોશિશ કરે, જે એક ખેલાડી પકડાઈ જાય તેની પર દાવ આવે.

સંગીત ખુરશી

image source

આ ગેમ આજે પણ એટલી જ પ્રચલિત છે. ખાસ કરીને મહિલાઓની કીટી પાર્ટીમાં આ રમત હજુ રમાય છે. આ લખનારને અહીં પોતાના બાળપણના દિવસો યાદ કરતા લખે છે કે અમારી શાળામાં શનિવારના દિવસે શિક્ષકો દ્વારા આ રમત રમાડવામાં આવતી.

image source

આ રમત રમનાર ખેલાડીઓની સંખ્યા કરતા એક ખુરશી ઓછી રાખવામાં આવતી અને તેને ઓડ-ઇવન ગોઠવાતી, ત્યારબાદ એક વિદ્યાર્થી હાથમાં થાળી ચમચી વડે અવાજ કરે અને રમનાર ખેલાડીઓ ખુરશીની ચારે બાજુ ચાલ્યા કરે જેવો અવાજ બંધ થાય કે ફટ ખુરશી પર બેસી જવાનું. ને જે એક ખેલાડી વધે તે ગેમ બહાર. આમ છેલ્લે બે ખેલાડી અને એક ખુરશી વધે. જેમાં બેસી જનાર વિજેતા ગણાય.

image source

બાળપણના દિવસોને યાદ કરી તમને પણ તમારું બાળપણ યાદ આવી ગયું હશે. આવજો ત્યારે, આવી જ વધુ પણ કેટલીક રમતો વિશે ચર્ચા પછી ક્યારેક..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ