હજુ તો કોરોના વાયરસનો ત્રાસ ઓછો નથી થયો ત્યાં બાળકોમાં આ નવી બિમારીએ માથું ઉંચક્યું છે

હજુ તો કોરોના વાયરસનો ત્રાસ ઓછો નથી થયો ત્યાં બાળકોમાં આ નવી બિમારીએ માથું ઉંચક્યું છે, કોરોના સાથે જોડાયેલી આ નવી બિમારીએ માથું ઉંચક્યું. બાળકોમાં ખાસ જોવા મળી રહી છે આ બીમારી, 100 બાળકો બન્યા તેનો શિકાર અને ત્રણ બાળકો મૃત્યુ પામ્યા – જાણો શું છે વિગતો

image source

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત જો કોઈ દેશ હોય તો તે છે યુ.એસ.એ અને તેમાં પણ ન્યૂયોર્ક શહેર સૌથી વધારે પ્રભાવિત છે. પણ આ વચ્ચે એક નવીજ બિમારીએ ન્યૂ યોર્કમાં પગ પેસારો કર્યો છે. આ બિમારી બાળકોમાં ફેલાઈ રહી છે અને ખાલી ન્યૂયોર્કમાં જ 73 કરતાં પણ વધારે બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યારે ત્રણ બાળકોના તો આ બીમારીથી મૃત્યુ પણ થયા છે.

સમગ્ર અમેરિકામાં આ રહસ્યમયી બીમારીના 100થી વધારે કેસ જોવા મળ્યા છે. અને એવું નથી કે આ બીમારી માત્ર અમેરિકામાં જ છે પણ બ્રિટેન, ફ્રાન્સ, ઇટાલી તેમજ સ્વિત્ઝરહલેન્ડમાં પણ આ બિમારીના ઝપાટામાં બીજા 50 બાળકો આવ્યા છે. મળેલી માહિતી પ્રમાણે આ બિમારીનો ભોગ બનનાર બાળકોની ઉંમર 2 વર્ષથી 15 વર્ષ છે.

image source

ન્યૂયોર્કના જીનોમ સેન્ટર અને રોકફેલર યુનિવર્સિટીએ સાથે મળીને આ બીમારીઓના કારણ વિષે તપાસ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શરૂઆતમાં આ બિમારીને કોરોના સાથે સંબંધિત માનમવામાં આવતી હતી પણ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યોમોએ જણાવ્યું કે આ રહસ્યમયી બીમારી ધરાવતા મોટા ભાગના બાળકોમાં શ્વાસ લેવાની તકલીફનું લક્ષણ જોવા મળ્યું નથી. એવું પણ કહેવાય છે કે મૃત્યુનો આંકડો ભલે ત્રણ બતાવવામાં આવી રહ્યો હોય પણ સ્થાનિક મિડિયા આ બીમારીના કારણે 10 બાળકોના મૃત્યુ થયા હોવાનું જણાવી રહી છે.

image source

ન્યૂ યોર્ક હેલ્થ ડીપાર્ટમેન્ટે એક નિવેદન જાહેર કર્યું છે કે કેટલા મૃત્યુ થયા છે તે વિષેની તપાસ હાલ ચાલુ છે. અને મૃત્યુ પામનાર બાળકોમાં કેટલા બાળકોનું તે બીમારીથી મૃત્યુ થયું હતું તેની પણ તપાસ કરવામા આવી રહી છે.

આ છે બીમારીના લક્ષણો

ન્યૂ યોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે આ બીમારીના શરૂઆતના લક્ષણોમાં ત્વચા તેમજ ધમનીઓ એટલે કે લોહીની નસો સોજી જાય છે. બાળકોની આંખમાં બળતરા થાય છે, અને શરીરમાં લાલ-લાલ ચકામા પડી જાય છે. ત્યાર બાદ ત્વચાનો રંગ પણ બદલાવા લાગે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી તાવ આવે છે, પેટ તેમજ છાતીમાં ગંભીર પીડા અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા પણ સામે આવી છે.

image source

ડોક્ટર્સનું એવું માનવું છે કે બીમારી તેમજ તેના કારણો વિષે કોઈ જાણકારી નહી હોવાથી તેની સારવાર ઘણી મુશ્કેલ છે. હાલ દર્દીઓને સ્ટેરોઇડ, ઇન્ટ્રોવેનસ ઇમ્યુનોગ્લોબુલિન અને એસ્પિરિનની દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિમાં એન્ટીબાયોટિક્સ પણ આપવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે કેટલાક દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવા પડે છે અને વધારે પડતાં ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં આ બિમારીના કેસ સામે આવી રહ્યા છે.

image source

માત્ર અમેરિકામાં જ નહીં પણ યુરોપના ઘણા બધા દેશો જેમ કે બ્રિટેન, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને ઇટાલીમાં પણ આ રહસ્યમયી બીમારીના લગભઘ 50 જેટલા કેસ સામે આવ્યા છે. WHOની વૈજ્ઞાનિક મારિયા વેન કેરખોવે જણાવ્યું છે કે યુરોપિયન દેશોમાં આ બીમારીના લક્ષણ બાળપણમાં થતી બીમારી કાવાસાકીના લક્ષણો જેવા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો પર આ રહસ્યમયી બીમારીની એટલા માટે વધારે અસર જોવા મળી છે કારણ કે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસી નથી હોતી. હાલ તો આ બીમારીને લઈને વિવિધ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલાક જેનેટિક ટેસ્ટ પણ થઈ રહ્યા

Source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ