તમારા બાળકમાં દેખાય છે આ ટાઇપના લક્ષણો, તો રિપોર્ટમાં આવી શકે છે ડાયાબિટીસ…

શું તમારા બાળકોને ડાયાબીટીસ તો નથી ? જાણો તેના જોખમો, લક્ષણો અને ઉપાયો

બાળકોને ડાયાબીટીસના જોખમથી આ રીતે બચાવો !, આ ટીપ્સ અપનાવી બાળકોને ડાયાબીટીસના જોખમથી જોજનો દૂર રાખો !

image source

આજે સમગ્ર ભારતમાં વયસ્ક લોકોના 7.25 કરોડ કરતાં પણ વધારે લોકો ડાયાબીટીસથી ગ્રસ્ત છે. ડાયાબીટીસનું જેટલું જોખમ વયસ્કોને છે તેટલું જ જોખમ બાળકોમાં પણ રહેલું છે. આજની અસ્વસ્થ, અસ્થિર તેમજ અનિયમિત લાઇફ સ્ટાઇલના કારણે બાળકો ઘણી નાની ઉંમરે ડાયાબીટીસનો શિકાર બને છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે શાળાએ જતાં બાળકોમાં 1 ટકા બાળકોને ડાયાબીટીસ હોય છે.

ડાયાબીટીસની બાળકો પર ખરાબ અસરો

સામાન્ય રીતે બાળકોમાં ડાયાબીટીસ વારસાગત હોય છે પણ તેમ છતાં આજે ઘણા બધા નવા કેસ ડાયાબીટીસના આવવા લાગ્યા છે જેમના બેકગ્રાઉન્ડમાં ક્યાંય પણ કોઈને ડાયાબીટીસનો રોગ હોવાનું જોવામાં નથી આવતું. કારણ કે ડાયાબીટીસ વારસાગત રોગની સાથે સાથે ખરાબ લાઇફસ્ટાઇલનું પણ પરિણામ છે.

જો બાળપણથી જ બાળકોના ખોરાકનું ધ્યાન ન રાખવામાં આવે તો તેમના પર ટાઇપ 1 તેમજ ટાઇપ 2નું જોખમ તોળાતું રહે છે. નાના બાળકોમાં જો ડાયાબીટીસ જોવા મળે તો તે તેમની આંખો તેમજ કીડનીઓ પર ખરાબ અસર કરે છે અને જો બાળપણથી જ તેની કેર કરવામાં ન આવે તો આગળ જતાં સ્થિતિ વકરી શકે છે.

બાળકોને કયા કારણોસર ડાયાબીટીસ થઈ શકે છે ?

  • – એક સર્વસામાન્ય કારણ છે વારસાગત ડાયાબીટીસ એટલે કે પરિવારમાં માતાને પિતાને કે પછી દાદા-દાદી કે પછી નાના-નાની તેમ નજીકના સગામાં કોઈને પણ ડાયાબીટીસ હોય તો શક્યતા છે કે તે વારસો ઘરના બાળકોમાં પણ ઉતરી શકે છે.
  • – મેદસ્વી બાળકોમાં ડાયાબીટીસ થવાનું જોખમ રહે છે. હા, જે બાળકો તેમના સામાન્ય વજન કરતાં વધારે વજન ધરાવતા હોય એટલે કે તેઓ હેલ્ધી વજન ન ધરાવતા હોય પણ અસામાન્ય રીતે મેદસ્વી હોય તો તેમને પણ ડાયાબીટીસ થવાનું જોખમ રહેલું છે.

    image source
  • – નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો. જે બાળકો વારંવાર બીમાર પડ્યા કરતાં હોય તેવા બાળકોને ડાયાબીટીસનું જોખમ થઈ શકે છે.
  • – ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે. જે બાળકો બાળપણથી જ અત્યંત ગળ્યું, ચોકલેટો, મીઠાઈઓ વિગેરેનું વધારે પ્રમાણમાં સેવન કરતા હોય તો તેમને પણ ડાયાબીટીસ થઈ શકે છે.

– જે બાળકો સુસ્ત જીવન જીવતા હોય એટલે કે જે બાળકો પોતાના શરીરને સામાન્ય શારીરિક શ્રમ ન આપતા હોય. આખો દીવસ ઘરમાં રહીને ટીવી જોતા હોય, મોબાઈલ પર ગેમ રમતા હોય કે પછી બેઠા રહેતા હોય ટુકંમા જે બાળકો પોતાના શરીરને જરૂરી યોગ્ય વ્યાયામ ન કરાવતા હોય તેમને ડાયાબીટીસનું જોખમ નડી શકે છે.

બાળકોમાં ડાયાબીટીસના લક્ષણો આ પ્રમાણે હોઈ શકે છે

image source

ડાયાબિટીસ એટલે કે મધુમેહ એક પ્રકારનો ચયાપચય સંબંધીત બીમારીઓનો સમુહ છે જેમાં શરીરમાંના લોહીની શર્કરાનું સ્તર અસામાન્ય રીતે વધી જાય છે. અને આમ થવાથી શરીર તરત જ તમને કેટલાક સંકેતો પહોંચાડે છે. તો જાણી લો તેના સંકેતો.

  • – વારંવાર પેશાબ લાગવો. જો શરીરમાં ડાયાબીટીસની અસર હોય તો બાળકને વારંવાર પેશાબ લાગ્યા કરશે.
  • – વારંવાર તરસ લાગવી. શરીરના લોહીમાં શર્કરાનું પ્રમાણ વધતા જ બાળકને વારંવાર તરસ લાગવા લાગશે.
  • – શરીરમાં અચાનક સુસ્તિ આવવી. બાળકોને સામાન્ય રીતે સ્ફુર્તિલા હોય છે તેમને ક્યારેય કોઈ થાક નથી લાગતો પણ જો તેઓ અચાનક થાકવા લાગે અથવા સુસ્ત રહેવા લાગે અથવા નિરસ રહેવા લાગે તો તે ડાયાબીટીસનું લક્ષણ હોઈ શકે છે. ડાયાબીટીસમાં શરીર અચાનક ધ્રૂજવા પણ લાગે છે.

    image source
  • – બાળકને વારંવાર ભુખ લાગ્યા કરશે. સામાન્ય રીતે બાળક જેટલો ખોરાક લેતો હોય તેના કરતાં વધારે તે ડાયાબીટીસની અસર હેઠળ હોય ત્યારે તેને ભૂખ લાગતી હોય છે.
  • – બાળકના વજનમાં અચાનક ઘટાડો થવા લાગે છે. જો કોઈ પણ યોગ્ય કારણ વગર તમારા બાળકનું વજન ઘટવા લાગે તો તે ડાયાબીટીસ તરફ ઇશારો કરે છે.
  • – બાળકને જો ક્યાંય વાગે અને તેમાંથી લોહી વહેવાનું બંધ થતાં વાર લાગે એટલે કે લોહી તરત જામી ન જાય તો પણ બની શકે કે તેને ડાયાબીટીસ હોઈ શકે છે. જો તમારા બાળક સાથે પણ આમ થતું હોય તો તેનો ડાયાબીટીસ ચોક્કસ તરત જ ચેક કરાવી લેવો જોઈએ.
  • – બાળકની દ્રષ્ટિ જાંખી પડી જાય. એટલે કે બાળકને અચાનક ઝાંખુ દેખાવા લાગે. આજ કાલ બાળકોને નાનપણથી જ ચશ્માના નંબર લાગી જાય છે. જો તમારા બાળકને પણ જાંખુ દેખાવા લાગે તો તેનો ડાયાબીટીસ ચેક કરાવી લેવો જોઈએ.

બાળકોમાં ડાયાબીટીસને કેવી રીતે દૂર કરવો ?

image source

ડાયાબીટીસ એટલે કે શીરરના લોહીમાં શર્કરાનું વધવું. તેનો એક ઉત્તમ ઉપાય હોય તો તે છે ઇન્સુલીન વાટે સારવાર. નાની ઉંમરમાં જો ડાયાબીટીસ થાય તો તેની સારવાર ઇન્સુલીનને ઓછી માત્રામાં આપીને કરવામા આવે છે.

  • – સામાન્ય રીતે એકવાર ડાયાબીટીસ થયા બાદ તેને તમે મૂળમાંથી તો નથી જ કાઢી શકતાં પણ તેને તમે કંટ્રોલ ચોક્કસ કરી શકો છો. માટે તેના શરીરમાં નિયમિત પણે ઇન્સુલીનની પૂર્તિ કરતા રહેવી પડે. માટે અચૂક પણે નિયમિત રીતે ઇંન્સુલીન આપતા રહેવું પડે.

    image source

– ભોજન-નાશ્તા વિગેરે નિયમિત સમયે લેવાની આદત પાડવી. અને સ્વસ્થ તેમજ પોષક તત્ત્વોથી ભરપુર ભોજન બાળકને આપવું.

  • – નિયમિત સમયે બ્લડ શુગરના ટેસ્ટ કરાવતા રહેવું. અને તે પ્રમાણે ડોક્ટરના કહેવા પ્રમાણે શરીરમાં ઇન્સુલીનની માત્રા વધારવી-ઘટાડવી.
  • – જો બાળકને ડાયાબીટીસનું નિદાન થાય તો તેને રિફાઈન્ડ શર્કરા એટલે કે ખાંડ, મેંદાની વસ્તુઓ જેમ કે રોટી-નાન, બ્રેડ, કેક, મીઠાઈઓ સોડા જેવા કે, કોકાકોલા, થમ્સ અપ, માઝા વિગેરે તેમજ ફ્રાઇડ તેમજ ઝંક ફુડ ન આપવું જોઈએ.

    image source
  • – રેડીમેડ જ્યુસ, સોડા વિગેરેથી તો બાળકોને સદંતર દૂર જ રાખવા પણ સાથે સાથે તેમને બને તેટલું પાણી પીવડાવો. જો કે તેઓ ક્યારેક ક્યારેક તાજા જ કાઢેલા ફ્રુટ જ્યુસ પી શકે છે.
  • – બાળકોને દીવસનો કેટલોક ચોક્કસ સમય પ્રવૃત્તિશિલ રાખો. ડાયાબીટીસના પેશન્ટ માટે શરીરનો વ્યાયામ અત્યંત જરૂરી છે. જો તેઓ બેઠાડુ જીવન જીવશે તો ડાયાબીટીસ વકરી શકે છે માટે તેમની પાસે વારંવાર શારીરિક પ્રવૃત્તિ કરાવવાનો આગ્રહ રાખો.
  • – જો તમારા બાળકને ડાયાબીટીસનું નિદાન થાય તો તેની જાણકારી તેની શાળા, ટ્યુશન કે જ્યાં ક્યાંય પણ તે એક્સ્ટ્રા એક્ટિવીટી કરવા જતું હોય ત્યાં તેમજ તેના મિત્રોને આપી રાખવી જેથી કરીને સમય પડ્યે તેઓ યોગ્ય મદદ કરી શકે.

    image source
  • – ડાયાબીટીસ ગ્રસ્ત બાળકને અવારનવાર નિયમિતપણે ઇન્સુલીનનું ઇન્જેક્શન આપવું પડતું હોય છે અને તેના માટે તમે વારંવાર ડોક્ટર કે પછી કમ્પાઉન્ડર પાસે ન જઈ શકો માટે માતા-પિતા કે ઘરમાં કોઈ મોટા સભ્ય ભાઈ-બહેન હોય તો તેમણે પણ ઇન્જેક્શન લગાવતાં શીખી લેવું જોઈએ.

માતાપિતાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકો પણ પોતાને થયેલા ડાયાબીટીસને ગંભીરતાથી લે અને પોતાની યોગ્સ સંભાળ લે. જો કે સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે બાળકો પોતાની જાતને અલગ કે પછી એકલા ન અનુભવે. માટે તેમની સાથે ઘરના અન્ય બાળકોની જેમ સામાન્ય વ્યવહાર જ કરવો.

image source

ડાયાબીટીસનો એક માત્ર ઇલાજ શરીરમાંના લોહીની શર્કરાને અંકુશમાં રાખવી તે જ છે. તેને તમે સદંતર તમારા શરીરમાંથી દૂર ન કરી શકો. પણ તેમ છતાં જીવનને સામાન્ય લોકોની જેમ જ ખુશખુશાલ રીતે જીવવા માટે હંમેશા બાળકને પ્રેરણા આપતા રહેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ