પૂરી રીતે કિડની ખરાબ કરી શકે છે તમારી આ ૫ આદતો, કિડની પર સૌથી ખરાબ અસર નંબર ૩ વાળી આદત પાડે છે

કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે. પરંતુ જાણતા-અજાણતામાં લોકો આવી ભૂલો કરે છે જે તેમની કિડની પર ખરાબ અસર કરે છે.

આજકાલની ભાગદોડથી ભરેલી જિંદગીમાં પોતાનો ખ્યાલ રાખી શકવો મુશ્કેલ થઈ જાય છે. વ્યસ્ત જીવનશૈલીનાં ચાલતા લોકોની પાસે એટલો સમય નથી રહેતો કે તે પોતાની જાતનો કે પરિવારનો ખ્યાલ સારી રીતે રાખે. નોકરિયાત એકલા રહેનાર લોકો અને વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાનું ધ્યાન સારી રીતે નથી રાખતા. તેમની પાસે એટલો સમય નથી હોતો કે તે કંઈક સારુ અને પૌષ્ટિક બનાવીને જમી લે. આ જ ચક્કરમાં તે બહારનું જમવાનું વધારે જમવા લાગે છે. પરંતુ તે આ વાતથી અજાણ રહે છે કે તેમના ખાવા પીવાની આ જ ખોટી આદતો તેમની કિડની ખરાબ કરી શકે છે. આપણા ખોટા ખાન-પાનની અસર આપણી કિડની પર પડતી હોય છે. કિડની ખરાબ થવાને કારણે માણસ બીજી બિમારીઓથી ઘેરાવા લાગે છે. આમ થવાથી તેને ખાવા-પીવામાં મુશ્કેલી થાય છે જેની ખરાબ અસર શરીર પર પડતી હોય છે. એવામાં જરૂરત છે કે તમે પોતાની કિડનીને ખરાબ થવાથી બચાવો અને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન ન થવા દો.

તો આજની આ પોસ્ટમાં આપણે એ ચીજોનાં વિષયમાં વાત કરીશું જે જાણતા-અજાણતામાં તમારી કિડની ખરાબ કરી દેતી હોય છે. જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો આ ચીજોનું સેવન કરવાનું બંધ કરી દો.

મીઠી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવીવધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ નું સેવન દરેક હાલતમાં ખરાબ હોય છે. મીઠી વસ્તુઓ થોડી લિમિટમાં ખાવી જોઈએ . જે લોકો વધારે પ્રમાણમાં મીઠાઈ કે પછી મીઠી વસ્તુઓનું સેવન કરતા હોય છે,તેમની કિડની ખરાબ થવાની શક્યતાઓ બધી જતી હોય છે. ખરેખર, મીઠી ચીજોમાં શુગર અને સોડિયમની માત્રા વધારે હોય છે જે કિડની પર નકારાત્મક પ્રભાવ પાડતી હોય છે.

વધારે મસાલેદાર કે માંસનું સેવન વધારે ચટપટું અને મસાલેદાર ખાવાનું પણ કિડનીનાં સ્વાસ્થય માટે સારું નથી માનવામાં આવતું. તેના સિવાય,માંસ, માછલી, ચિકન વગેરાનું પણ સેવન કિડની પર ખરાબ પ્રભાવ પાડે છે. હકીકતમાં, આ બધી ચીજોમાં એ નિમલ પ્રોટીનનું એ ક ચોક્કસ પ્રમાણ હોય છે જે માણસ માટે સારું હોય છે. પરંતુ વધુ માત્રામાં માંસ-માછલી ખાવાથી તમારી કિડની પર ખરાબ અસર પડી શકે છે. જો તમે માંસાહારી છો તો પણ શાકભાજીનું સેવન કરવું જરૂરી છે.

વધારે પ્રમાણમાં પેઈનકિલર ગોળીઓ લેવી રોજબરોજ વ્યકિતને સ્વાસ્થય સબંધી કોઈને કોઈ તકલીફ થતી જ રહે છે. આ તકલીફોને તે ક્યારેક પેઈનકિલર ખાઈને તો ક્યારેક બામ-મલમ લગાવીને બરાબર કરી લે છે. પરંતુ વ્યકિત એ વધારે પેઈનકિલર લેવાથી બચવું જોઈએ . અમુક લોકોની આદત હોય છે કે નાના-મોટા દુખાવા માટે પણ પેઈનકિલર લેવા લાગી જતા હોય છે. વધુ માત્રામાં પેઈનકિલર લેવાથી કિડની સૌથી વધારે અને જલ્દી ફેલ થાય છે.

વધારે સમય સુધી બાથરૂમ રોકી રાખવું

અમુક લોકો જ્યારે બહાર હોય છે તો બાથરૂમ આવવા પર પણ સાર્વજનિક ટોયલેટ ઉપયોગ નથી કરતા અને બાથરૂમ રોકી રાખતા હોય છે. બાથરૂમ રોકવું કોઈપણ પ્રકારથી શરીર માટે સારું નથી. આ શરીરમાં ઘણા પ્રકારની બિમારીઓ ને જન્મ આપે છે. બાથરૂમ રોકવાથી કિડની પર દબાવ પડે છે.

ધુમ્રપાન કરવું ઘણા લોકોને સિગારેટ પીવાની ખરાબ આદત હોય છે. સિગારેટ પીવી ન ફક્ત સ્વાસ્થય માટે હાનિકારક હોય છે પરંતુ તે તમારો જીવ પણ લઈ શકે છે. અસલમાં, સિગારેટ,બીડી,હુક્કો વગેરે હાઈપરટેંશનને વધારો આપે છે. તેના સિવાય આ બધી વસ્તુનું સેવન કરવાથી હ્દયની ગતિ વધે છે અને લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. આટલું જ નહિ,આ બધુ પીવાથી રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. આ બધાની સીધી અસર તમારી કિડની પર પડે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ