કિડનીને લગતી બધી જ સમસ્યાઓને દૂર કરવા અપનાવો આ ઉપાયો

કિડનીની તકલીફો માટે રામબાણ છે આ ઈલાજ, ક્યારેય નથી થતો ફેલ

image source

કિડની શરીરનું મહત્વનું અંગ છે. માનવ શરીરમાં બે કિડની કાર્યરત હોય છે. કિડનીની રચના અટપટી હોય છે પરંતુ તેનું કાર્યરત રહેવું શરીર માટે જરૂરી છે. કિડની લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. રક્ત શુદ્ધ કરી અને શરીરના વિષાક્ત દ્રવ્યોને પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કિડની કરે છે.

આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તેની માત્રા, તેમાં રહેલા પોષકતત્વોનું પ્રમાણ એકસરખું રહેતું નથી. આ ખોરાકના માધ્યમથી શરીરમાં અનેક એવા દ્રવ્યો પણ જાય છે જે શરીર માટે બિનઉપયોગી હોય છે અને જો તે શરીરમાં રહે તો તેનાથી નુકસાન થાય છે.

image source

આવા દ્રવ્યોને ફિલ્ટર કરી બહાર કાઢવાનું કામ કિડની કરે છે. કિડની શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

એટલા માટે જ કિડનીનો કોઈ રોગ થાય તો વ્યક્તિના જીવનું જોખમ પણ ઊભું થઈ સકે છે. જો કે આ સમસ્યાનું નિરાકરણ શોધવામાં આવ્યું છે. આયુર્વેદમાં કિડનીની બીમારીની અસરદાર સારવાર શોધવામાં આવી છે.

image source

આયુર્વેદની દવાઓનો સૌથી મોટા ફાયદો એ છે કે તેનાથી નુકસાન થતું નથી. કિડની માટેની દવા એવા તત્વોનો નાશ કરે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. કલકત્તામાં પહેલીવાર આયુર્વેદ દવાઓ પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિડનીના રોગ અને તેની સારવાર પર ચર્ચા કરવામાં આવી.

આ સત્રમાં આવેલા નિષ્ણાંતોએ જણાવ્યું કે આયુર્વેદના ઉપચારમાં પ્રભાવી દવા નીરી કેએફટી કિડનીમાં ટીએનએફ અલ્ફાનું સ્તર નિયંત્રિત કરે છે.

ટીએનએફ અલ્ફા પરીક્ષણથી જ ખ્યાલ આવે છે કે કિડનીમાં સમસ્યા છે તેમજ સોજો આવવા જેવી સ્થિતિ સર્જાય છે. ટીએનએફ અલ્ફા સેલ સિન્ગલિંગ પ્રોટીન છે.

image source

આ દવા પર થયેલા સંશોધનો પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે. આ સંશોધન કેટલાક લોકોનો સમાવેશ કરી કરવામાં આવ્યું હતું.સંશોધનમાં જોડાયેલા લોકોના જે સમૂહને નિયમિત રીતે નીરી કેએફટી દવા આપવામાં આવતી હતી તેમની કિડની બરાબર રીતે કાર્ય કરતી હતી.

તેમના શરીરમાં ભારી તત્વો, મેટાબોલિક બાઈ પ્રોડક્ટ જેવા ક્રિએટિનિન, યૂરિયા, પ્રોટીન વગેરેની માત્રા નિયંત્રિત હતી. જ્યારે જે સમૂહને દવા આપવામાં આવી ન હતી તેમાં આ તત્વોનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું.

image source

આ અસરકારક દવા પાંચ ઔષધમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પાંચ ઔષધ એટલે પુનર્નવા, ગોખરુ, વરુણ, પત્થરપૂરા તેમજ પાષાણભેદ. આ પાંચ વસ્તુઓમાંથી તૈયાર કરેલી દવા એવા લોકોની કિડનીની તકલીફ દૂર કરી શકે છે જેઓ ડાયાલિસિસ કરવા સુધીના સ્ટેજ પર પહોંચ્યા ન હોય. આવા દર્દીઓને આ દવા લેવાથી લાભ થાય છે. નિયમિત દવા લેવાથી તેમને ડાયાલિસિસ કરાવવું પડતું નથી.

આ દવા ઉપરાંત આયુર્વેદમાં અન્ય દવાઓ પણ ઉપલબ્ધ છે. એલોપેથીમાં જે રોગની દવા નથી તેવા રોગની દવા પણ આયુર્વેદ પાસે છે. પરંતુ જરૂર માત્ર એટલી છે કે તેનું પરીક્ષણ આધુનિક ચિકિત્સા માટે કરવામાં આવે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ