બે મહિનાના બાળકનો થયો સોદો, પત્નીને કહ્યા વગર જ પતિએ કરી લીધો આ સોદો, વાંચો પૂરી ઘટના તમે પણ

સંતાનને ભગવાનનો આશિર્વાદ માનવામાં આવે છે. જે કોઈને મળે છે તો કોઈને નથી મળતો. ઘણા લોકો લાખ પ્રયત્ન છતાં માતાપિતા નથી બની શકતા તો ઘણા પર કૂદરત મહેરબાન રહે છે. જ્યારે ઘણા પ્રયાસ છતાં માતાપિતા બનવાનું સૌભાગ્ય નસીબમાં નથી લખાતું ત્યારે માણસ માતાપિતા બનવાના એટલે કે સંતાન મેળવવાના બીજા પ્રયાસ કરે છે જેમાંથી કેટલાક કાનૂની હોય છે તો કેટલાક ગેરકાનૂની હોય છે. લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તતા હોય છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સ્ત્રીને એક મજૂર પોતાનું માત્ર 2 મહિનાનું બાળક 22 હજાર રૂપિયામાં વેચતો પકડવામાં આવ્યો હતો.

image source

મદન નામનો મજૂર તેના જ વિસ્તારમાં રહેતી સેશુની બહેન કે જેનો અત્યાર સુધીમાં ચાર વાર ગર્ભપાત થઈ ચુક્યો છે તેને પોતાનું માત્ર બે મહિનાનું બાળક વેચી દે છે. વાસ્તવમાં સેશુને જાણવા મળ્યું હતું કે મદનના ઘરે થોડા સમય પહેલાં જ બાળકનો જન્મ થયો હતો અને તેણે મદનને પોતાની બહેન વિષે વાત કરી હતી. અને છેવટે સેશુએ તેની બહેન અને મદદની એકબીજા સાથે બાળકને લેવા માટે વાત કરાવી હતી. શરૂઆતમાં તો મદન ગરીબીના કારણે જ બાળકને એમનમ જ આપી દેવા માગતો હતો. પણ પાછળથી તેણે બાળકના બદલામાં રૂપિયાની માંગ કરી. સેશુની બહેનનો પતિ પણ બાળકને ઇચ્છતો હતો અને તે પણ કોઈ પણ ભોગે બાળક લેવા માગતો હતો તેણે ક્યાંકથી ઉછીના 22 હજાર રૂપિયા લીધા અને તે મદનને ચૂકીવી દીધા.

પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ સીધી જ મદન કુમારની પત્ની સરિતા પાસે પહોંચી ગઈ. ત્યારે સરિતાએ જણાવ્યું કે તેણી વારંગલ પાસે આવેલા તેના ગામથી 9 મહિના પહેલાં કામ શોધવા હૈદરાબાદ આવી હતી. તેના પતિ મજૂર છે, ગર્ભાવસ્થા દરમિયાન પણ મેં ચાર મહિના સુધી લોકોના ઘરે કચરા-પોતા, વાસણના કામ કર્યા. બીજી બાજુ તેનો પતિ દારૂડિયો હતો. જેટલું કમાતો તેટલું દારૂમાં ઉડાવી દેતો. તેના પતિને મજૂરીના રોજ 500 રૂપિયા મળતા અને તે તેને ઉડાવી દેતો.

image source

સરિતા પોતાની કરૂણ સ્થિતિ જણાવતા આગળ કહે છે કે ઘરમાં એક ટાઇમ ખાવાના પણ ફાફાં પડતા. ક્યારેક ખાવાનું મળે તો ક્યારેક ભૂખ્યા સુવું પડતું. છેવટે પતિએ પૈસાની લાલચમાં તેના જ દીકરાને બાજુમાં રહેતી સેશૂની દૂરની બહેનને વેચી દેવાની વાત કહી. જોકે પત્નીનું કહેવું છે કે તેને બાળક વેચ્યાની ખબર બે-ત્રણ દિવસ પછી પડી હતી. તેણીનું કહેવું હતું કે તેણે પતિને બાળક ન વેચવા ઘણું સમજાવ્યું પણ તે ન માન્યો.

23મીમેની રાતે મદને પોતાનું બાળક સેશુની બહેન પદ્માને આપી દીધું. સવારે જ્યારે તે ગામડે જવા નીકળ્યો ત્યારે જ તેની પત્નીએ બાળક માટે બૂમાબૂમ કરી દીધી હતી. પાડોશીઓને ખબર પડતાં તેમણે પોલીસને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે બધાને પકડી પાડ્યા. જ્યારે બાળક ખરીદનાર પદ્મા સાથે વાત થઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે મદને તેમને એવું જણાવ્યું હતું કે તેને એક સાત વર્ષનો બાળક છે હવે તેની બીજું બાળક સંભાળવાની તેવડ નથી.  ત્યારે સેશુએ પોતાની બહેન વિષે જણાવ્યું કે તેને બાળક નથી થતા માટે તે તેના બાળકને ઉછેરશે. શરૂઆતમાં તો મદન એમનમ જ બાળકને આપી દેવા તૈયાર થઈ ગયો હતો. પછી તેણે 50 હજાર રૂપિયાની માંગ કરી ત્યારે તેમણે ના પાડી દીધી અને છેવટે 22 હજારમાં તે માન્યો. ત્યારે તેણે એવી પણ માંગ કરી કે તેને તેના પરિવાર સાથે તેના ગામ સુધી રીક્ષામાં મુકી જવા પડશે.

બાળક ખરીદવા 20 હજાર રૂપિયાનું દેવું કર્યું.

image source

પદ્નામાએ જણાવ્યું કે દેવીનો પતિ રિક્ષા ચલાવે છે. બાળક માટે તેણે 20 હજારનું દેવું કર્યું હતું. જે તેણે દર અઠવાડિયે 2000 કરી કરીને ચૂકવવાના હતા. તેણે 23 તારીખે રાત્રે મદનને પૈસા આપી દીધા હતા. જો કે રીક્ષામાં મદનના પરિવારને ગામ સુધી પહોંચાડવાની તેમણે ના આપી હતી કારણ કે રસ્તામાં પોલીસ ખૂબ હતા. ત્યારે તેમણે પોલીસ આવે ત્યાં ઉતારી દેવાની વાત કરી હતી. અને તેઓ પોતાના ગામે જવા નીકળતા જ હતા ત્યાં પોલીસ ત્યાં આવી પહોંચી.

હવે આખોએ મામલો પોલીસમાં ગયા પછી જે થોડું ઘણું કામ પણ તેમની પાસે હતું તે પણ જતું  રહ્યું હતું. તેમના પરિવારમાં પાંચ બાળકો છે. તેમને ખવડાવવા માટે પણ કંઈ બચ્યુ નથી. બીજી બાજુ બાળકને ખરીદવા માટે જે ઉછીના પૈસા લીધા હતા તે પણ ફસાઈ ગયા હતા. હાલ બાળક અને પૈસા બન્ને પોલીસ પાસે છે.  આ બાળક માટે તે બન્ને જણ વચ્ચે 20 રૂપિયાના સ્ટેમ્પ પર કરાર પણ થયો હતો.

image source

જૈદીમેટલા પોલીસ સ્ટેશનના સેક્ટર પાંચના એસઆઈ મનમાધવ રાવ આ કેસ બાબતે વધારે માહિતી આપતા જણાવે છે કે મદન કુમાર સિંહ અને સરિતા બન્ને મજૂરી કામ કરે છે. અહીંના એક વિસ્તારમાં ભાડાનો રૂમ રાખીને રહેતા હતા. બે મહિના પહેલાં તેમને ત્યાં બાળક જન્મ્યુ હતું. તેની પ્રસૂતિ પણ નજીકમાં રહેતી એક અમ્માના ઘરે કરાવી હતી. અને ત્યાં જ બીજી ચાલીમાં સેશુ નામની સ્ત્રી રહેતી હતી તેણે વેંકટ અમ્માને જણાવ્યું કે વારંગલમાં રહેતી તેની બહેનને વારંવાર ગર્ભભાત થઈ જતા હતા અને હવે ડોક્ટરે તેણી ક્યારેય માતા નહીં બને તેવું કહી દીધું છે. અને ત્યાર બાદ બાળકની ખરીદીનો આ સૌદો પાર પાડવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ