બાળક ઉછેરવાનું કામ અઘરું તો છે. એમાં થોડી પણ લાપરવાહી ઘણી બધી મુશ્કેલી ઊભી કરી શકે છે. બાળક તો સમજણ વગરનું હોય છે. એને તો હરવું-ફરવું અને રમવું ઉપરાંત બીજુ કંઇ કરવાનું હોતું નથી.એને એ પણ સમજણ હોતી નથી કે એના માટે શું સારું ,શું ખોટું ,કઈ વસ્તુ ખવાય, કઈ વસ્તુથી દૂર રહેવાય. અને એટલે જ ઘરમાં નાનું બાળક હોય ત્યારે સતત બાળકની સાથે રહી ખૂબ જ સાવધાની રાખવી પડે છે.

ધ્યાનથી નિરીક્ષણ કર્યું હશે તો બાળક હાથમાં જે પણ વસ્તુ આવે એ સૌથી પહેલા મોઢામાં નાખે છે .આવા સમયે જો બાળક ભૂલથી પણ કોઈ અખાદ્ય પદાર્થ મોઢામાં નાખી દે અને એ ગળામાં અટકી જાય તો સ્વાભાવિક રીતેજ માતા-પિતા સહિત પરિવારજનોના જીવ તાળવે ચોંટી જતાં હોય છે. આ સમય ધીરજ અને હિંમતથી કામ લેવાનો છે.

હાંફળા-ફાફળા બનવાને બદલે બાળકને ડોક્ટરી સારવાર મળે એ પહેલા કેટલીક હાથવગી પ્રયુક્તિઓ છે જે અપનાવી શકાય. પણ એમાં પણ બહુ સચેત રહેવાની જરૂર હોય છે. જો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બને છે.

ધારો કે બાળક ધાતુનો સિક્કો કે અન્ય કોઈ વસ્તુ ગળી ગયું છે અને એ વસ્તુ એના ગળામાં ફસાઈ ગઈ છે તો એના માટે કેટલાક ઘરગથ્થુ નુસખાઓ અપનાવી શકાય.

બાળકને હાથમાં લઈને આગળની તરફ ઝૂકાવીને બાળકની છાતી ને એક હાથે દબાવી ને બીજા હાથે પીઠ પર ધીમેથી પાંચ-છ વખત ધબ્બો મારવાની પ્રક્રિયા ત્રણથી ચાર વાર અજમાવી જોવી.આમ કરવાથી બાળકના ગળામાં કફ જમા થશે કફ ખાંસી દ્વારા બહાર આવવાનો પ્રયત્ન કરશે આ સાથે અંદર ફસાયેલી ચીજ પણ બહાર નીકળી જશે.

ખાસ નોંધ એ વાતની લેવાની કે જો આ સમયે બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોવાનું જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
બાળકના ગળામાં સિક્કો ફસાયો હોય તો પેટના ઉપરના ભાગને બે હાથેથી દબાવી ને મજબૂત રીતે પકડીને ઝાટકા સાથે દબાવ આપવાથી બાળકનો શ્વાસ ઉપરની તરફ ધકેલાય છે અને અંતરાસ સાથે સિક્કો પણ બહાર આવશે.

બાળક થોડું સમજાણું હોય તો એને જોરથી ઉધરસ ખાવાનું કહેવું. ઉધરસ આવવાથી પણ ધક્કામાં સિક્કો બહાર નીકળી જવાની શક્યતા રહે છે.

પહેલા કીધું એમ આ તમામ ઉપાયો ઘરેલુ નુસખા આધારિત છે .પણ આમ કરવાથી બાળકના ગળામાં ફસાયેલી ધાતુની વસ્તુઓ નીકળી જશે એવી કોઈ ખાતરી નથી. છતાં પણ આવું કરવામાં કોઈ ઝાઝું નુકસાન નથી. તેથી કામચલાઉ આ આ નુસખા અપનાવી જોવા. શ્રેષ્ઠ તો એ જ છે કે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો વધુ હિતાવહ છે.

બને ત્યાં સુધી આવી કોઇ પરિસ્થિતિ ઊભી ન જ થાય એનું ધ્યાન રાખવું જરૂરી બને છે .માટે ઘરમાં નાનું બાળક હોય તો બાળકને નુકશાન કરે એવી વસ્તુઓ બાળકના હાથમાં આવે એ રીતે રાખવી જોઈએ નહીં. બાળક જરાક સમજણુ થાય ત્યારથી તેને ખાદ્ય અને અખાદ્ય પદાર્થોની સમજણ આપવી જોઈએ. બાળકનું ધ્યાન રાખવું એ માતા-પિતાની પ્રથમ ફરજમાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ