કિયારા અડવાણીના આ પર્સની કીંમત છે લાખોમાં ! એના પર્સની કીંમતમાં તમે ફરી શકો છો અડધી દુનિયા !

બોલીવૂડની નવી નવેલી અભિનેત્રી તેની શાહિદ કપૂર સાથેની કબીર સિંઘ ફિલ્મ હિટ જવાથી આજકાલ ખુબ જ લાઈમ લાઇટમાં રહે છે. અને જાણે તે પોતાના આ નવા સ્ટારડમને પણ ફુલ એન્જોય કરી રહી હોય તેમ તે હંમેશા પાપારાઝીને અવનવા પોઝ આપતી જોવા મળે છે.

આમ તો કિયારાને આપણે સૌ પ્રથમવાર ધોનીની બાયોપિકમાં ધોનીની વાઇફ સાક્ષીની ભૂમિકા નિભાવતી જોઈ હતી જો કે તેમાં તેને અભિનયનો કંઈ ખાસ મોકો નહોતો મળ્યો. અને આ પહેલાં તેણી ફગલી ફિલ્મમાં પણ જોવા મળી હતી જો કે ત્યારે તેની કંઈ ખાસ નોંધ નોહતી લેવામાં આવી. પણ ધોનીની બાયોપિક બાદ આવેલી વેબ સિરિઝ ‘લસ્ટ સ્ટોરીઝમાં’ તેણે તેણીનો બોલ્ડ અવતાર બતાવી લોકોની આંખો પહોળી કરી દીધી હતી.

પણ કબીર સિંહથી તો જાણે તેની ફિલ્મી કેરિયરનો ગ્રાફ જ પલટાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2019ની અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે તેણે બોક્ષ ઓફિસ પર 275 કરોડ ક્રોસ કરી લીધા છે.

પણ તાજેતરમાં કિયારા પોતાના કોઈ જ બોલ્ડ રોલ માટે કે બોલ્ડ કપડા માટે ચર્ચામાં નથી પણ તેના લાખોના પર્સ માટે ચર્ચામાં છે. તમને આ પર્સની કીંમત જાણીને આશ્ચર્ય થશે પણ તેના માટે એક સામાન્ય મધ્યમવર્ગના વ્યક્તિએ પોતાના પાંચ-સાત વર્ષની ભેગી કરેલી બચતને વાપરવી પડે તેટલું મોંઘુ તે પર્સ છે.

જો કે તેણીની તસ્વીર જોશો તો તમારે તેનું પર્સ શોધવું પડશે. કારણ કે તે તેના ડ્રેસમાં ભળી જાય તેટલું મેચિંગમાં છે. આ બેગની કીંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે. આ બેગ “શેનેલ” બ્રાન્ડનું છે. તે તેના વ્હાઇટ સાટીનના ડ્રેસ સાથે તદ્દન મેચ થઈ જાય તેવું છે. એટલે પહેલી નજરે તો તે કોઈ પર્સ નહીં પણ તે તેના ડ્રેસનો જ કોઈ હિસ્સો હોય તેવુ લાગશે.

તમને જણાવી દઈએ કે શેનેલ બ્રાન્ડનું આ પર્સ 5000 ડોલરનું છે જેને રૂપિયામાં કન્વર્ટ કરવા જઈએ તો તે 3,53,707 રૂપિયાનું છે. આ બેગને બેલ્ટ બેગ કહેવામા આવે છે. આ ઉપરાંત તેણે પહેરેલું ટોપ 5100 રૂપિયાનું છે જ્યારે તેનું સાટીનનું સ્કર્ટ 34000 રૂપિયાનું છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી કિયારાની બાળપણની મિત્ર છે એટલે તેમની અસર તો તેને વહેલા મોડી આવવાની જ હતી.

તમને જણાવી દેઈએ કે આ પર્સ તેણે પેતાની બર્થડે પાર્ટી દરમિયાન ગળામાં લટકાવ્યું હતું. જો કે આ પર્સ કદાચ તેણે જ પોતાની જાતને બર્થડે ગીફ્ટ તરીકે આપ્યું હોઈ શકે છે. કારણ કે તેણે પોતાના બર્થડેના ખાસ અવસર પર આ લક્ઝરી પર્સ શો ઓફ કર્યું હતું. તેણે પોતાના બર્થડે પર એક લેવિશીંગ પાર્ટી આપી હતી જેમાં શાહિદ કપૂર, કરણ જોહર, સિદ્ધાર મલ્હોત્રા જેવા બોલીવૂડના એ લિસ્ટર પણ આવ્યા હતા.

એક સામાન્ય માણસ આટલા બધા રૂપિયામાં ઘણું બધું કરી શકે પોતાના બાળકનું ફ્યુચર સિક્યોર કરી શકે, પોતાની હોમલોનનું એડવાન્સ પેમેન્ટ કરી શકે. અને કંઈ નહીં તો યુરોપનો પ્રવાસ તો કરી જ શકે. પણ બોગલીવૂડના સિતારાઓની વાત જ કંઈ અલગ હોય છે.

પણ જો તમારે તમારી જાતને તમારા બર્થ ડે પર કંઈ ગિફ્ટ આપવી હોય તો તે શું હશે ? તે અહીં કમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ