ખુલ્લા પગે ઘાંસ પર ચાલવાથી શરીરને મળે છે આ ૭ ફાયદા…

ઘાંસ પર ખુલ્લા પગે ચાલવું ખૂબ લાભદાયક હોય છે અને આવું કરવાથી શરીરને ઘણાબધા લાભ મળે છે. જે લોકો નિયમિત રૂપથી ઘાંસ પર ખુલ્લા પગે ચાલે છે એ લોકોનું બ્લડ સર્કયુલેશન વધી જાય છે અને તે લાંબા સમય સુધી યુવાન બની રહે છે. લીલા ઘાંસ પર ખુલ્લા પગે ચાલવાથી બીજા શું શું ફાયદો શરીરને મળે છે તે આ પ્રકારે છે.

રક્ત સંચાર ખૂબ સારો થાય છેદિવસભર પગમાં બૂટ કે ચપ્પલ પહેરેલા હોવાને કારણે પગને ખુલ્લી હવા નથી મળી શકતી. એટલે જો તમે ઘાંસ પર ખુલ્લા પગે ચાલો છો તો પગને તાજી હવા મળી જાય છે અને સાથે જ તમારા પગમાં રક્ત સંચાર પણ ખૂબ સારો થઈ જાય છે. તે સિવાય તમારા પગનો થાક પણ દૂર થઈ જાય છે.

પગની કસરત થાય છેખુલ્લા પગે ઘાંસ પર ચાલવાથી પગની માંસપેશીઓ પર સારી અસર પડે છે અને પગની કસરત પણ થઈ જાય છે. ખરેખર જ્યારે તમે લીલા ઘાંસ પર ખુલ્લા પગે ચાલો છો તો તમારા પગનો નીચેનો ભાગ સીધો ધરતીનાં સંપર્કમાં આવી જાય છે, જેનાથી તમારા પગની નીચેની માંસપેશીઓ સારી રીતે દબાઈ જાય છે અને તે મજબૂત થાય છે.

શરીરને ઉર્જા મળે છે

એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ખુલ્લા પગે લીલા ઘાંસ પર ચાલો છો તો ધરતીની ઉર્જા પગનાં માધ્યમથી તમારા આખા શરીરમાં પહોચી જાય છે અને તમને સ્વાસ્થય સાથે જોડાયેલા ઘણાબધા ફાયદા પણ મળે છે. તે સિવાય તમારી બધી ઈન્દ્રિય પણ બરાબર રીતે કામ કરવા લાગી જાય છે.

તણાવથી રાહત મળે છેસવાર-સવારેમાં લીલા ઘાંસ પર ચાલવાથી શરીરને આરામ મળે છે અને તણાવથી છૂટકારો મળી જાય છે. આ સિવાય શરીરનું ઉર્જા સ્તર પણ વધી જાય છે અને હાઈપરટેન્શન, ઉંઘ ન આવવી અને અસ્થમા સહિત ઘણી બિમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છૈ.

બોડી પોસ્ચર બરાબર રહે છે

ખુલ્લા પગે ચાલવાથી શરીરનું પોસ્ચર હમેંશા બરાબર રહે છે અને તમારા ખભ્ભા કદી જુકતા નથી. હકીકતમાં જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે તમારી કમર એ કદમ સીધી રહે છે અને તમારા ખભ્ભા જુકતા નથી. પોસ્ચર બરાબર થવા સિવાય ખુલ્લા પગે ચાલવાથી કમર અને કરોડરજ્જુ મજબૂત થાય છે.

આંખોની રોશની સારી રહે છેઘાંસ પર સવારે અને સાંજનાં સમયે ચાલવાથી આંખોને પણ લાભ મળે છે અને આંખોની રોશની બરાબર જળવાઈ રહે છે. એ ટલે જેને ચશ્મા લાગેલા હોય છે તેમને અવારનવાર લોકો દ્વારા ઘાંસ પર ખુલ્લા પગે ચાલવાની સલાહ આપવામાં આવે છે.

પગનો દુખાવો થાય છે ગાયબ

જો તમારા પગમાં દુખાવો રહે છે તો તમે ખુલ્લા પગે ઘાંસ પર ચાલવાનું રાખો. કારણ કે આમ કરવાથી પગમાં દુખાવો થવાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે અને તમારા પગનાં હાડકા મજબૂત બની જાય છે.

રાખો આ વાતોનું ધ્યાનજે લોકોને ઘુંટણમાં દુખાવો રહે છે તે વધારે વાર સુધી ખુલ્લા પગે ઘાંસ પર ન ચાલે. કારણ કે ઘણીવાર આમ કરવાથી ઘુંટણનાં દુખાવાની તકલીફ વધી જતી હોય છે. તેના સિવાય જે લોકોનાં ઘુંટણનું કોઈ ઓપરેશન થયું છે તે લોકો પણ ખુલ્લા પગે વધારે ન ચાલે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ