તમારા શરીરમાં ખાંડની ઉણપ કુદરતી રીતે દૂર કરવા માટે અહીં જણાવેલી ચીજનું સેવન કરો

ડ્રાયફ્રુટનું સેવન કરવાથી આપણા શરીરમાં ખંડણી ઉણપ કુદરતી રીતે દૂર થાય છે. ડ્રાયફ્રુટ કોઈપણ વાનગીમાં ખાંડનું અલગ રીતે મિશ્રણ અટકાવવામાં મદદ કરે છે. તમે થોડા ઉપાય અપનાવીને તમારા આહારમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટને આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ બનાવો. ડ્રાયફ્રુટ સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, આરોગ્ય માટે ફાયદાકારક હોય છે અને આપણે તેને ગમે ત્યારે ખાઈ શકીએ છીએ.આ સિવાય તમે ડ્રાયફ્રૂટનો ઉપયોગ ઘણી પ્રકારની મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કરી શકો છો. ડ્રાયફ્રુટ આપણા મોનો સ્વાદ તો વધારે જ છે સાથે આપણે તેનો ઉપયોગ કોઈપણ વાનગીના ડેકોરેશન માટે પણ કરી શકીએ છીએ. આ સિવાય જાણો ડ્રાયફ્રૂટના સેવનથી થતા અન્ય ફાયદાઓ.

image source

ડ્રાયફ્રુટ એ જુના સુપરફૂડમાંથી એક છે

હકીકતમાં એવું કહેવું ખોટું નહીં હોય કે ડ્રાયફ્રુટ એ સૌથી જુના સુપર ફૂડ છે. ડ્રાયફ્રૂટમાં કુદરતી ખાંડ સારી માત્રામાં હોય છે, જે ઘણીવાર કોઈ વાનગીમાં ખાંડનું મિશ્રણ અટકાવવામાં મદદ કરે છે. સંશોધનકારોએ તેમના તાજેતરના સંશોધનમાંથી જણાવ્યું છે કે ડ્રાયફ્રૂટ્સ અને આહારની ગુણવત્તામાં સુધારા સાથે સીધો સંબંધ છે. તેમણે કહ્યું કે જે લોકો તેમના આહારમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરે છે તે લોકો તેના કરતા વધુ સ્વસ્થ રહે છે જેઓ તેમના આહારમાં ડ્રાયફ્રૂટનો સમાવેશ કરતા નથી. સંશોધન એ પણ શોધી કાઢ્યું કે જે દિવસે લોકોએ ડ્રાયફ્રુટનું સેવન કર્યું તે દિવસે તેઓના શરીરમાં વધુ પોષક તત્વ મળે છે.

image source

સંશોધન માટે 25 હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેને 24 કલાક ડ્રાયફ્રૂટથી ભરેલો આહાર આપવામાં આવ્યો. ત્યારબાદ સંશોધનકારોએ તેમના સ્વાસ્થ્યને લગતા ડેટા એકત્રિત કર્યા અને આહારની એકંદર ગુણવત્તા શોધી કાઢી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે, “એ પણ રસપ્રદ લાગ્યું કે જે દિવસે લોકો ડ્રાયફ્રુટનું સેવન કરે છે, તે દિવસથી લોકો તેને ખાવા માટે વધુ પ્રેરિત બને છે. તે જ દિવસથી ડ્રાયફ્રૂટના સેવન કરતા વધુ લોકો જોવા મળ્યા. ”

image source

વધુ ડ્રાયફ્રૂટનું સેવન કરવાનો બીજો ફાયદો એ પણ જણાવવામાં આવ્યો કે ડ્રાયફ્રૂટના વધુ સેવનથી શરીરમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. સંશોધનકારો સલાહ આપે છે કે ડ્રાયફ્રુટનું સેવન કરતી કરતી વખતે કેલરી ધ્યાનમાં લેવી જોઈએ અને તમારે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે તમારા શરીરમાં ખાંડનું પ્રમાણ ના વધે, જેથી ડ્રાયફ્રૂટના સેવનનો મોટો ફાયદો મળી શકે. તમારે તમારા આહારમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરતા પેહલા થોડી ટિપ્સ જાણવી પણ જરૂરી છે.

આહારમાં ડ્રાયફ્રૂટનો સમાવેશ કેવી રીતે કરવો જોઈએ.

image source

થોડા જાંબુ અને જરદાળુ એક કપમાં ઉમેરો જેથી તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બને. આ સલાડને સ્વાદિષ્ટ બનાવવા માટે સલાડમાં થોડી કિશમિશ અને સૂકા સફરજન ઉમેરો. દિવસ દરમિયાન ઉર્જા મેળવવા માટે તમે થોડા પલાળેલા કિસમિસથી દિવસની શરૂઆત કરી શકો છો. તમે મીઠી વાનગીને વધુ સ્વસ્થ બનાવવા માટે ખાંડને બદલે કિસમિસ અને ખજૂર ઉમેરી શકો છો. આ તમારો વજન પણ નહીં વધારે અને તમે સ્વસ્થ પણ રેહશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ