વધેલા ખોરાકને બીજી વાર ગરમ કરીને ન ખાવો જોઈએ, નહીં તો થશે આ ગંભીર બીમારી

સમય બચાવવા અથવા ખાવાનું બનાવાનો કંટાળો આવતો હોવાને કારણે આપણે ખાવાનું બનાવવા કરતા સવારનું અથવા એક દિવસ પહેલાનુ વધ્યું ઘટ્યું ગરમ કરીને ખાઈ લઈએ છીએ.પણ ખરેખરમાં આ રીતે ફરીથી ગરમ કરીને બનાવેલો ખોરાક ખાવાથી પેટમાં દુઃખાવો તેમજ ફૂડ પોઈસન થાય છે.

આજે અમે તમને કેટલીક એવી ખાવાની વસ્તુ વિશે જણાવીશું જેને ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ.

૧. બટાકા

મોટાભાગના લોકો સૌથી વધારે બટાકાનો ઉપયોગ કરે છે અને ઘણા લોકો બટાકાની વાનગીઓ જેમ કે, આલુ ટીક્કી, ભજીયા, આલુ પરોઠા બનાવતા હોય છે. તમને જણાવી દઈએ કે, સવારે બનાવેલું બટાકાનું શાક સાંજે ક્યારે પણ ન ખાવું જોઈએ. કારણ કે, બટાકામાં સ્ટાર્ચ ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે જ્યારે તેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે બોટ્યુલિઝમ બેક્ટેરિયા વધી જાય છે જે ખોરાક માં ઝેરનું પ્રમાણ વધારે છે.

૨. પાલક

‘પોપાય: ધ સેલર મેન’ ને પ્રિય એવું પાલક પોષક તત્વોથી ભરપુર હોય છે પરતું પાલકના શાકને ક્યારે પણ ફરીથી ગરમ કરીને ન ખાવું જોઈએ. કારણ કે, પાલક ઘણાં બધા નાઈટ્રેટ હોય છે જેને બીજી વાર ગરમ કરવાથી નાઇટ્રાઇટ્સમાં રૂપાંતરિત થાય છે. તેથી પાલકને બાફવું જોઈએ અને તેને 5 ડિગ્રી સેલ્શિયસથી ઓછા તાપમાને ઠંડુ કરો. આવું કરવાથી નાઇટ્રાઇટ ઉત્પન્ન નહીં થાય.

૩. તેલ

ઘણી વખત તમે વધેલા તેલને રસોઈમાં ફરીથી વાપરો છો અને એમાંથી કોઈ વાનગી બનાવો છો ! ખરેખરમાં તમને ખબર નથી કે તેનાથી શરીરને કેટલું નુકસાન થાય છે? એક વાર વપરાઈ ગયેલા તેલને ફરીથી વાપરવાથી તેમાંથી ઝેરી ધુમાડો નીકળે છે જે આપણા શરીર માટે ખુબ જ હાનિકારક છે. તેથી બેસ્ટ ઉપાય એ છે કે, એક વાર વપરાઈ ગયેલા તેલને ફરીથી ન વાપરવું.

૪ . બીટરૂટ

પાલકની જેમ બીટરુટ પણ નાઈટ્રેટથી ભરપૂર ખોરાક છે તેને ગરમ કરવાથી નાઈટ્રેટને નાઇટ્રાઇટમાં રૂપાંતરિત થાય છે જે શરીરમાં કાર્સિનોજેનિક ઉત્પન્ન થાય છે જેના કારણે તમને પેટમાં દુખાવો થાય છે. તેથી તેને ફરીથી ગરમ કરીને ખાવા કરતા તેને ઠંડુ ખાવું વધારે સારું છે.

૫. ચોખા


દરરોજ આપણા ઘરે ભાત બનાવામાં આવે છે અને મોટાભાગના લોકો તેને વારંવાર ગરમ કરીને ખાય છે. તેને માઇક્રોવેવમાં ગરમ કરવાનું ટાળવું જોઈએ. તેને ફરીથી ગરમ ન કરવા જોઈએ. કેમ કે, ભાતને લાંબો સમય ખુલ્લા રાખવાથી તેમાં રહેલ બીજ કણો  વધી જાય છે  જે તમારા શરીરને તેમજ પેટને નુકશાન કરી શકે છે, ઉદાહરણ તરીકે ફૂડ પોઈસન, ડાયેરિયા અથવા પેટનો દુખાવો. તેની જગ્યાએ પાણીને ઉકાળી તેમાં વધેલા ભાત નાખો. થોડ સમય તેને એ પાણી માં રહેવા દો. તે પહેલા જેવા સ્વાદિષ્ટ ભાત બનશે અને ખાવાની પણ મજા આવશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી