વારંવાર થઇ જાય છે વાળમાં ખોડો? તો બીજું બધુ સાઇડમાં મુકીને અજમાવો આ ઘરેલું ઉપાયો, મળી જશે રિઝલ્ટ

ઠંડા વાતાવરણમાં ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા છે. આનું મોટું કારણ એ છે કે શિયાળાની ઋતુમાં ઠંડી અને શુષ્ક હવા ચાલતી હોય છે જે માથા પરની ચામડીમાં રહેલા ભેજને દૂર કરે છે. તે જ સમયે, માલાસીઝિયા નામનું ફૂગ પણ પર્યાવરણમાં વધારે હોય છે, જે કારણે વાળમાં સમસ્યા થાય છે. જ્યારે આ શુષ્ક અને ઠંડી હવા વાળ સુધી પહોંચે છે, ત્યારે આપણી માથા પરની ચામડીમાં ખંજવાળ શરૂ થાય છે. ત્યાં ખંજવાળના કારણે આપણી ચામડી વધુ શુષ્ક થાય છે જેથી ડેન્ડ્રફની સમસ્યા વધે છે. આ સમસ્યા દૂર કરવા માટે તમારે થોડા ઘરેલુ ઉપાય અપનાવવા જરૂરી છે. જેથી આ સમસ્યા મૂળમાંથી દૂર થશે. તો ચાલો જાણીએ એ ઘરેલુ ઉપાય વિશે-

1 નાળિયેર તેલ

image soucre

વાળની કોઈપણ સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે નાળિયેર તેલ ખુબ ફાયદાકારક છે. વાળમાં થતા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે તમે નાળિયેર તેલમાં થોડું લીમડાનું તેલ પણ ઉમેરી શકો છો. આ તેલનું મિક્ષણ માથા પરની ચામડી પર હળવા હાથથી લગાવો અને થોડા સમય માટે માલિશ કરો. ત્યારબાદ થોડા સમય સુધી આ તેલ રહેવા દો, પછી તમારા વાળ શેમ્પુ ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

2 દહીં

image source

શિયાળાની ઋતુ દરમિયાન ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે દહીં એક પ્રાકૃતિક ઉપાય છે. આ માટે વાળ ધોવાના અડધી કલાક પેહલા દહીં તમારા માથા પરની ચામડી પર વ્યવસ્થિત લગાવી દો, પછી જયારે તમે તમારા વાળ ધોવો છો ત્યારે માથા પરના દહીંમાં શેમ્પુ નાખીને થોડીવાર માટે મસાજ કરો. પછી તમારા વાળને નવશેકા પાણીથી ધોઈ લો. આ ઉપાય એકવાર કરવાથી જ ડેન્ડ્રફની સમસ્યા ઘણી ઓછી થશે.

3 એપલ સાઇડર વિનેગર

image source

એપલ સાઇડર વિનેગર પણ ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક ઉપાય છે. આ મમતે એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને માથાની ચામડી પર સારી રીતે લગાવી દો, ત્યારબાદ તમારા તે પાણીથી મસાજ કરીને થોડા સમય પછી તમારા વાળ શેમ્પુથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વખત કરવાથી ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મળે છે.

4 લીમડો

image source

લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે. જો તમે ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માંગો છો અને તમે ઝડપી પરિણામો ઈચ્છો છો તો આજથી જ લીમડાનો ઉપયોગ કરવાનું શરુ કરો. લીમડો તંદુરસ્ત માથા પરની ચામડી, વાળના વિકાસ અને વાળ ખરવાને નિયંત્રિત કરે છે. આ માટે લીમડાના પાનને સારી માત્રામાં પાણીમાં ઉકાળો અને તે જ પાણીથી તમારા વાળ થોડીવાર માટે ઘસો, ત્યારબાદ સાફ પાણીથી તમારા વાળ ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે અઠવાડિયામાં આ ઉપાય 2-3 વખત કરો.

5 એલોવેરા

image source

એલોવેરા જેલ એ આપણી દરેક સમસ્યા દૂર કરે છે જેમ કે આપણા શરીર, વાળ અને ત્વચાની સમસ્યા દૂર કરવા માટે એલોવેરા જેલ ઉપયોગી છે. તે તમારા વાળના મૂળને મજબૂત કરે છે અને તમારા માથા પરની ચામડી પરના બેક્ટેરિયા સામે લડે છે. આટલું જ નહીં એલોવેરા માથા પર આવતી ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે અને ખરતા વાળની સમસ્યા પણ અટકાવે છે. આ માટે ધીમે ધીમે તમારા માથા પરની ચામડી પર તાજા એલોવેરા જેલની માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તમારું માથું ધોઈ લો અને સારી રીતે સુકવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત