ખાલી પેટે કિશમિશનું (દ્રાક્ષ) પાણી પીવાથી થશે આ ફાયદા..

ખાલી પેટે કિશમિશનુ પાણી પીવાથી થશે આ ફાયદા

જો કિશમિશને પાણીમાં નાખીને ૨૦ મિનિટ સુધી ઉકાળવામાં આવે અને એ પાણીને આખી રાત રાખ્યા બાદ સવારે ભૂખ્યા પેટે પીવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય છે.

કિશમિશ ખાવાના ફાયદા બાબતે તો બધા જાણે છે, પરંતુ શું તમે એ જાણો છો કે કિશમિશનું પાણી સ્વાસ્થય માટે કેટલું લાભકારી હોઇ છે? જી હા, જો કિશમિશને પાણીમાં નાખીને ૨૦ મિનિટ સુધી ઉકાળવામાં આવે અને એ પાણીને આખી રાત રાખ્યા બાદ સવારે ભૂખ્યા પેટે પીવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય છે.

૧.રોજ સવારના સમયે કિશમિશના પાણીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, એસિડીટી અને થાકથી છૂટકારો મળે છે.

૨.કિશમિશનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય થઈ જાય છે. આ શરીરમાં ટ્રાઈગ્લિસેરાઈડ્સના સ્તરને ઓછુ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે શરીરમાં ફૈટ પહોંચાડીને તેને જમા કરવાનું કામ કરે છે.

૩. આમા ફ્લેવેનોઈડ્સ એંટિ ઓક્સિડેંટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે ત્વચા પર થનાર કરચલીઓને ઝડપથી ઓછી કરવામાં મદદરૂપ છૈ.

૪.કબજિયાત કે પાચન સબંધિત સમસ્યાઓથી નિપટવા માટે કિશમિશનું પાણી ખૂબ લાભદાયક છે અને તેને પીવાથી પાચનતંત્ર પણ બરાબર રહે છે.

૫.રોજ કિશમિશનું પાણી પીવાથી લીવર મજબૂત રહે છે અને આ મેટાબોલિઝ્મના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

૬.કિશમિશનું પાણી લોહીને શુધ્ધ કરવામાં પણ મદદરૂપ સાબિત થાુ છે. ૪ દિવસ સુધી ભૂખ્યા પેટે પીઓ કિશમિશનું પાણી, લીવર થશે સાફ

આપણે બધા જાણીએ છીએ કિશમિશ ખાવાથી શરીરમાં લોહી બને છે પરંતુ શું તમે એ પણ જાણો છો કે કિશમિશનું પાણી નિયમિત પીવાથી લીવરને પણ ફાયદો થાય છે?

આજ આ આર્ટિકલમાં અમે તમને લીવરને ડિટોક્સ તેમજ મજબૂતી પ્રદાન કરવાના પ્રાકૃતિક ઉપચાર જણાવીશું. અમે તમને ભરોસો અપાવીએ છીએ કે અમારા જણાવવામાં આવેલા પ્રકારોને જો તમે નિયમિત ઉપયોગ કરશો તો તમને ગેરેંટી સાથે ફાયદો થશે.

કિશમિશનું પાણી લીવરમાં બાયોકેમિકલ પ્રોસેસ શરુ કરે છે, જેનાથી લોહી ખૂબ ઝડપથી શુધ્ધ થવા લાગે છે. જો તમે આ સારવાર ૪ દિવસ સુધી સતત કરશો, તો તમે મેળવશો કે તમારુ પેટ એકદમ ઠીક થઈ ચૂક્યુ હશે અને તમારી અંદર અઢળક ઉર્જા ભરાઈ ચૂકી હશે.

કિશમિશનું પાણી પીવાના ફાયદા

ડોક્ટર અવારનવાર લોકોને રોજ કિશમિશ ખાવાની સલાહ આપે છે કારણ કે તેનાથી હ્દય મજબૂત બની રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે તેમજ કબજિયાત અને પેટની અન્ય બિમારી પણ છૂ મંતર થઈ જાય છે.

કિશમિશમાં અઢળક વિટામીન અને મિનરલ્સ મળી આવે છે જે જો પાણીમાં પલાળીને ફક્ત તેનું પાણી જ પી લેવામાં આવે તો, શરીરને ભયંકર લાભ થશે. કિશમિશને પાણીમાં પલાળી દેવાથી તેમાં રહેલી ખાંડની માત્રા ઓછી થઈ જાય છે અને તમને લીવર માટે એક સારી દવા મળી જાય છે. કિશમિશમાં પ્રાકૃતિક રુપથી એંટિઓક્સિડેંટ મળી આવે છે. તે આપણને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને બિમારીઓથી સુરક્ષા પ્રદાન કરે છે.

જેમ કે તમે બધા જાણો છો કે લીવર અને કિડની બન્ને જ શરીરને ગંદકીથી મુક્ત કરીને લોહીને શુધ્ધ કરવાનું કામ કરે છે. આ ગંદકી આપણને બિમાર કરી શકે છે એટલે દર મહિને ફક્ત ચાર દિવસ સુધી કિશમિશનું પાણી પીઓ અકે લીવરને કામ કરવામાં મદદ કરો.

કિશમિશનું પાણી લોહીને શુધ્ધ, લીવર જીગરનાં કામને વધારો દેવા અને પાચન ખૂબ સારુ જાળવી રાખવામાં મદદ કરે છે. આ પેટના એસિડને કામ કરવા પર વિવશ કરી દે છે. તેને પીવાના બે દિવસ બાદ જ તમને ખબર પડી જશે કે તમારું ભોજન કેટલી સરળતાથી પાચન થઈ રહ્યુ છે અને કબજિયાત તેમજ અપચાનું નામોનિશાન પણ નથી.

કેવી રીતે તૈયાર કરવુ કિશમિશનું પાણી?

સામગ્રી

૨ કપ પાણી (૪૦૦ એમ.એલ)

૧૫૦ ગ્રામ કિશમિશ

બનાવવાની રીત

સૌથી પહેલા તો એ જાણી લો કે કિશમિશ કઈ હોવી જોઈએ. એવી કિશમિશ જે દેખાવામાં ખૂબ ચમકીલી હોઈ, તેને ના ખરીદો કારણ કે તે પ્રાકૃતિક નથી પરંતુ તેમાં કેમિકલ દ્વારા આ રંગ ઉમેરવામાં આવ્યો છે. તમારે એવી કિશમિશ લેવી જોઈએ જે ઘાટા રંગની હોઈ અને ના તો વધુ કડક અને ના તો લચીલી હોઈ.

કિશમિશને ધોઈ લો અને કિનારે રાખો. પછી પૈનમાં બે કપ પાણી ઉકાળો, પછી તેમાં સાફ ધોયેલી કિશમિશ નાખીને આખી રાત માટે છોડી દો.

આગલી સવારે કિશમિશને ગાળીને પાણીને યોગ્ય ગરમ કરો અને તેને ભૂખ્યા પેટે પીઓ. કિશમિશનું પાણી પીધા બાદ ૩૦-૩૫ મિનિટ પ્રતિક્ષા કરો અને પછી નાસ્તો કરો.

યાદ રાખો આ વિધિ ૪ દિવસ સુધી રોજ કરવાની છે. તેને દર મહિને કરો. તેનો કોઇપણ ખરાબ પ્રભાવ નથી પડતો. જો તમે ડાઈટ પર છો અને પોતાના આહારમાં લો ફૈટ અને ઘણાબધા ફળ અને શાકભાજીને શામેલ કરો છો, તો આ પાણી પીવાથી તમને વધુ લાભ મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ