જલ્સા કરોને જેંતીલાલ

ઓર્ગેનિક ખેતીએ બદલી નાખી આ યુવતીની જીંદગી, એક સમયે નોકરી કરતી આજે બીજાને આપી રહી છે કામ

ઓર્ગેનિક ખેતીએ બદલી નાખી આ યુવતીની જીંદગી, એક સમયે નોકરી કરતી આજે બીજાને આપી રહી છે કામ

આગ્રાની રહેવાસી નેહા ભાટિયાએ 2014 માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર કર્યું હતું. નેહાએ અભ્યાસ પૂરો કર્યા બાદથી જ લંડનમાં નોકરી કરી અને તે પછી તેણી પોતાના દેશ પરત આવી. વર્ષ 2017 માં, તેણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી અને આજે તે ત્રણ જગ્યાએ ખેતી કરી રહી છે. નેહા ખેતી કરીને પણ વાર્ષિક 60 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. આ સાથે, ઘણા ખેડુતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ આપીને, તેમના જીવનને પણ ઉજવળ કરી રહી છે.

image source

નેહા એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે

31 વર્ષીય નેહા એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. નેહા કહે છે કે, મેં પહેલા જ નક્કી કરી લીધુ હતુ કે, મારે બિઝનેસ કરવો છે, પરંતુ માત્ર પૈસા કમાવા માટે નહી, પરંતુ તેમનો સોશિયલ બેનિફિટ અને સોશિયલ ઈમ્પેક્ટ પણ હોય છે. તેનાથી લોકોને પણ ફાયદો થશે. જોકે, ત્યારે ખેતી વિશે વિચાર્યુ ન હતુ.

image source

તે વર્ષ 2012માં લંડન જતી રહી હતી

દિલ્હી વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યા બાદ નેહા એક સોશિયલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઈ હતી. તેમણે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં શિક્ષા, સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ પર કામ કર્યુ છે. ત્યારબાદ તે વર્ષ 2012માં લંડન જતી રહી હતી. જ્યારે તેણી વર્ષ 2015માં લંડનથી પરત ફરી તો ફરીથી એક સોશિયલ ઓર્ગેનાઈઝેશનની સાથે જોડાઈ ગઈ અને લગભગ બે વર્ષ સુધી કામ કર્યુ હતુ.

image source

ગામના લોકોને સારૂ ભોજન મળી રહ્યુ નથી

આ અંગે નેહા ઘણા ગામમાં ગઈ અને લોકોને મળી તેમની સમસ્યાઓને સાંભળી અને સમજી હતી. નેહા કહે છે કે, લોકોની સમસ્યાઓથી જાણવા મળ્યુ છે કે, સૌથી મોટી સમસ્યા હેલ્દી ફૂડ્સની છે. માત્ર શહેર જ નહી, પણ ગામના લોકોને પણ સારૂ ભોજન મળી રહ્યુ નથી. એવામાં નેહાએ વર્ષ 2016માં ક્લીન ઈટિંગ મૂવમેન્ટ લોન્ચ કરવાનો પ્લાન કર્યો, જેથી લોકોને સારૂ અને શુદ્ધ ભોજન મળી શકે. તેને લઈને રિસર્ચ કરવાનું શરૂ કર્યુ, ઘણા એક્સપર્ટ્સને પણ મળી હતી. બધા લોકોએ પણ કહ્યું કે, જો સારુ ભોજન જોઈએ તો, સાચુ ઉગાડવુ પણ પડશે. જો અનાજ અને શાકભાજી જ કેમિકલ અને યૂરિયાવાળી હશે. તો તેનાથી બનેલ ભોજન સારુ ન હોઈ શકે છે.

image source

તેમને ખેતીની બેઝિક જાણકારી પણ ન હતી

ત્યાકબાદ નેહાએ ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો, પરંતુ તેમને ખેતીની બેઝિક જાણકારી પણ ન હતી. ફાર્મિંગ શરૂ કરતા પહેલા તેમણે ગામમાં જઈને 6-7 મહીના સુધી ખેતી વિશે જાણકારી લીધી હતી. ત્યારબાદ તેમણે નોઈડામાં પોતાની બે એકર જમીન પર ઓર્ગેનિક શાકભાજીની ફાર્મિંગ કરી હતી. ફાર્મિંગ દરમિયાન નેહાએ શરૂઆતી સમય નિરાશાજનક રહ્યો, પરંતુ બીજી વખત ખેતીમાંથી સારી ઉપજ થઈ હતી. ત્યારબાદ તેમણે પોતાના ઓર્ગેનિક ઉત્પાદનો ખુદ માર્કેટમાં લઈને ગઈ અને લોકો સાથે મળીને તે ઉત્પાદનના ફાયદાઓ જણાવ્યા હતા.

image source

તેમની ટીમમાં કુલ 20 લોકો કામ કરી રહ્યા છે

આ અંગે નેહાએ જણાવ્યું કે, થોડા જ દિવસોમાં સારો રિસ્પોન્સ મળવા લાગ્યો અને અમારો વિસ્તાર પણ વધી ગયો. નોઈડા બાદ તેણીએ મુજફ્ફરનગર અને ભીમતાલમાં પણ ખેતી કરવાનું શરૂ કરી દીધુ. હાલમાં નેહા 15 એકર જમીન પર શાકભાજી અને ઓર્ગેનિક હર્બની ફાર્મિગ કરી રહી છે. તેમની ટીમમાં કુલ 20 લોકો કામ કરી રહ્યા છે. એટલુ જ નહી તેમની સાથે મોટી સંખ્યામાં કિસાન જોડાઈને ઓર્ગેનિક ફાર્મિગની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version