શું તમને ખાવાની વાનગીઓમાં ફૂડ કલર્સ નાખવાની આદત છે? તો વાંચી લો આ સ્ટોરી અને જાણો તેનાથી થતા આ નુકસાન વિશે..

ફૂડ કલર્સ જે ખાદ્યપદાર્થોને રંગીન બનાવે છે, તેનો ઉપયોગ કરવા પહેલાં ચેતી જજો… બાળકોને એ.ડી.એચ.ડી. સિન્ડ્રોમનો શિકાર બનાવી શકે છે, જાણો તેની પાછળ રહેલા કારણો…

image source

આપણે વાર તહેવારે અનેક પ્રકારની અવનવી વાનગીઓ બનાવીએ છીએ. તેમાં નવીનતા લાવવા આપણે તેમાં ફૂડ કલર્સનો પણ ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને મીઠાઈઓ બનાવવામાં આવા કલર્સ બહુ વાપરીએ છીએ. કેટલીક સબ્જીઓમાં પણ આપણે રંગ ઉમેરીને તેને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મીઠાઈઓ અને મનભાવન વાનગીઓ જોઈને બાળકો પણ તેને વધુ ખાવા પ્રેરાતા હોય છે ત્યારે એક સંશોધન આપણી સામે એવું આવ્યું છે જે જાણીને આપણે સૌથી પહેલાં આપણે બાળકોના સ્વાસ્થ્ય અને તેમના માનસિક સંતુલનને લઈને સચેત થઈ જવું જોઈએ. બાળકો માટે આ ફૂડ કલર્સ બની શકે છે, ઘાતકી…

ફૂડ-કલરથી બાળકોને થઈ શકે છે, એ.ડી.એચ,ડી. જેવી મુશ્કેલી…

image source

અવારનવાર ખાદ્યપદાર્થોમાં ઉપયોગમાં લેવાતા ફૂડ-કલર એ.ડી.એચ,ડી. જેવી મુશ્કેલીનો શિકાર બની શકે છે. એ.ડી.એચ,ડી. એટલે કે તેનું ફૂલફોર્મ થાય છે, અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર’… આને કારણે, બાળકોની વર્તણૂકમાં ઘણાં નોંધપાત્ર ફેરફાર આવી શકે છે. કેટલાક અભ્યાસોમાં બાળકોના વર્તન અને ફૂડ-ડાય અથવા ફૂડ-કલર વચ્ચેનો સંબંધ જાણવા મળ્યો છે.

જાણો, શું છે આ એ.ડી.એચ.ડી…

image source

એડીએચડી, એટલે કે ‘એટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર’, મોટાભાગના બાળકોમાં જોવા મળતો એક વર્તણૂક રોગ છે, જે બાળકોમાં બેદરકારી, અતિસંવેદનશીલતા અને તિવ્ર અને વારંવાર આવતા આવેગનું કારણ બની શકે છે. એક તબીબી સંશોધન મુજબ, ફૂડ કલરને કારણે બાળકોમાં ઘણી માનસિક વિકૃતિઓનું કારણ બની શકે છે. તેમ છતાં ફૂડ ડાયને એડીએચડી સાથે જોડવા માટે તેમની પાસે પૂરતા પ્રમાણમમાં પુરાવા નથી, તેથી આ સંશોધન તેને લઈને ચોક્કસ દાવો નથી કરી શકતી.

image source

આને કારણે ઘણા માતાપિતાને ચિંતા છે કે ફૂડ ડાય એ હાયપરટેન્શન સહિત એડીએચડીના લક્ષણોમાં વધારો કરે છે, એ હકીકતને જાણીને ચેતી જવામાં કંઈ ખોટું નથી. જો કે, અભ્યાસમાં હજી સુધી એવું જાણવા મળ્યું નથી કે માત્ર આ એક ખાદ્યપદાર્થોમાં રંગ ઉમેરવાથી અથવા કોઈપણ પ્રકારના ફૂડ ડાઇને લીધે બાળકોમાં તે વધી રહ્યો છે. પરંતુ બીજી બાજુ, ઘણા દેશોમાં છથી વધુ એવા રંગો ધરાવતા ખોરાક પર ચેતવણી આપવાના સંકેતો આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. આવો જાણીએ, શું છે આખી હકીકત…

ખાસ છ પ્રકારના ફૂડ કલર ડાઈ વિશે્ની બાળકોના માનસ પર પડતી અસર વિશે જાણીએ…

image source

એડીએચડી એ મસ્તિસ્કની રચના, મગજનું બંધારણ, પર્યાવરણીય પરિબળો અને આનુવંશિકતાને જોડતો એક રોગ કે તૃટિ છે. આ અંગે એક રસપ્રદ સંશોધન થયેલું છે. જેના વિશે આજે અમે આપને જણાવીએ. યુનાઇટેડ કિંગડમની ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી દ્વારા થોડા સમય પહેલાં આશરે ૩૦૦ બાળકોને લઈને એક અધ્યયન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એવા ખોરાકનું સેવન કરવાથી જેમાં ખાદ્ય રંગ ઉમેરાયેલો હોય તેને ખાવાથી બાળકોમાં હાયપરએક્ટિવ વર્તનમાં વધારો કરી શકે છે.

image source

૩થી ૮ વર્ષ અને ૯ વર્ષથી ઉપરની ઉંમરના બાળકોની ઉપર કરાયેલા અધ્યયનમાં, બાળકોને પીવા માટે ત્રણ જુદા જુદા પ્રકારનાં પીણાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકો અને માતાપિતા દ્વારા તેમની વર્તણૂકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં એ.ડી.એચ.ડી.ના લક્ષણોને વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રંગોનું સંશોધન પણ કરાયું.

image source

આ સંશોધનમાં, વાદળી રંગથી રંગાયેલા ખોરાકને નંબર ૧માંથી, ૪૦ નંબરવાળા લાલ રંગ અને ૫ નંબર સાથે પીળો રંગથી નામાંકિત કરવામાં આવ્યા હતા. સંશોધનકારોએ શોધી કાઢવામાં આવ્યું કે ૮થી ૧૨ અને ૯ વર્ષ કે તેથી ઉપરની વર્ષના બાળકો દ્વારા અતિસંવેદનશીલ વર્તણૂક કૃત્રિમ રંગના ઉમેરણો ધરાવતા બંને મિશ્રણવાળા પીણા પીવાને લીધે વધી છે. પ્રથમ પીણું સાથે ૩ વર્ષના બાળકોની હાયપરએક્ટિવ વર્તણૂક વધી છે. તેઓએ નિષ્કર્ષ કાઢ્યો કે ખોરાકના રંગના વપરાશ પછીના પરિણામો વર્તણૂક પર પ્રતિકૂળ અસર દર્શાવી શકે છે.

શું છે આ ફૂડ ડાય? જાણો તેના વિશે અજાણી માહિતી…

image source

ફૂડ ડાઈ કલર, ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખોરાકનો રંગ બદલવાના ઉપયોગમાં લેવામાં આવતા રસાયણો હોય છે. આ રંગનો ઉપયોગ હંમેશાં ખોરાક, પીણા અને મસાલામાં ઉમેરવા માટે થાય છે. તેનો ઉપયોગ ખોરાકની સુંદરતા અને સ્વાદને જાળવવા અથવા સુધારવા પણ માટે થાય છે. ફૂડ ડાયઝનો ઉપયોગ સામાન્ય રીતે ઘણા કારણોસર થાય છે. જેમ કે ખાદ્ય રંગમાં ભિન્નતા હોય ત્યારે સુસંગતતા આપવા વપરાય છે. જેથી જથ્થાબંધ પ્રમાણમાં કોઈ મીઠાઈ કે વાનગી બનાવવાની હોય તો તેમાં જો આ રીતનો રંગ ઉમેરવામાં આવે છે તો તેન દેખાવમાં એકસરખો લાગવાથી તે સૌને ખાવો ગમે છે અને આકર્ષક લાગતો હોય છે. વળી, ખોરાકના ચોક્કસ રંગથી લોકોને આકર્ષિત કરવા વગેરે રંગહીન ખોરાકને બદલે આની માંગ પણ વધારે હોય છે. આ રંગોને જોઈને લોકો તેને ખાવાની ઇચ્છા ઉત્પન્ન થતી હોય છે અને તેથી જ તેઓ આવા ઉત્પાદનો ખાય છે.

એડીએચડીમાં ખોરાકની ટેવમાં રહેલી ભૂમિકા

image source

કેટલાક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે ફૂડ-ડાયનો ઉપયોગ કરવાથી બાળકોમાં સંવેદનશીલતા અને એડીએચડીના લક્ષણોને લીધે આક્રમતા ભરેલી વર્તણૂક વધી રહે છે. આનાથી બાળકો અચાનકથી વધુ ગુસ્સે થાય છે અને ચીડિયા થઈ જતા હોય છે. જો તેઓ અચાનક આવેગમાં આવે છે, તો પછી તેઓ ખોટી રીતે અને અણધારી પ્રતિક્રિયા પણ આપી દેતાં હોય છે. જેમાં બાળકને નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. તેના તોફાનો અને તેની જિદ્દ તેમજ આક્રંદને આપણે સહેલાઈથી રોકી શકતાં નથી.

આ સિવાય સંશોધન એ પણ બતાવ્યું છે કે ઝડપથી મોટાં થતાં બાળકોના મગજનો સંપૂર્ણ વિકાસ અને કામગીરીની ચોકસતા માટે જરૂરી મૂળભૂત પોષક તત્વોના અભાવને લીધે બાળકોમાં બેદરકારી, અશાંતિ, અતિસંવેદનશીલતા અને આવેગ પણ વધી જઈ શકે છે.

આ સમસ્યા નિવારવા તમે શું કરી શકો છો? જાણો…

image source

બાળકોને કૃત્રિમ મીઠાશવાળા પદાર્થો, વધુ પડતી ખાંડ ઉમેરેલ ખાદ્યપદાર્થો અને આર્ટિફિશિયલ કલર ડાય-ફૂડ-પ્રોડક્ટ્સ ખાવા ન આપો. અથવા તો તેમને એવી ટેવ ન પાડો કે તેઓને આવા જ ખાદ્યપદાર્થો ભાવે. તેમાં કોલ્ડ ડ્રીંન્ક્સ, કેક, પેસ્ટ્રીસ, મીઠાઈઓ અને અન્ય ફાસ્ટ ફૂડનો સમાવેશ થતો હોય છે. તેના બદલે, પ્રોટીન, કાર્બ્સ અને વિટામીન મીનર્લ્સથી ભરપૂર આહાર લેવા પર વધુ ભાર મૂકો.

image source

તંદુરસ્ત આહાર બાળકને આપવાથી તેના વિકાસ પામતા શરીરમાં રક્ત પરિભ્રમણને સ્થિર કરવામાં અને એડીએચડીના કેટલાક પ્રાથમિક લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. ખરેખર મગજનો કાર્ય મુખ્ય ઊર્જા સ્ત્રોત તરીકે રક્ત પરિભ્રમણ પર આધારીત છે, અને ડાયેડ ખોરાક ખરેખર રક્ત પરિભ્રમણને અસર કરીને મગજના કાર્યમાં ખલેલ પહોંચાડી શકે છે. જેથી આ પ્રકારના કલર ફૂડનો ઉપયોગ નહીંવત કરીને બાળકોને નિરોગી રાખવા સાત્વિક ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ