જલ્સા કરોને જેંતીલાલ

ખટ્ટામીઠ્ઠા જિંજર ક્યુબ – આદુમાંથી બનાવવામાં આવતા આ ખટ્ટામીઠ્ઠા જિંજર ક્યુબ આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ખટ્ટામીઠ્ઠા જિંજર ક્યુબ :

આદુમાંથી બનાવવામાં આવતા આ ખટ્ટામીઠ્ઠા જિંજર ક્યુબ આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. તેનાંથી આખું પાચનતંત્ર એક્ટીવ રહે છે. – વ્યવસ્થિત કામ કરે છે. આ ક્યુબમાં આદુ ઉપરાંત ઘી –વાયુનો નાશ કરનાર છે, સાકર – થી શરીરને નેચરલ ઠંડક મળે છે એટલે સાકરને ગ્રાઈંડ કરીને વાપરી છે. સાકરના બદલે ઓર્ગેનીક ગોળનો પણ ઉપયોગ કરી શકાય, ચાટ મસાલો – જેમાં બધી પાચન માટેની સામગ્રીઓનું મિશ્રણ હોય છે અને એલચી પાવડર એ ખૂબજ મહત્વની સામગ્રી છે જે સારા એવા પ્રમાણમાં લીધેલી છે. ( 10 એલચીનો પાવડર).

કેમકે એલચી ખાવાથી હાઇબ્લડ પ્રેશર, કેંસરમાં રાહત રહે છે. એલચી એંટી ઇંફ્લેમરીથી પ્રોટેક્ટ કરે છે.

ડાયજેસ્ટીવ પ્રોબ્લેમ અને અલ્સર માટે ખૂબજ હેલ્પફુલ છે. એ એંટીબેક્ટેરિયલ છે. તેમજ લોઅર બ્લડસુગરને લેવલ કરે છે. લીવરમાં થતી દરેક પ્રક્રીયાઓને પણ ખૂબજ પ્રોટેક્ટ કરે છે અને ઓવર વેઈટ રીડ્યુસ કરવામાં હેલ્પ ફુલ થાય છે. આમ આ ખટ્ટા મીઠ્ઠા જિંજર ક્યુબમાં દરેક સામગ્રી આરોગ્યપ્રદ છે. જે શરીરને ખૂબજ બધી રીતે સ્વસ્થ બનાવે છે.

તો તમે પણ આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યપ્રદ ખટ્ટા મીઠ્ઠા જિંજર ક્યુબ બનાવવા માટે મારી આ રેસિપિનો ઉપયોગ કરી પરફેક્ટ ક્યુબ બનાવજો. જે તમને અને તમારા ફેમીલી માટે ચોક્કસથી આરોગ્યપ્રદ બની રહેશે. ચોમાસા અને શીયાળાની સિઝનમાં ખાસ લઈ શકાય. આદુ કે ડ્રાય આદુ પાવડર – સૂંઠ કોરોના સામે લડવા માટે એમ્યુઇન બુસ્ટર છે. જે આ ક્યુબમાં ભરપુર પ્રમાણમાં છે.

ખટ્ટામીઠ્ઠા જિંજર ક્યુબ બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ આદુ લાવીને તેને 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખો.

હવે તેની છાલ ઉતારી ફરીથી ધોઈ નાખો. હવે તેના નાના ટુકડા કરીને તેને ગ્રાઈંડ કરો.

ગ્રાઈંડ કરતી વખતે તેમાં 2-3 ચમચી મિલ્ક ઉમેરીને તેને ગ્રાઈંડ કરો. મિલ્ક ઉમેરવાથી આદુની થોડી તીખાશ ઓછી થશે. ફાઈન પેસ્ટ બનાવી લ્યો. એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે એક નોન સ્ટીક પેન લઈ તેમાં 2 ટી સ્પુન જેટલું ઘી મૂકો.

ઘીમાં તરત જ ગ્રાઇન્ડ કરેલું આદુ ઉમેરો. (ઘી વધારે ગરમ કરીને વઘારવાનું નથી).

હવે બધું મિક્ષ કરી લ્યો. બનેલા ઘી અને આદુના મિશ્રણને મિડિયમ ફ્લૈમ પર 4-5 મિનિટ કુક કરો.

4-5 મિનિટ કૂક થવાથી પેસ્ટ – આદુનુ મિશ્રણ થોડું ઘટ્ટ થઇ લચકા જેવું થઈ જશે.

ત્યારબાદ તેમાં 1.5 કપ સુગર (સાકર)અથવા 300 ગ્રામ સુગર( સાકર)નો પાવડર ઉમેરો.

બરાબર મિશ્રણમાં મિક્ષ કરી લ્યો. આ મિશ્રણને સતત હલાવતા રહેવાથી આખી સુગર હશે, તો મેલ્ટ થઈ જશે. અને સુગર(સાકર)પાવડર એડ કર્યો હશે તો સુગર કરતા વહેલો મેલ્ટ થઈ જશે.

હવે ફ્લૈમ સ્લો કરી સતત હલાવતા રહો જેથી પેનના બોટમ પર બેસી ના જાય.

કૂક થઈને ઘટ્ટ થવા લાગશે. અને તેમાં બબલ આવતા દેખાય એટલે તેમાં 2 ટી સ્પુન ચાટ મસાલા, 2 ટી સ્પુન સંચળ પાવડર અને 10 એલચીનો પાવડર ઉમેરી બરાબર હલાવી મિક્ષ કરી લ્યો.

હવે મિડિયમ ફૈલ્મ પર સતત હલાવતા રહી ઘટ્ટ કરી લ્યો. કૂક કરો.

બરાબર કૂક થઈને જિંજરનું મિશ્રણ પેનની સાઇડ્સ છોડવા લાગે એટલે ચેક કરવા માટે એક બાઉલમાં આ મિશ્રણમાંથી એક મોટું ડ્રોપ મૂકો. બાઉલ ત્રાંસુ કરવાથી આ ડ્રોપ રેલાય ના જાય અને જામવા લાગે તો કૂક થઈ ગયુ છે.

અથવા તો ડ્રોપ જરા ઠરે એટલે હાથમાં લઈ તેનો બોલ બનાવો. બોલ બનાવતી વખતે બોલ જરા પણ હાથમાં સ્ટીક ના થાય અને કડક કેંડી જેવો થઈ જાય એટલે તે મિશ્રણ રેડી છે.

હવે એક ટ્રે લઈ તેમાં બટર પેપર મૂકીને તેને ઘી વડે બ્રશિંગ કરી લ્યો.

ત્યારબાદ તરતજ રેડી થયેલા જિંજરના મિશ્રણને તેમાં પોર કરી લેવલ કરી લ્યો. ઠરવા મૂકો.

થોડું ગરમ હોય ત્યાંજ તેમાં ચપ્પુ વડે આડા ઉભા કાપા પાડી નાના નાના સ્ક્વેર શેઇપ બનાવી લ્યો.

( સ્ક્વેર –ક્યુબ નાના જ બનાવવા કેમેકે આમાં જિજરનો સ્ટ્રોંગ ટેસ્ટ હોવાથી એટલૂં પૂરતુ છે – એકા જ ખાઈ શકાય).

બરાબર ડ્રાય થઈ જાય એટલે નાના નાના સ્ક્વેર – ક્યુબ છુટા પાડી લ્યો.

છૂટા પાડી લીધા પછી પણ તેને 1 કલાક સરખા સૂકાવા દેવા પછી જ કાચની બોટલમાં સ્ટોર કરવા.

તો હવે રેડી છે – ખૂબજ ટેસ્ટી અને હેલ્થ માટે ખૂબજ હેલ્ધી એવા ખટ્ટા મીઠા જિંજર ક્યુબ..

ઘરમાં મોટાઓ અને વડીલો માટે આ ખટ્ટા મીઠા જિંજર ક્યુબ તમે પણ ચોકક્સથી ઘરે બનાવીને તેનો ઉપયોગ કરીને સ્વસ્થ રહેજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version