આ માછલીનું ઝેર છે ખતરનાક, જે બદલે છે કાંચિડાની જેમ રંગ, ક્યાંક દેખાય તો ભાગી જજો તરત જ દૂર નહિં તો…

કાચિંડો તેમના રંગ બદલવાના સ્વભાવને કારણે ખૂબ લોકપ્રિય છે. પરંતુ એવું નથી કે ફક્ત કાચિંડો જ રંગ બદલી છે. દુનિયામાં એક માછલી એવી પણ છે જે કાચિંડાની જેમ જ રંગ બદલી શકે છે. જો કે, આ માછલી ભાગ્યે જ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ માછલીની શોધ ભારતમાં પહેલીવાર થઈ છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ સંસ્થાના વૈજ્ઞાનિકોએ તેને મન્નારના અખાતમાં શોધી કાઢી છે.

ચાર સેકંડમાં શરીરનો રંગ બદલીને કાળો કરી દીધો

image source

આ દુર્લભ માછલીનું નામ સ્કોર્પિયન ફિશ છે, જેનું વૈજ્ઞાનિક નામ સ્કોર્પિયોનોસ્પીસિસ નેગલેક્ટા છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ ડો.જેયાબાસ્કરને જણાવ્યું હતું કે ‘જ્યારે અમે તેને પહેલી વાર જોઈ ત્યારે તે ઘાસમાં છુપાયેલી હતી. તે માછલી હતી કે પત્થરનો નાનો ટુકડો હતો તે જાણી શકાયું નહીં. પરંતુ જ્યારે ચાર સેકંડ પછી તેણે તેના શરીરનો રંગ બદલીને કાળો કરી દીધો, ત્યારે તે સમજી ગયો કે તે એક દુર્લભ સ્કોર્પિયન માછલી છે.

માનવ શરીરમાં ભળી જાય તો ભયંકર પીડા થાય છે

image source

સ્કોર્પિયન માછલી શિકાર કરતા સમયે અથવા શિકારીઓથી બચવાના સમયે જ તેનો રંગ બદલે છે. રંગ બદલવામાં નિષ્ણાત આ માછલી ખૂબ ઝેરી પણ છે. તેની બેકબોન ઝેરથી ભરેલી હોય છે. તેને પકડવા માટે આત્યંતિક કાળજી લેવી પડે છે, નહીં તો તે ક્ષણભરમાં ઝેર ઓકી દે છે. તેનું ઝેર ન્યુરોટોક્સિક છે, જે જો માનવ શરીરમાં ભળી જાય તો ભયંકર પીડા થાય છે.

સ્કોર્પિયન માછલી રાત્રિના સમયે શિકાર કરે છે

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સમુદ્રની અંદર રહેનાર સ્કોર્પિયન માછલી રાત્રિના સમયે શિકાર કરે છે. તે એક જગ્યાએ શિકારને પાસે આવવાની રાહ જુએ છે અને શિકાર પાસે આવતા જ તે તેની પર હુમલો કરી દે છે. ડો. જેયાબાસ્કરનના જણાવ્યા મુજબ, આ દુર્લભ માછલી નેશનલ મરીન બાયોડિવર્સીટી મ્યુઝિયમમાં મોકલવામાં આવી છે, જેથી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય. આ માછલી વિશેનો લેખ સાઈટિંફિક રિપોર્ટ જર્નલ કરંટ સાઈંસમાં પ્રકાશિત થયો છે.

વિશ્વની સૌથી ઝેરી માછલી સ્ટોનફિશ

image source

તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી ઝેરી માછલી છે સ્ટોનફિશ. દરિયાના પેટાળમાં ખડક પર રંગબેરંગી શેવાળ ઊગી હોય એવો બાહ્ય આકાર ધરાવે છે આ માછલી. સમુદ્રી ખડક અને સ્ટોનફિશને જુદા પાડવાનું માણસો માટે તો ઠીક, અન્ય જળચર પ્રાણીઓ માટે પણ મુશ્કેલ હોય છે. વિશ્વની આ સૌથી ઝેરી માછલી માનવામાં આવે છે, તમને જણાવી દઈએ કે તે અન્ય માછલીઓ કે સરિસૃપ પ્રાણીઓની જેમ મોંએથી ડંખ નથી મારતી. જેમ સાપના ગળામાં ઝેરની થેલી આવેલી હોય છે એમ સ્ટોનફિશની પીઠ પર સ્પાઇનમાં ઝેરની 13 કોથળીઓ આવેલી હોય છે. જો ભૂલથી પણ તમારો પગ એના પર પડી જાય તો દબાણના કારણે એ સ્પાઇન સીધી થઈને ઝટકા સાથે ઝેર શરીરની બહાર ઓકે છે અને અન્ય માણસના શરીરમાં ઘૂસી જાય છે. જો સમયસર માણસના શરીરમાંથી તેમનુ ઝેર બહાર કાઢવામાં ન આવે તે માણસનું મોત પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ