કોઈએ ના ધારેલું હોય એવું થયું, હાઈવે પર ગાડીઓ ચાલતી હતી અને થયું વિમાનનું લેન્ડિંગ, વિડીયો જોઇને તમે પણ…

સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં અવાર નવાર કંઈ ને કઈ વાયરલ થતું રહે છે. ક્યારેક રમુજી તો ક્યારેક ઈમોશનલ. ત્યારે હવે એક ભયંકર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કોઈ સીસીટીવીનો વીડિયો છે. એક પ્લેન ઈમરજન્સી લેન્ડિંગ થયું અને તેનો વીડિયો વાયરલ થયો. હાલમાં એક વિમાનના ઇમરજન્સી લેન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અહેવાલ મુજબ બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે અમેરિકાના મિનેસોટા રાજ્યમાં ચાલતી ગાડીઓની વચ્ચે હાઈવે પર એક એન્જીન વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઉતરાણ દરમિયાન તે એસયુવી કાર સાથે અથડાયું પણ હતું. જો કે, આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. ત્યારે લોકોમાં પણ એક રાહતનો શ્વાસ લીધો હતો કે આટલી મોટી ઘટના બની અને સારુ થયું કોઈને કશું થયું નહીં.

મિનેસોટા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યું છે કે, “ગઈકાલે રાત્રે એક વિમાન 35 ડબલ્યુ (હાઇવે) પર ઉતર્યું હતું.” અમને આનંદ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાયલોટની ગુપ્ત માહિતીએ મોટો અકસ્માત અટકાવી દીધો. ‘સમાચાર લખાય ત્યાં સુધીમાં વીડિયોને 87 હજારથી વધુ વ્યૂઝ અને 1.8 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.

આ બાબતે એસયુવીના ડ્રાઈવરે મીડિયાને જણાવ્યું હતું કે, હું વિશ્વાસ કરી શકતો ન હતો કે આ ભયંકર ટક્કર પછી પણ કારમાં બેઠેલા બધા સંપૂર્ણ સલામત છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. જો કે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિમાનના આ રીતે ઈમરજન્સી લેન્ડિંગનું કારણ શું હતું.

પક્ષી ટકરાતાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ

આ પહેલાં પણ આ રીતે એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ઈન્દૌરના એરપોર્ટ પર દિલ્હી માટે ઉડેલા એક વિમાન સાથે એક પક્ષી ટકરાતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. અહીંના દેવી અહલ્યાબાઈ એરપોર્ટના નિદેશક વિવેક ઉપાધ્યાયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિમાન ગો એરવેઝનું હતું. તેણે સવારે 7-45 કલાકે ઈન્દૌરના એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યાની 15 મિનિટમાં તેની સાથે પક્ષી ટકરાતાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનની તપાસ કરવા માટે મુંબઈથી એન્જીનિયર પહોચી ગયા હતા અને મામલો સારી રીતે સંભાળી લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ