ભુલથી ખાતામાં જમા થઈ ગયા 86 લાખ રૂપિયા ! પતિ-પત્નીએ અઠવાડિયામાં ઉડાવી દીધા અને પછી થઈ આવી હાલત !

તમે ઘણીવાર સમાચારોમાં સાંભળતા કે વાંચતા હશો કે ભારતના ઇંકમટેક્ષ ખાતાના અધિકારીઓએ એવી એવી વ્યક્તિઓના ઘરે છાપા માર્યા છે જેમને ખાવાના પણ ફાફા હોય. કારણ કે ઘણીવાર મોટી મોટી સંસ્થાઓથી આંકડાઓની એટલી મોટી ભુલ થઈ જતી હોય છે કે જેને બીચારાને બે ટંકના ખાવાના પણ ફાંફા હોય તેમના નામે કરોડો રૂપિયાની મિલકતો બોલી જાય છે અને તેની તેની પાછળ કરોડો રૂપિયાનો આવકવેરો નોંધી દેવામાં આવે છે.

પણ આ કિસ્સામાં થયેલી ભુલથી સામેવાળી વ્યક્તિને ભોગવવાનો વારો નથી આવ્યો પણ લીલા લહેર થઈ ગયા છે. એક અમેરિકન દંપત્તિના જોઈન્ટ ખાતામાં ભુલથી 120000 ડોલર એટલે કે લગભગ 86 લાખ રૂપિયા જમા થઈ ગયા અને તેને તેમણે એક જ અઠવાડિયામાં તેમણે ઉડાવી માર્યા.

આ કિસ્સો ગયા મે મહિનામાં બની ગયો હતો. અમેરિકાના પેન્સિલવેનિયામાં એક દંપત્તિના જોઈન્ટ અકાઉન્ટમાં 31મેના રોજ ભુલથી 120000 ડૉલર ટ્રાન્સફર થઈ ગયા. પોતાના અકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થતાં જ દંપત્તિ ગેલમા આવી ગયું. તેમણે આ રૂપિયા ક્યાંથી પોતાના ખાતામાં જમા થયા તેની પાછળ શું કારણ છે કે પછી બેંકની કોઈ ભુલ થઈ છે તે બધું જ વિચારવાના તેમને હોશ જ ન રહ્યા પણ આટલા બધા રૂપિયા જોતાં જ તેઓ તો તેને ઉડાવવા લાગ્યા. પણ તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ પૈસા ઉડાવી તેમણે જેલની હવા ખાવી પડશે.

આ કપલનું નામ છે રોબર્ટ વિલિયમ્સ અને ટિફની વિલિયમ્સ બન્ને 35-36 વર્ષના છે. તેમના એક સંયુક્ત ખાતામાં 86 લાખ રૂપિયાની મોટી રકમ બેંકના કોઈ કર્મચારીની ભુલથી જમા થઈ ગઈ હતી. સામાન્ય રીતે કોઈની જોડે આવું બનતું હોય તો એક આદર્શ નાગરિક તરીકે તેમજ એક સારા માણસ તરીકે તમારી એ ફરજ બને છે કે તમે તેની જાણ બેંકને કરો.

આપણે શાકમાર્કેટ કે પછી કરિયાણાની દુકાને જતાં હોઈએ અને ભુલથી દુકાનદાર આપણને વધારે પૈસા પાછા આપી દે તો આપણે તરત જ તેને તે પૈસા પાછા આપી દઈએ છીએ. પણ તેવો વિચાર આ દંપત્તિને ન આવ્યો. તેમણે તો કોઈ પણ તકલીફ ઉઠાવ્યા વગર તેને વાપરવા શરૂ કરી દીધા.

આટલી મોટી રકમ તેમણે માત્ર એક જ અઠવાડિયામાં ઉડાવી દીધી. તેમાંથી તેમણે પોતાના મોજશોખનો સામાન લીધો. તેમણે તેમાંથી એસયુવી, એક કેંપર, બે ગાડીઓ અને એક ટ્રેલર વિગેરે વસ્તુઓ ખરીદી લીધી આ ઉપરાંત તેમણે પોતાની જુની ગાડીઓના રિપેરિંગમાં પણ કેટલાક ડૉલર ખર્ચી નાખ્યા હતા. આ ઉપરાંત 15000 ડૉલર તેમણે પોતાના કોઈ મિત્રને ઉધાર પણ આપ્યા હતા.

બેંકને પોતાની આ ભુલની જાણ બે અઠવાડિયા બાદ થઈ. વાસ્તવમાં જે વ્યક્તિના ખાતામાં આ 120000 ડૉલર જમા થવા જોઈતા હતાં તે તેમાં જમા ન થતાં વ્યક્તિએ બે અઠવાડિયા બાદ બેંકનો સંપર્ક કર્યો. બેંકે આગળ તપાસ કરતાં તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ભુલથી 120000 ડૉલર આ દંપત્તિના જોઈન્ટ અકાઉટમાં જમા કરાવી દીધા હતા. ત્યાર બાદ તરત જ બેંકે આ દંપત્તિનો સંપર્ક કર્યો અને તેમને ડૉલર પાછા આપવાનો આદેશ કર્યો. પણ આ દંપત્તિ તરફથી તો કોઈ જ ઢંગનો જવાબ ન મળ્યો. ક્યાંથી મળે તેમણે તો બધા ડૉલર ઉડાવી દીધા હતા.

કપલ તરફથી કોઈ પણ જાતનો યોગ્ય જવાબ ન મળતાં કે પગલું ન લેવાતાં. બેંકે કોર્ટનો સહારો લેવો પડ્યો અને છેવટે આ દંપત્તિની પોલિસ દ્વારા ધરપકડ કરવામા આવી. પોલિસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં કપલે કબુલી લીધું હતું કે તેમણ જે રૂપિયા ઉડાવી દીધા હતા તે તેમના નહોતા તેમ છતાં તેમણે તેને વાપર્યા હતા. હાલ આ દંપત્તિને 25000 ડૉલરની જામીન પર બેલ આપવામાં આવી છે.

બની શકે કે તમે ક્યાંક બહાર ગયા હોવ અને ત્યાં કોઈ પોતાનું પર્સ ભુલી ગયું હોય અથવા તો કોઈ પોતાનો કીંમતી સામાન ભુલી ગયું હોય તો તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ સુધી વસ્તુ પહોંચાડવી મુશ્કેલ બને છે. પણ તમને જ્યારે ખબર હોય કે તમારી પાસે જે વસ્તુ છે તે તમારી નથી અને તમે તેને પાછી કરી શકો છો તેમ છતાં તમે તેને વાપરો તો તે એક ગુનો જ કહેવાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ