ખાટા અડદ – આ શનિવારે બનાવો રુચીબેનના ખાટા મીઠા ટેસ્ટના અડદ…

ખાટા અડદ

અડદ નો આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ રીતે છે. ઉનાળા માં જ્યારે શાક ના વધારે વિકલ્પ હજાર નથી , ટ્રાય કરો આ આસાની થી બનતા ખાટા અડદ. સ્વાદે ચટપટા , થોડા ખાટા અને ખૂબ સ્વાદિષ્ટ આ વાનગી આપ રોટલી , ભાખરી કે પરાઠા સાથે પીરસી શકો છો. અડદ પાચન માં ભારે હોવાથી બને તો બપોર ના જમવા માં જ પીરસો.
મેં અહીં એકદમ સરળ રીતે આ ડીશ બનાવી છે. આપ ચાહો તો આમાં મરચા આદુ ની પેસ્ટ , કોથમીર વિગેરે ઉમેરી શકો છો.  તો ચાલો જોઈએ આ સરળ અને ટેસ્ટી ખાટા અડદ ની સ્ટેપ બાય સ્ટેપ રીત ..

સામગ્રી ::

• 1 વાડકો આખા કાળા અડદ,
• 1 વાડકો ખાટું દહીં,
• 3 ચમચી ચણા નો લોટ,
• 3 થી 4 ચમચી તેલ,
• એક ચપટી અજમો,
• 1 ચમચી લાલ મરચું,
• 1/2 ચમચી હળદર,
• 2 થી 3 લાલ સૂકા મરચાં,
• 1/2 ચમચી હિંગ,
• 1 ચમચી જીરું,
• મીઠું,.

રીત ::

સૌ પ્રથમ કાળા અડદ ને ધોઈ ઓછા માં ઓછી 5 થી 7 કલાક પલાળી રાખો. પલાળ્યા બાદ ફરી ધોઈ અડદ નું પાણી કાઢી લો. પલાળેલા અડદ ના પાણી માં ઘણી વાર એક અલગ વાસ આવે છે.

ધોયા બાદ અડદ માં તાજુ પાણી , થોડું મીઠું ઉમેરી ધીમા તાપે કુકર માં 2 થી 3 સીટી વગાડી બાફી લો. અડદ પુરી રીતે બફાઈ જાવા જોઈએ.

એક બાઉલ માં દહીં , ચણા નો લોટ અને મીઠું મિક્સ કરો. પાણી ઉમેર્યા પેહલા દહીં અને લોટ ને સરસ ફેટી લેવા. જેથી ગાઠા ના પડે. આપ ચાહો તો બ્લેન્ડર પણ વાપરી શકો.

સરસ રીતે મિક્સ થયા બાદ એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું. પાણી ઉમેર્યા બાદ પણ સરસ રીતે મિક્સ કરો.

કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું, અજમો અને લાલ સુકા મરચાં ઉમેરો. બધા ને સરસ રીતે શેકાય જાવા દો. ત્યારબાદ એમાં હિંગ ઉમેરો.

હિંગ ઉમેર્યા બાદ લાલ મરચું અને હળદર ઉમેરી તૈયાર કરેલ દહીં અને લોટ ના મિશ્રણ ને ઉમેરો.. મિશ્રણ ને સતત હલાવતા રહેવું ..ઉકાળવા ની શરૂઆત થાય એટલે બફાયેલા અડદ ઉમેરો. સરસ હલાવી મિક્સ કરો. મધ્યમ આંચ પર ઉકાળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. મસાલા ટેસ્ટ પ્રમાણે adjust કરવા. ..

આપ જોઈ શકશો કે જેમ જેમ ઉકાળતા જશો, તેમ તેમ રસો સરસ ઘટ્ટ થઇ જશે. અને અડદ પણ એકદમ ટેસ્ટી બની જશે.

ખાટા અડદ ને ગરમ ગરમ પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી