બાળકોને નાસ્તામા આપવા માટે બેસ્ટ છે આ ક્રિસ્પી ને ટેસ્ટી ખસ્તા નીમકી..

જો બાળકોને ધરે જ હેલ્ધી અને ટેસ્ટી એવા ધંઉના લોટ માંથી ચીપ્સ જેવી ખસ્તા નીમકી બનાવીને આપીએ તો બજાર ની ચિપ્સ ખાવાનું ભૂલી જશે.આ નીમકી બાળકોને ટીફીનમાં પણ આપી શકાય. તો ચાલો બનાવીયે ….

ખસ્તા નીમકી

સામગ્રી : –

  • ○1 કપ ધંઉનો લોટ,
  • ○1/2 ટી.સ્પૂન કલોજી. ( ઓનીયન સીડસ ),
  • ○1/2 ટી.સ્પૂન અજમો,
  • ○2 ટે.સ્પૂન તેલ,
  • ○1/2 ટી.સ્પૂન ચાટ મસાલો,
  • ○મીઠું સ્વાદ પ્રમાણે,
  • ○1/3 કપ પાણી,
  • ○તેલ તળવા

સાટા માટે

  • ○1 ટે.સ્પૂન ધંઉનો લોટ,
  • ○1 ટે.સ્પૂન ઘી

રીત :-

○એક બાઉલમાં લોટ ,મીઠું ,અજમો, કંલોજી,તેલનુ મોણ નાખી થોડો કઠણ લોપ બાંધવો.○લોટને ૧૦ થી ૧૫ મીનીટ રેસ્ટ આપો.
○એટલી વારમાં સાટો તૈયાર કરી દો.
○હવે લોટ માંથી મોટો રોટલો વણાય એવા લુઆકરવા.
○ત્યારબાદ રોટલો વણી તેનાપર સાટો લગાડો અને ચાટમસાલો છાટી રોલ વાળો.
○હવે એ રોલ માંથી ચાકુ વડે પૂરી જેવડા લુઆ કરો.○હવે પૂરી વણો પછી તેને ત્રીકોણ શેપ આપી કાપા કરી ફરી હલકા હાથે થોડુ વણીલો.આ રીતે બધી નીમકી તૈયાર કરીલો.○હવે તેલમાં ધીમા તાપે ક્રીશપી થાય એ રીતે બધી નીમકી તળી લો.○તળાઈ જાય એટલે ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી દો.
○આ નીમકી ચા જોડે સારી લાગે છે. અથવા બાળકોને ટીફીનમાં પણ આપી શકાય છે.

નોંધ :-
○ મોણમાં તેલની જગ્યાએ ઘી પણ લેવાય.

રસોઇની રાણી :: કાજલ શેઠ ( મોડાસા )

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે.

ટીપ્પણી