ફરસાણ વીક: ‘જામનગરની ખસ્તા કચોરી’ આ રીતે બનાવો ઘરે

આજે આપણે બનાવીશું બધાની મનપસંદ ખસ્તા કચોરી ,જેવી આપણે માર્કેટમાંથી લાવીએ છીએ એવી જ કચોરી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે એને એકદમ પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું દયાન રાખવું એ પણ હું તમને જણાવતી જઈશ જેથી તમારી કચોરી પણ એકદમ સરસ ફૂલેલી અને ક્રિસ્પી બને તો ચાલો એની રીત જોઈ લઈએ.

સામગ્રી

 • લોટ બાંધવા માટે
 • ૫૦૦ ગ્રામ મેંદો
 • ૭૫-૮૦ ગ્રામ તેલ
 • ૧ નાની ચમચી મીઠું
 • ૧-૧/૪ કપ પાણી (આશરે )
 • સ્ટફિંગ બનાવવા માટે
 • ૧ કપ તળેલી મગ ની દાળ (નમકીનવાળી )
 • ૧/૨ ચમચી વરીયાળી
 • ૧ નાની ચમચી ધાણાજીરું
 • ૧ ચમચી લાલ મરચું
 • ચપટી હળદર
 • ૧/૪ ચમચી ગરમ મસાલો
 • ૩-૪ ચમચી પાણી

રીત :   

 • લોટ માં મીઠું અને તેલ મિક્ષ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ એનો પરોઠા કરતા થોડો ઢીલો લોટ બાંધી દો અને ઢાંકીને ૫ મિનીટ રહેવા દો
 • હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્ષર માં મગ ની દાળ અને બધા મસાલા એડ કરી અધકચરું વાટી લો
 • એમાં થોડું પાણી એડ કરી મિક્ષ કરો જેથી એ એકદમ ડ્રાય ના રહે
 • કચોરી બનાવવા માટે એક જાડી પુરી વણો એમાં ૧ ચમચી જેટલું સ્ટફિંગ વચ્ચે મુકો અને કચોરી ને સરસ સીલ કરી દો
 • હવે હથેળી ની મદદ થી જ આને દબાવતા જાવ અને મોટી કરતા જાવ (જો આ રીતે નથી ફાવતું તો કચોરીને સીલ કરીને પછી તમે એને હલ્કા હાથે વેલણ થી વણી પણ શકો છો )
 • તેલ થોડું ગરમ થાય એટલે એમાં કચોરી એડ કરો અને એકદમ ધીમા ગેસ પર તળો
 • ૪-૫ મિનીટ પછી કચોરી એની જાતે ફૂલવા લાગે એટલે એને ફેરવી દો અને બીજી બાજુ તળો (આ રીતે દર ૩-૪ મીનીટે ફેરવતા રહેવું
 • સરસ આવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળો (આશરે ૧૦-૧૨ મિનીટ જેવો સમય લાગશે
 • કચોરીને તીખી ,મીઠી ચટણી ,મોળું દહીં અને બેસન ની સેવ સાથે સર્વ કરો
 • જો ચાટ ની જેમ સર્વ કરવી હોય તો કચોરીમાં કાણું પાડી ચટણી ,દહીં અને સેવ એડ કરી સર્વ કરો

નોંધ – એનો લોટ વધારે ઢીલો ના થઈ જાય એનું દયાન રાખવું નહી તો કચોરી લાંબો ટાઇમ ક્રિસ્પી નહી રહે , એના સ્ટફિંગ ના પણ વધારે પાણી એડ નથી કરવાનું.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી