ખરતા વાળને અટકાવવાની જટિલ સમસ્યાનો સચોટ ઉપાય છે આયુર્વેદ પાસે, જાણો આ 10 બેસ્ટ ટ્રિક

અઢાર વર્ષની તરુણી હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, બધાની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે, વાળનો જથ્થો બહુ જ ઓછો થઈ રહ્યો છે.”

હેરફોલ – વાળ ખરવા એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ કે ઝીંકની ઓછપ, લો બ્લડપ્રેશર, ખોડો, સોરાયસીસ, ઙઈઘઉ, પ્રેગનન્સી, ઉજાગરા, એસિડીટી, અસમતોલ આહાર અને લાઈફ સ્ટાઈલ, ચિંતા, ઉદ્વેગ વગેરે.

એન્ડ્રોજેનિક એલોપેસિયા – મેલપેટ + બાલ્ડનેસ: પુરુષોમાં માથાના આગળના ભાગના વાળ તથા મધ્યભાગનાં ખરી પડે છે. આસપાસના વાળ જળવાઈ રહે છે. શરીરમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું સંતુલન ખોરવાય જતા આ સમસ્યા થાય છે. પુરુષોમાં આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આવા કેસમાં લીપીડ પ્રોફાઈનો રિપોર્ટ કઢાવવો જરૂરી હોય છે. માથા પરના વાળના જથ્થાને ઓછો કરી નાખતા અનેક પરિબળો કારણોમાં એક મહત્ત્વનું કારણ કોલેસ્ટેરોલ પણ છે.

હાઈકોલેસ્ટેરોલ, કોઈકનું ઓછું હોવું અને કોઈકનું ઘણું વધારે હોવું એ હૃદયરોગને આમંત્રે છે અને આ જ કારણોને લીધે માથામાં અકાળે ટાલ પડી શકે છે. હેરફોલનાં બાહ્ય કારણોમાં મુખ્યત્વે તેલ નહીં નાંખવાની ફેશન તથા જલદ કેમિકલ્સવાળા શેમ્પુઓ અને સ્પ્રે જવાબદાર છે.

ઉપચાર :

નિયમિત ગાયનું દૂધ પીવું. રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવું.

માથાનું તેલ: ગળીના છોડના પાન, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. આ હેર ઓઈલનું માથાના વાળના મૂળમાં હળવા હાથે આંગળીઓથી મસાજ કરવું.

નાની ઉંમરમાં પડતી ટાલમાં આ માથાનું તેલ અને સાથે હાથીદાંત – રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને ઘસવામાં આવે તો વાળનો પુનર્વિકાસ (છયલજ્ઞિૂવિં) થવાની સંભાવના વધી જાય છે. ઉંદરીના ચકામામાં વાળ ચોક્કસ આવે છે.

હેર વોશ : શિકાકાઈ, જેઠીમધના સમન્વયથી બનાવેલા ક્લિન્સરથી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે. ખોડો, ખંજવાળ તત્કાળ દૂર થાય છે. ગોદંતી ભસ્મ, સુવર્ણ વસંત માલતી, લઘુવસંત માલતી, સપ્તામૃત લોહ, અગ્નિતુંડી, પુનર્નવા મંડૂર, સહજ શુદ્ધિ વગેરેથી વાળ ખરતાં તો અટકે છે. ઉપરાંત વાળનો જથ્થો વધે છે અને વાળ ચમકીલા બને છે.

શું કાળજી લેશો ?:

જેમને વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તેમણે બજારમાં મળતાં અને દાવાઓ કરતાં તેલ-શેમ્પુ કે લોશન વગેરે પાછળ સમય અને પૈસા બરબાદ કરવાને બદલે કોઈ નિષ્ણાત ચિકિત્સકની સલાહ લઈ, વાળ ઉતરવાનું મૂળ કારણ શોધી તેની સારવાર કરાવવી જોઈએ.

વાળ સારા કરવા છે ? ખરતા વાળ માટે શુ કરશો ? ટ્રાય કરો આ ૧૦ ઘરેલુ ઉપચાર :

ખરતાં વાળ – હંમેશા વિટામિન બી6 અને ફોલિક એસિડની ઉણપથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો વળી ન્યુટ્રિશન્સ ફૂડ ન લેવાથી, સ્ટ્રેસ, થાક અને કોઇ લાંબી બીમારીને કારણે પણ આવું બનતું હોય છે. આવામાં તમે એક કપ મસ્ટર્ડ ઓઇલ (સરસવના તેલ)ને ઉકાળો. તેમાં ચાર ચમચી મહેંદી મિક્સ કરીને થોડા સમય સુધી મૂકી રાખો. આ મિશ્રણને ફિલ્ટર કરી બોટલમાં મૂકી રાખો. આ ઓઇલથી રોજ મસાજ કરો. જો વાળને લઇને ગંભીર સમસ્યા લાગી રહી હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરીને જ આગળ કોઇ પગલું ભરવું.

• તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.

• ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.

• દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.

• મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

• ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિકક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.

• ખરતા વાળને અટકાવવા માટે દહીં અત્યંત કારગર ઘરેલૂ નૂસખો છે. દહીંથી વાળને પૂરતું પોષણ મળી રહે છે. જેથી વાળ ધોવાને 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું જોઈએ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે વાળને ધોઈ નાખવા. આવું નિયમિત કરવાથી વાળની કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને વાળ હેલ્ધી રહે છે.

• તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જશે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.

• મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.

• તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

વાળ વધારવા – વાળનો જથ્થો વધારવાના રામબાણ ઈલાજ ! તથા વાળ દુર કરવાના અમુક ઉપાયો :

વાળ વધારવા – વાળનો જથ્થો વધારવા :

(૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.

(૨) બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક પડી શકે.

(૩) અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.

(૪) દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.

(૫) મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.

(૬) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.

(૭) તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.

(૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

(૯) માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.

(૧૦) ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

વાળ દુર કરવાના ઉપાય

1. કાચું પૈપયું વાળ દુર કરવા માટેનું સારું ઔષધ છે. તે વાળના મુળને દુર કરે છે, આથી ફરીથી વાળ ત્યાં ઉગતા નથી.

કાચા પપૈયાના ટુકડા બારીક ગ્રાઈન્ડ કરી થોડી હળદર ઉમેરો. આ મીશ્રણ વડે જ્યાં વાળ દુર કરવા હોય ત્યાં 10 કે 15 મીનીટ માલીસ કરી એ ભાગ હુંફાળા પાણી વડે ધોવો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો. જ્યાં સુધી અનીચ્છનીય વાળ દુર ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો. જો કોઈ વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.

2. ચણાનો લોટ – ન ગમતા વાળને દુર કરવા માટેનો બીજો એક ઉપાય છે ચણાનો લોટ.

ચણાનો લોટ અને દૂધ સરખા પ્રમાણમાં લઈ એકાદ ચપટી હળદર ઉમેરો. એને વાળ જે દીશામાં ઉગ્યા હોય તે દીશામાં ઘસો, ઉલ્ટી દીશામાં નહીં. આ મીશ્રણ સુકાઈ જાય ત્યાં સુધી એ ભાગ પર રહેવા દેવું અને પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખવું. એનાથી વાળનાં મુળ નબળાં બને છે અને સુકાયેલા મીશ્રણ સાથે વાળ નીકળી જાય છે.

3. લીંબુ અને મધ – લીંબુના રસમાં એનાથી ચારગણું મધ લઈ મીક્સ કરો. એને જે વાળ દુર કરવા હોય તેના પર 20 કે 25 મીનીટ સુધી રાખી સુકાઈ જાય ત્યારે કપડા વડે દુર કરો. આ ઉપાય સતત કરતા રહેવાથી લાંબા ગાળે વાળનાં મુળ સહીત એ દુર થાય છે, અને ફરી ઉગતા નથી.

ખરતા વાળને અટકાવવા માટે યોગ :

શું વાળ ઓળતી વખતે તમે કરોડરજ્જૂમાં એક ઝણઝણાટી અનુભવો છો? તો તમે યોગ કરો જેથી તમે ખરતા વાળ રોકી શકો. અગત્યનું છે કે યોગ પહેલા પગથિયાથી કરવું જરૂરી છે જેથી પરીણામ સારા મળશે. એક કહેવત છે કે ઇલાજ કરાવવા કરતાં અગાઉથી સાવચેતી રાખવી સારી.

તમે નીચે વાંચો કે આપણી જુનવાણી પધ્ધતિ ખરતા વાળ કેવી રીતે અટકાવે છે. એક પ્રસિધ્ધ સામયિકના થોડા માસિક અંકો ઉથલાવતા મારા હાથમાં એક “ખરતા વાળ” પરનો વિશેષાંક આવ્યો. મને ખાતરી છે કે આ સામયિકના પ્રકાશક પાસે આની એક કૉપી પણ નહી મળે. “ખરતા વાળ” અંગેની આ ચોપડી વાંચતાં વાંચતાં મેં વિચાર્યું કે વેબ સેવી લોકો સાથે હું આ શેર કરું કારણ કે લોકો આવા સર્વ સામાન્ય સમસ્યાના ઈલાજ શોધતા હોય છે –
ખરતા વાળની સમસ્યા સામાન્ય રીતે તમારી શારીરિક ક્ષમતા સાથે સંકળાયેલી બાબત છે. સાચું કહીએ તો તમારા વાળથી તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે કહી શકાય. ખરેખર, સુંદર વાળ તમારા “સર નો તાજ છે.”

ખરતા વાળમાં ઉપયોગી પ્રાણાયામ:

1. કપાલભાતી પ્રાણાયામ:

આ પ્રાણાયામ મગજના કોષોને ઑક્સિજન પહોંચાડે છે તેથી આપણું ચેતાતંત્ર સુધરે છે. શરીરમાંથી કચરો બહાર ફેંકે છે. સ્થૂળતા તેમજ ડાયાબિટિસ જેવા રોગોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

2. ભસ્ત્રીકા પ્રાણાયામ:

આ પ્રાણાયામ શરીરમાંથી વધારાના વાયુ, કફ અને પિત્તને બહાર કાઢે છે અને આપણા ચેતાતંત્રની શુધ્ધિ કરે છે. શરીરને ઘણી બિમારીઓ થી બચાવે છે.

3. નાડી શોધન પ્રાણાયામ:

આ પ્રાણાયામ હ્રદયસંબંધી રોગોમાં, અસ્થમા, આર્થરાઇટીસ- શરીરના સાંધાના દુ:ખાવા, ડિપ્રેશન- હતાશા, માઇગ્રેન- માથાના દુ:ખાવા, તણાવ અને આંખ – કાન ના રોગોમાં લાભ આપે છે.

મિત્રો, વાળ ખરવાનું કોઈ એક કારણ નથી હોતું. તેને રોકવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો.

• માથામાં મસાજ કરવાની રક્ત પરિભ્રમણ સારું થાય છે જેના કારણે વાળને પોષણ મળે છે. મસાજ પછી વાળને ગરમ પાણીમાં પલાળીને નિચોવેલા ટોવેલ દ્વારા બાંધીને સ્ટિમ આપો.

• હેર ડ્રાયરનો બને તેટલો ઓછો ઉપયોગ કરો. કારણ કે હિટ વાળને ડલ અને રફ બનાવી દે છે જેના કારણે ખરતા વાળની સમસ્યા વધે છે. આયર્નિંગ પણ ઓછું કરો, જો કરાવવું જરૂરી હોય તો હિટ પ્રોટેક્ટર લગાવો.

• વાળના સ્વાસ્થ્ય માટે અને વિકાસ માટે કેસ્ટર (એરંડિયા)નું તેલ બહુ જ ગુણકારી છે. તેને મીઠું સાથે મેળવીને લગાડવાથી તેના સારા પરિણામો મળે છે. વાળમાં હળવા ગરમ કરેલા તેલ દ્વારા માલિશ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

• જો તમે શરાબ પીતા હોવ તો તેનું પ્રમાણ ઓછું કરી દો. કારણ કે તેના કારણે વાળ રુક્ષ થઈ જાય છે. વાળમાં એવા પ્રોડક્ટસ પણ ન વાપરો જેમાં આલ્કોહોલ આવતું હોય. આને કારણે વાળ રુક્ષ થવાની સાથે તૂટવા પણ લાગે છે.

• સૂતી વખતે વાળમાં ભરાવેલા બેન્ડ અને ક્લિપ્સ નિકાળી દો. સાટિનના કવર વાળા તકિયાનો ઉપયોગ કરો જેથી વાળને નરમીનો અનુભવ થાય. આમ કરવાથી વાળના તૂટવાની સંખ્યા ઘટી જશે.

• વાળના મૂળને મજબૂત બનાવવા માટે ઈંડાના સફેદ હિસ્સામાં લીંબુનો રસ મેળવીને 3 મિનીટ સુધી માથાના તળિયામં લગાડો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

• લીમડાના પાન સાથે પાણી ઉકાળી લો અને પછી આ પાણીથી વાળ ધૂઓ. આ સિવાય લીમડાના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને પણ વાળમાં લગાડી શકો છો.

• મહેંદી લગાડવાથી પણ ખરતા વાળને રોકી શકાય છે.

• આમળા અને બદામને રાત આખી પલાળીને રાખો, સવારે પિસી લો અને પછી પાણી મિક્સ કરીને મલમલના કપડામાંથી ગાળી લો. આ પાણીથી માથું ધૂઓ.

• ભીના વાળમાં કાંસકો ન ફેરવો.

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

સૌજન્ય – વૈદ્ય સુષમા હીરપરા, દાદીમાની પોટલી, આર્ટ ઓફ લીવીંગ.