શું તમે જાણો છો કે શા માટે તમારા વાળ ખરે છે ? વાંચો એવું શું કરશો કે તમારા વાળ ખરતા બંધ થશે……

જો તમારા શરીરના અંગોને ખોરાક પહોંચાડવાની પસંદગીનું લીસ્ટ બનાવવામાં આવે તો તમારા વાળનું નામ સૌથી છેલ્લું આવશે ! તેનો અર્થ શું થાય ? તમારું શરીર ખોરાકમાંથી મળતું પોષણ તેના અન્ય જરૂરી અંગોને પહેલાં મોકલે છે અને અંતમાં તે પોષણ વાળ સુધી પહોંચે છે અથવા ન પણ પહોંચે.ઉદાહણ તરીકે, જ્યારે તમારામાં આયર્નની કમી હોય તો જેટલું પણ આયર્ન તમે તમારા ખોરાકમાંથી મેળવી રહ્યા છો તેમાંથી તમારા વાળને કશું જ નથી મળતું. તમારું શરીર, ખુબજ બુદ્ધિપુર્વક રીતે તે આયર્નને તમારા અન્ય જરૂરી અંગોને પહોંચાડે છે અને તમારા વાળ તે આયર્નમાંથી મળતા પોષણ તેમજ મજબૂતી માટે વલખા મારે છે. તમારા વાળને આરામ પર ધકેલી દેવામાં આવે છે. જેને સાઇન્ટીસ્ટ કેટાજન ફેઝ કહે છે. જેના કારણે તમારા વાળ ખરે છે.
સ્પેશ્યાલિસ્ટનું એવું કહેવું છે કે વાળ ખરવા પાછળનું સૌથી પ્રાથમિક કારણ જો કોઈ હોય તો તે છે કુ-પોષણ. ભારતની ઘણી બધી સ્ત્રીઓમાં પોષણનું પ્રમાણ અસંતુલિત હોય છે, અને જાણકારીના અભાવે તેમને શું ખાવું તેનો ખ્યાલ નથી હોતો. મોટા ભાગની સ્ત્રીઓ વેજિટેરિયન હોય છે અને જે સ્ત્રીઓ નોનવેજિટેરિયન હોય છે તે પુરતા પ્રમણમાં પ્રોટિન કે આયર્ન યુક્ત ખોરાક લેતી નથી. સાંસ્કૃતિક પ્રસંગો દરમિયાન, તેઓ ઉપવાસ રાખે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. ખોટ્ટા ડાયેટ પર જવાથી પણ વાળ ખરે છે.માટે તમારે તમારા વાળને ભુખ્યા રાખવા જોઈએ નહીં ! કારણ કે જ્યારે તમે તેને કુપોષિત રાખશો ત્યારે માત્ર વાળના સ્વાસ્થ્ય પર જ તેની અસર નહીં થાય પણ તેના દેખાવ પર પણ અસર થશે. જો તમારે તમારા વાળનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો તમારે માત્ર સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક લેવાથી શરૂઆત કરવાની છે. માટે પુષ્કળ પ્રમાણમાં નારંગી અને લીલા પાંદડાવાળા શાકભાજી, બ્રાઇટ કલર વાળા ફળ જેમકે જામફળ અને મોસંબી ખાઓ, ઇંડા ખાઓ, પલાળેલી બદામ અને પલાળેલા સુરજમુખીના બીજ ખાઓ.તો હવે તમારે માત્ર તમારી ત્વચા-તમારા પેટ કે તમારી જીભ માટે જ તમારે ખાવાનું નથી પણ હવે તમારે તમારા વાળ માટે પણ પુરતો-પોષણયુક્ત ખોરાક લેવાની જરૂર છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી