ખરીદી કરવા ના નીકળી પડો, લોકડાઉન નથી માત્ર કર્ફ્યું છે: અહીં 2 કલાકમાં આવ્યા 25 કોરોના પોઝિટિવ કેસ

કર્ફ્યૂની જાહેરાત થતાં જ લોકો બેફામ ખરીદી કરવા ઉમટી પડ્યા – અને માત્ર બે જ કલાકમાં આ મોલમાં નોંધાયા 25 કોરોના પોઝીટીવ કેસ – મોલ કરવામાં આવ્યો બંધ

રજાઓની સિઝનમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ તંત્ર દ્વારા અમદાવાદ શહેરને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તે છે વિક-એન્ડ કર્ફ્યુનો. અને જેવો જ આ નિર્ણય લેવામાં આવ્યો કે તરત જ લોકો બેફામ થઈને ખરીદી કરવા નીકળી પડ્યા હતા જેના કારણે શહેરના જાણીતા સુપર માર્કેટ ડિ-માર્ટમાં કોરોનાનો જાણે બોમ્પ ફૂટ્યો છે. અહીં માત્ર બે જ કલાકમાં 25 કેસ પોઝિટિવન નોંધાઈ ગયા છે.

image source

અમદાવાદમાં આવેલા ડી-માર્ટની બહાર કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. અમદાવાદના શ્યામલ નજીક જોધુર પાસે આવેલા ડી-માર્ટમાં કોરોના બોમ્પ ફૂટ્યો છે. અને માત્ર બે જ કલાકમાં 25 પોઝીટીવ કેસ નોંધાયા છે અને છેવટે તંત્રને આ મોલ બંધ કરવાની ફરજ પડી હતી. અહીં આ સ્ટોરની બહાર કોરોના ટેસ્ટિનંગનો ટેન્ટ પણ લગાવવામાં આવ્યો છે અહીં અવારનવાર લોકો ટેસ્ટ કરાવતા હોય છે પણ આ વખતે માત્ર બે જ કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા ઘણી મોટી જોવા મળી હતી. અને તેના કારણે મોલને બંધ પણ કરવામાં આવ્યો છે.

20મી નવેમ્બર રાત્રિના 9થી 23મી નવેમ્બર સવારના 6 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદમાં કર્ફ્યુ

image source

ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે જેમાં આજથી એટલે કે 20મી નવેમ્બરની રાત્રિના 9 વાગ્યાથી સોમવાર એટલે કે 23મી નવેમ્બરના સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામા ંઆવ્યો છે. આ કર્ફ્યુમાં માત્ર શાકભાજી-દૂધની દુકાનો તેમજ મેડિકલ સ્ટોરને જ ચાલુ રાખવામા ંઆવશે બાકી બધા જ વ્યવહારોને બંધ રાખવામાં આવશે. જેમાં વાહન વ્યવહાર, નોકરી-ધંધાનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે શનિ-રવિમાં સૌથી વધારે લોકો જાહેર સ્થળો, જેમ કે રેસ્ટોરન્ટ, મંદિરો વિગેરે ધાર્મિક સ્થળોએ ભેગા થતા હોય છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે માટે જ આ આખા શનિ-રવિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

image source

આવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધતા સંક્રમણને ઘટાડવા અથવા તો કાબુમાં લાવવા માટે એક એક્શનપ્લાન બનાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે અસારવા ખાતે આવેલી સિવિલમાં વધારાના 400 બેડની વ્યવસ્થા છે. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ બીજા 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે સાથે જ અમદાવાદ શહેર માટે 600 જેટલા ડોક્ટર્સની પણ ફાળવણી કરવામાં આવી છે. અને લોકોને અરજ કરી છે કે લોકો જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરે અને કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપે. અને જ્યાં સુધી બીજી કોઈ નવી સૂચના ન મળે ત્યાં સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

image source

300 મેડિકલ વિદ્યાર્થીઓની કોરોનાની કામગીરીમાં ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના કોરોના દર્દીઓ માટે કુલ 800 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 400 બેડ અસારવા સિવિલ અને 400 બેડ સોલા સિવિલ ખાતે છે. આ ઉપરાંત 70 જેટલી ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાના બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આવી જ ખાનગી હોસ્પિટલોમાં વધારાના 400 બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે 108ની સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનુ ંસંક્રમણ વધ્યું છે. તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 40 જેટલી એમ્બ્યુલન્સ માત્ર કોરોનાના પેશન્ટ્સ માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 300 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓને પણ કોરોનાની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. આ કર્ફ્યુમાં લોકડાઉનની જેમ જ આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવાની મંજુરી રહેશે બાકીની બધી જ સેવાઓ બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ