ખરીદી કરવા માટે આ પ્લેસ છે બહુ મસ્ત, જ્યાં સસ્તામાં મળે છે બ્રાન્ડેડ કપડાં, જાણી લો તમામ માહિતી

ભારતના લોકો હરવા ફરવાના ઘણા શોખીન છે અને એટલા માટે જ શિમલા અને મનાલી જેવી જગ્યાઓએ મોટી સંખ્યામાં પર્યટકો ફરવા પહોંચે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે પર્યટકો ક્યાંય જઈ શક્યા નહોતા અને પોતાના ઘરમાં રહેવા મજબૂર હતા. હવે જ્યારે અનલોકની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ત્યારે શિમલા અને મનાલી ફરી પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ આપણે ફરવા જઈએ ત્યાં પણ કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ. જેમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું વગેરેનો સમાવેશ થાય છે. જો તમે પણ શિમલા અને મનાલી ફરવા માટે ગયા હોય તો તમે ત્યાંની ઘણી ફરવાલાયક જગ્યાઓ જોઈ હશે. અને જો તમે ત્યાથી તમારા ઘરવાળાઓ માટે, મિત્રો માટે કે સ્નેહીઓ માટે વસ્તુઓ ખરીદી કરવાની ઈચ્છા રાખતા હોય તો અમે આપને અહીંની અમુક પ્રસિદ્ધ બજારો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ખરીદી કરી શકો છો.

શિમલાની બજારો

મોલ રોડ

image soucre

શિમલામાં આવેલ મોલ રોડમાં જઈને તમે ઘણી ખરીદી કરી શકો છો. અહીં અનેક પ્રખ્યાત બ્રાન્ડના આઉટલેટ છે અને અહીં ઘણી લોકલ દુકાનો પણ છે. આ દુકાનોમાં તમે શિમલામાં બનેલા સ્થાનિક સામાન મળી શકશે. સાથે જ તમને અહીંની હાથ બનાવટની ચીજવસ્તુઓ, પુરુષો માટે હિમાલચી ટોપી અને મહિલાઓ માટે શાલ જેવી અન્ય ચીજો પણ મળી શકશે.

લકકડ બજાર

image source

મોલ રોડની નજીક જ લકકડ બજાર સ્થિત છે. અહીં પણ પર્યટકો ખરીદી કરવા માટે આવે છે. જેમ કે તમને બજારના નામ પરથી જ આવી ગયો હશે તેમ આ બજારમાં લાકડામાંથી બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની ખુબસુરત ચીજવસ્તુઓ અને કલાકૃતિઓ મળી રહેશે. ખાસ કરીને લાકડામાંથી બનાવવામાં આવેલ શાજ શણગારનો સજાવટી સામાન, લાકડીમાંથી બનેલ ભેટ આપવા લાયક વસ્તુઓ, લાકડાની ઘડિયાળ સહિત અનેક જોવાલાયક અને ખરીદવા લાયક ચીજવસ્તુઓ મળી શકશે.

મનાલીની બજારો

ઓલ્ડ મનાલી બજાર

image soucre

ઓલ્ડ મનાલી બજાર મનાલીની સૌથી પ્રખ્યાત બજારો પૈકી એક છે. અહીં તમને લગભગ બધા પ્રકારનો સામાન સરળતાથી મળી રહે છે. અહીં આવેલી અનેક નાની મોટી દુકાનોમાં તમને ખરીદવાનું મન થઇ જાય તેવી ચીજવસ્તુઓ મળી શકશે. ખાસ કરીને ટીશર્ટ, સ્ટાઈલિશ ઉનના કપડાઓ, જવેલરી અને શિયાળામાં કામ આવે તેવા કપડાઓ મળી રહે છે.

મોલ રોડ

image soucre

જો તમે મનાલી સુધી ફરવા માટે ગયા હોય અને અહીંના મોલ રોડ ખાતે ખરીદી કરવા ન ગયા હોય તો તમારી યાત્રા અધૂરી કહેવાશે. મનાલીના મોલ રોડ બજારમાં તમને કપડાં, ગિફ્ટ આઈટમ, વાસણ, ઇલેક્ટ્રોનિક સર સામાન, લાકડી દ્વારા બનેલ ચીજવસ્તુઓ વગેરે મળી રહે છે. એ ઉપરાંત મોલ રોડ પાસે જ આવેલ મનુ બજારમાં પણ તમે ખરીદી કરવા જઈ શકો છો. મનુ બજારમાં તમને કપડાં, ફૂટવેર અને પુસ્તકો મળી રહે છે. ખાસ કરીને આ જગ્યા ફોટોગ્રાફ માટે પણ પરફેક્ટ પોઇન્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong