જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ખરબચડી ત્વચા થઇ જશે એકદમ મુલાયમ, અને નહિં જરૂર પડે કોઇ લોશનની પણ

મિત્રો, શિયાળાની ઋતુમા જેમ-જેમ ઠંડીનુ પ્રમાણ વધતુ જાય છે તેમ-તેમ તમારી સ્કિન શુષ્ક અને ખરબચડી બનતી જાય છે. એવામા તમારે તમારી સ્કીન પર કેમિકલયુક્ત લોશન લગાવવાના બદલે ભોજનમા અમુક વિશેષ કાળજી રાખવી અને પ્રાકૃતિક વસ્તુઓનો જ ઉપયોગ કરવો જેથી, સ્કિનની શુષ્કતાને દૂર કરી શકાય છે તો ચાલો આજે આવી અમુક પ્રાકૃતિક વસ્તુઓ વિશે માહિતી મેળવીએ.

image source

ઠંડીની ઋતુમા ત્વચાની યોગ્ય કાળજી રાખવામા આવે તો તમારી હેલ્થ અને સ્કિન બંને હેલ્ધી રહે છે. નિયમિત વહેલી સવારે સ્નાન કરતા પહેલા તલનું તેલ નવશેકુ ગરમ કરીને ત્યારબાદ તેનાથી માલિશ કરીને જ સ્નાન કરવુ જોઈએ. ઠંડીના સમયકાળ દરમિયાન સ્કીનનુ મોઈશ્ચર ઘટી જતુ હોય છે અને તેના કારણે તમારી સ્કિન પણ ખરાબ થવા લાગે છે.

image source

ઠંડીની ઋતુમા પિત્ત અને વાયુના દોષો વધી જાય છે અને તેના કારણે પણ સ્કિન ડ્રાય થઈને ફાટે છે. જો તમારી સ્કિનમા મોઈશ્ચરનુ પ્રમાણ ઘટી રહ્યુ છે તો એવા ખોરાકનો ડાયટમા સામેલ કરો કે જેનાથી તમારુ મોઈશ્ચર જળવાઈ રહે. આ માટે ખાસ કરીને પૂરતા પ્રમાણમા પાણી પીવું તથા ખોરાકમા વિવિધ ફળો અને સૂપનો સમાવેશ કરવો અને તેનુ નિયમિત સેવન કરવુ જોઈએ.

image source

આ ઉપરાંત નિયમિત ડાયટમા બે ચમચી માખણનો સમાવેશ કરવો જોઈએ, જેનાથી સ્કિનનું મોઈશ્ચર વધે છે અને સ્કિન મુલાયમ રહે છે. આ ઉપરાંત શક્ય બને તો ભોજનમા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ જેથી, વાયુની સમસ્યા મુક્તિ મળે. આ સિવાય નિયમિત રાતે એક ગ્લાસ નવશેકા પાણીમા એક ચમચી દિવેલ મિક્સ કરીને પીવુ જોઈએ, જેથી તમારી સ્કીન તંદુરસ્ત બને.

image source

આ ઉપરાંત ઠંડીની ઋતુમા વધારે ગરમ પાણીથી સ્નાન કરવુ જોઈએ નહી નહીતર સ્કિન અને વાળ બંનેને નુકસાન થાય છે. સ્નાન કરવા માટે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમા નવશેકા પાણીનો જ ઉપયોગ કરો. આના લીધે ત્વચાનો નિખાર જળવાઇ રહે છે અને શરદી-ઉધરસની સમસ્યા સામે પણ રાહત રહે છે.

image source

ઠંડીની ઋતુમા લોકોને તડકામા બેસવુ ખુબ જ ગમે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તડકામા લાંબો સમય બેસવાથી તમે અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો. તડકામા બેસતા પહેલા શક્ય બને તો ત્વચા પર સનબ્લોક ક્રીમ અથવા લોશન અવશ્યપણે લગાવો. આ સિવાય ઠંડીની ઋતુમા જો તમારા હોઠ વારંવાર ફાટી જતા હોય છે એટલા માટે નિયમિત રાત્રે સૂતા પહેલા હોઠ પર વેસેલીન કે ઘી લગાવો. આમ, કરવાથી તમારા હોઠ કાળા પડી જતા નથી અને તે સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત