જો તમને પણ ખરાબ સપના આવતા હોય તો ડરશો નહિ, કરો આ સ્તુતિ અને મેળવો આ સમસ્યામાંથી મુક્તિ…

મિત્રો, ખુલ્લી આંખોથી જોયેલા સ્વપ્નનુ વિશ્વ આપણને આગળ વધવામા મદદ કરે છે. તે આપણા મનમા સકારાત્મક વિચારો ઉત્પન્ન કરે છે. તે આપણને ધ્યેય તરફ આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. તેનાથી વિપરિત સૂવાના સમયે જોવામા આવેલા સપના મિશ્રિત ફળદાયી છે.

image source

આ સમયે આવેલા સારા સપના આપણને ખુશ કરે છે જયારે નકારાત્મક સપના આપણા મગજમા તમામ પ્રકારના ભય ભરી દે છે. એવુ પણ કહેવામાં આવે છે કે, વહેલી સવારે જોવામા આવેલા સપના સાચા પણ થાય છે. આ સ્વપ્નોને નિયંત્રિત કરવા માટે અને તેનો અંત લાવવા માટે સૂર્ય સ્તુતિનુ પઠન અત્યંત શ્રેષ્ઠ સાબિત થાય છે. તો ચાલો આ અંગે આજના લેખમા થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

સૂર્ય સ્તુતિના સ્મરણ માત્રથી તમારા દુઃખદાયી સ્વપ્નોની અસરો દૂર થાય છે અને તમને તેની સામે રક્ષણ પણ મળે છે. આ સ્તુતિનુ મંત્રોચ્ચારણ નકારાત્મક લાગણીઓવાળા સ્વપ્નને આવતા અટકાવે છે. જો તમે ઈચ્છો તો વહેલી સવારે પણ આ સ્તુતિનુ પઠન કરી શકો છો, વહેલી સવારે ઉઠીને આ સ્તુતિનુ પઠન કરવુ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સ્તુતિના પઠનથી તમારા દ્વારા જોવામા આવેલા સ્વપ્નની તમામ નકારાત્મક અસરોનો પણ નાશ થાય છે.

image source

આ સૂર્ય સ્તુતિ એટલી દિવ્ય અને ચમત્કારિક છે કે, ફક્ત તેના સ્મરણ માત્રથી તમારા શરીરની અનેકવિધ બીમારીઓ તથા તમારા મનમા રહેલા અમુક પ્રકારના માનસિક વિકારો પણ સરળતાથી દૂર થઇ જાય છે. આપણે જે સૂર્ય સ્તુતિ વિશે વાત કરી રહ્યા છીએ, તે આ મુજબ છે, જો તેનુ નિયમિત વિધિવત રીતે પઠન કરવામા આવે તો તમને અનેકવિધ લાભ થઇ શકે છે.

  • आदित्यः प्रथमं नाम, द्वितीयं तु दिवाकरः
  • तृतीयं भास्करं प्रोक्तं, चतुर्थं च प्रभाकरः
  • पंचमं च सहस्त्रांशु, षष्ठं चैव त्रिलोचनः
  • सप्तमं हरदिश्वश्च, अष्टमं च विभावसुः
  • नवमं दिनकृत प्रोक्तं, दशमं द्वादशात्मकः
  • एकादशं त्रयीमूर्त्तिर्द्वादशं सूर्य एव च
  • द्वादशैतानि नामानि प्रातःकाले पठेन्नरः
  • दुःस्वप्ननाशनं सद्यः सर्वसिद्धि प्रजायते
image source

જેમ સૂર્ય આપણી આસપાસ રહેલા અંધકારને અંજવાળામા પરિવર્તિત કરી દે છે તેવી જ રીતે આ સૂર્ય સ્તુતિ તમારા મનના અંધકારને દૂર કરીને તમારા મનમા આકાશમા પથરાયેલા અજવાળા સમાન ઉર્જાનો સંચાર કરે છે અને તમારા મનને શાંત બનાવે છે તથા તમારા મનને નવી-નવી આશાઓથી ભરી દે છે અને તમારા મનને મુક્ત અને સ્વતંત્ર બનાવી દે છે. માટે જો તમે પણ તમારી આસપાસ વધુ પડતી નકારાત્મકતા અનુભવ કરી રહ્યા છો અને તમે પણ નકારાત્મક સ્વપ્નોથી પીડાઈ રહ્યા છો, તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ