ગ્રહોના ખરાબ પ્રભાવથી બચવા આ સામાન્ય તેલનો કરો ઉપયોગ, ચમકી જશે તમારું ભાગ્ય

ગ્રહોના ખરાબ પ્રભાવથી બચાવશે આ સામાન્ય તેલ, બદલી જશે તમારું પણ ભાગ્ય

તેલનો ઉપયોગ ભોજનમાં, વાળમાં અને ત્વચા પર માલિસ માટે કરવામાં આવે છે. આ વાતથી સૌ કોઈ વાકેફ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેલ તમારું ભાગ્ય પરિવર્તન કરી શકે છે ? જી હાં અથાગ પ્રયત્નો છતાં તમારું કોઈ કામ પાર પડતું ન હોય, ભાગ્ય તમને સાથ આપતું ન હોય, કરેલા કામનું સારું ફળ મળતું ન હોય તો તમારે પણ તેલનો આ પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગ તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

image source

આ વાત જાણીને આશ્ચર્ય તો થશે પરંતુ તમને જણાવીએ આજે તેલના એવા પ્રયોગ વિશે જે જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાં આવતી ખરાબ પરિસ્થિતીને બદલી દેશે. આ ઉપરાંત કોઈ ગ્રહોની સ્થિતિ શુભ ન હોય અને જીવનમાં કષ્ટ ભરેલા હોય તો તેવામાં કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ કે સામાન્ય એવું તેલ જીવનને ખુશહાલ કેવી રીતે કરી શકે છે.

image source

તેલ ઘણા પ્રકારના હોય છે. દરેક તેલ અલગ અલગ ગ્રહ સાથે સંબંધ રાખે છે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહની દશા શુભ નથી અને તે તમને અશુભ ફળ આપતો હોય તો તેલ સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી તમે ગ્રહોના ખરાબ પ્રભાવથી બચી શકો છો. પરંતુ આ તેલનો પ્રયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. આ પ્રયોગ પણ સમજી વિચારીને કરવા.

image source

તેલનો રંગ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. રંગ અનુસાર આ ગ્રહ સાથે જોડાયેલા હોય છે. જો તમે નિયમાનુસાર તેનો ઉપયોગ કરશો તો તમારું ભાગ્ય ચમકી જશે. પરંતુ સમજ્યા વિચાર્યા વિના પ્રયોગ કરશો તો તેનો પ્રભાવ ઉલ્ટો પણ થઈ શકે છે. તો ચાલો જણાવીએ કે કયા તેલના કયા પ્રયોગ કરવો લાભકારી રહે છે.

સરસવનું તેલ

image source

આ તેલનો ઉપયોગ શનિ દેવ સાથે જોડાયેલી સમસ્યા માટે કરવો જોઈએ. જો કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ હોય તો તેવામાં આ તેલનો પ્રયોગ કરવો જોઈએ. શનિના કારણે શારીરિક કષ્ટ હોય તો સરસવનું તેલ શરીર અને વાળ પર લગાડવું. આ ઉપરાંત સાડાસાતી ચાલતી હોય તો રોજ પીપળાના વૃક્ષ નીચે સરસવનો દીવો કરવો. તેનાથી શનિ દેવ શાંત રહેશે અને કષ્ટ પણ ઓછા થશે.

image source

મંગળની સ્થિતિ મજબૂત કરવા માટે પણ આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. નોકરી મેળવવામાં સંઘર્ષ થતો હોય તો સરસવના તેલનું દાન કરવું. તમારી મનોકામના ઝડપથી પૂર્ણ થશે. કુંડળીમાં બૃહસ્પતિનો પ્રભાવ બરાબર ન હોય તો સરસવના તેલનો ઉપયોગ કરવો લાભકારી હોય છે.

બદામનું તેલ

image source

બદામનું તેલ ખાવાથી બુદ્ધિ તેજ થાય છે. આ તેલનો પ્રયોગ બુધ સંબંધિત સમસ્યામાં કરવો જોઈએ. બુધ ગ્રહ બરાબર ન હોય તો બદામનું તેલ ઉપયોગમાં લેવું. આ તેલ શુક્ર સાથે પણ સંબંધ ધરાવે છે. તેનાથી બુદ્ધિ અને સુંદરતાનું વરદાન મળશે.

ચમેલીનું તેલ

image source

આ તેલ મંગળ સાથે જોડાયેલું છે. તેનાથી વૈવાહિક જીવનનો ક્લેશ દૂર થાય છે. આ તેલના પ્રયોગથી અવિવાહિત જાતકોના લગ્ન ઝડપથી થાય છે. આ તેલને રોજ હનુમાનજીને અર્પણ કરવું. જો કે યુવાવસ્થામાં ચમેલીનું તેલ પ્રયોગમાં ન લેવું.

ચંદનનું તેલ

image source

રાહુ કે ચંદ્રની સ્થિતિ અશુભ હોય તો ચંદનનું તેલ ઉપયોગમાં લેવું. તેનાથી બંને ગ્રહ શાંત થાય છે.

લીમડાનું તેલ

રાહુના કારણે સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો લીમડાના તેલનો ઉપયોગ કરવો.

નાળિયેરનું તેલ

image source

ચંદ્રની સ્થિતિ કુંડળીમાં બરાબર ન હોય અને શારીરિક કષ્ટ થતા હોય તો શરીર પર નાળીયેરનું તેલ લગાવો.

તલનું તેલ

image source

ધનની ખામી દૂર કરવા રોજ ઘરમાં તલના તેલનો દીવો કરવો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સુખ,સમૃદ્ધિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ