જલ્સા કરોને જેંતીલાલ

આપણા દેશના આ રેલ્વે સ્ટેશન ખાણી-પીણીની આ લઝીઝ તથા અનોખીવાનગીઓને કારણે મશહૂર છે…

ટ્રેનમાં મુસાફરી કરવાવાળા માટે ખાસ જાણકારી.ટ્રેનમાં લાંબી યાત્રાઓ પોતાનામાં મનમોહક છે.એ લોકો જેને ફરવાનો શોખ છે એ મને ટ્રેનની મુસાફરી ખૂબ સારી લાગે છે.લાંબા રસ્તામાં પડતા નઝારા કોઈને પણ લોભાવી શકે છે.ટ્રેનની મુસાફરીમાં એક વધુ ચીજ છે જે આપની મુસાફરીને ચાર ચાંદ લગાવે છે.એ છે જમવાનું.જી હા,રસ્તામાં આવતા સ્ટેશનો અને વેચાઈ રહેલું લોકલ ખાણું દરેક ફરનારાને પોતાની તરફ ખેંચે છે.


આમ પણ યાત્રાઓ નાં પોતાના સુખ છે અને એ સુખમાં ખાવાનો સ્વાદ ભળી જાય તો મુસાફરી વધારે રંગીન થઇ જાય છે.ભારતની સુંદરતા હ તેની વિવિધતામાં છે,અને આ વિવિધતા અલગ-અલગ ક્ષેત્રોનાં પકવાનમાં નજરે આવે છે. આવો અમે આપને અમુક એવા પકવાનોની જાણકારી આપીએ છીએ જે ચુનંદા ટ્રેન સ્ટેશનો પર સરળતાથી ઉપલબ્ધ છે.


પજમ પોરી (પલક્કડ ,કેરલ) : દેશી ભાષામાં સમજો તો આ કેળાનાં પકોડા છે.જો આપ કેરળનાં પલક્કડ સ્ટેશનથી પસાર થઈ રહ્યા છો તો લાગ્યા હાથે પજમ પોરી પણ તમારે ખરીદી લેવી જોઈએ .તેને અહીં પ્રસિધ્ધ પકવાનોમાં ગણવામાં આવે છે.


આલૂ દમ (ખડગપુર ,પશ્ચિમ બંગાળ) : આમ તો તીખા મસાલાઓથી તૈયાર કરવામાં આવેલા આલૂ દમ ઉત્તર ભારતનાં આહારોમાંથી એક છે.પણ ખડગપુર સ્ટેશન પર બંગાળી મસાલાઓ ની સુંગધ સમેટેલા વહેચાતા આલૂ ખૂબ સ્વાદિષ્ટ છે.

OLYMPUS DIGITAL CAMERA

આલૂ ટિક્કી (ટૂંડલા,ઉત્તરપ્રદેશ) : ટૂંડલા જંકશન ઉત્તર મધ્ય રેલ્વેનાં મોટા સ્ટેશનોમાં શામેલ છે.અહી એ ક્સપ્રેસથી લઈને સ્પેશિયલ ટ્રેનોનો હોલ્ટ બનાવવામાં આવ્યો છે.જો તમે થોડી આળસ છોડીને તમારી સીટ પરથી ઉઠી ગયા તો સ્વાદિષ્ટ આલૂ ટિક્કી પ્લેટફોર્મ પર તમારી રાહ જોતી મળશે.

ચિકન બિરયાની (શોરાનૂર,કેરલ) : ચિકન બિરયાની આખા ભારતમાં પસંદ કરવામાં આવતું પકવાન છે.તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પર લગાવી શકાય છે કે હૈદરાબાદી બિરયાનીની લારીઓ દેશનાં દરેક મોટા શહેરમાં મળી આવે છે.દક્ષિણ ભારતમાં બિરયાનીનો અલગ સ્વેગ છે. કેરળમાં એક જગ્યા પડે છે,શોરાનૂર. અહીના રેલ્વે સ્ટેશન પર વહેંચાતી ચિકન બિરયાની જે રેલયાત્રીએ ખાધી,એ વખાણ કર્યા વગર રહી નથી શક્યા.


કેમલ ટી (સુરેન્દ્રનગર ,ગુજરાત) : ગુજરાતનું સુરેન્દ્રનગર સ્ટેશન અહીં વહેંચાતી ચા માટે પ્રખ્યાત છે.આ ચા ની ચાપતી નહિં,પણ તેમા પડતું દૂધ ખૂબ જ અલગ હોય છે.અલગ એટલે કારણ કે નામથી અનુરુપ તેમાં ઉંટનાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.

છોલે ભટૂરે (જલંધર ,પંજાબ) : આમ તો આખા પંજાબમાં છોલે ભટૂરે ખાવામાં આવે છે.પણ જલંધર સ્ટેશન પર વહેંચાતા છોલે ભટૂરે ખૂબ જ સ્વાદિષ્ટ છે.આ જ તો કારણ છે કે અહીથી પસાર થતા દરેક યાત્રી તેના વખાણ કરતા નથી થાકતા.

ચિકન કટલેટ (હાવડા,પશ્ચિમ બંગાળ) : અંદરથી મુલાયમ અને બહારથી ક્રિસ્પી,હાવડાનાં આ ચિકન કટલેટ ખૂબ સ્વાદિષ્ટ માનવામાં આવે છે.અહીનાં લોકલ નિવાસી તો તેને શોખથી ખાય જ છે,સાથે જ બહારથી આવનાર યાત્રીઓ વચ્ચે પણ તેની સારી એ વી લોકપ્રિયતા છે.


કોઝિકોડ હલવા (કાલીકટ,કેરળ) : કોઝિકોડ હલવો કાલીકટમાં ખૂબ પ્રસિદ્ધ છે.અહી આવનાર દરેક પર્યટક કેળાની વેફર અને કોઝિકોડ હલવો પોતાની સાથે જરૂર લઈ જાય છે.જો તમે આ રસ્તાથી પસાર થઈ રહ્યા છો તો કાલીકટ સ્ટેશન પર પણ આ સરળતાથી ઉપલબ્ધ છે.


પોહા (રતલામ,મપ્ર) : ભારતમાં સવારનાં નાસ્તામાં પૌઆને ખાસ જગ્યા આપવામાં આવી છે.મધ્યપ્રદેશનાં માલવા ક્ષેત્રમાંથી નિકળેલા આ નાસ્તાને લોકો ખૂબ પસંદ કરે છે.જો તમે રતલામ સ્ટેશનથી પસાર થઈ રહ્યા છો તો પૌઆ ખાધા વગર આગળ બિલકુલ પણ ન વધતા.


રબડી( આબૂ રોડ,રાજસ્થાન) : જ્યાં દૂધ-દહીંનું જમવાનુ હોય ત્યાં મીઠામાં રબડી વહેંચાવી તો સ્વભાવિક છે.રાજસ્થાનમાં પણ રબડી પ્રમુખતાથી વહેચાય છે.દૂધનો માટીનાં પ્યાલામાં પકાવીને કુલ્હડમાં પીરસવામાં આવે છે.ક્યારેય આબૂરોડથી પસાર થવાનું બને તો રબડી જરૂર ચાખજો.

Exit mobile version