ખામોશી – એક અધુરી પ્રેમ કહાની (એક હ્રદયસ્પર્શી વાર્તા)

ચુપકીદી કઈક એવી હતી તારી અને મારી,
હવે મારો એક એક શ્વાસ રહેશે તારી યાદો ને આભારી,
કાશ, હું સમજી શકી હોત તારી આંખો ની ભાષા,
હવે મારો પણ જીવ લઇ ને જશે ખામોશી મારી.

કહેવાય છે કે પ્રેમની મજ્જા ત્યારેજ આવે જયારે પ્રેમ બંને બાજુથી થાય છે ત્યારે. અહિયાં વાત એક તરફના પ્રેમની નથી. જયારે પ્રેમ થાય છે પણ એ પ્રેમ એકરાર સુધી પહોંચે એની મજા લેવી પણ પ્રેમ જ તો છે. પરંતુ આ વાર્તા વાંચીને એમ થશે તમને કે તમે જેને પ્રેમ કરો છો એનો તત્કાલીક ઈઝહાર કરો. ના કરો તો કદાચ જે પ્રેમ તમારો છે એ જતો રહેશે. હા પણ જો તમારા નસીબ બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન જેવા હોઈ તો તમારો શું બીજા સાથે લગ્ન કરવા જઈ રહેલી છોકારીઓ પણ એમનો પ્રેમ છોડીને જેમ શાહરુખ ખાનને પરણે છે એમ પરણી જાય. વાહ તમે તો ખોવાઈ ગયા તમે ક્યારેય રીયલ લાઈફમાં એવું જોયું છે કે કોઈના લગ્ન બીજે થતા હોઈ જાન આવી ગઈ હોઈ અને હેરોઈન મંડપ છોડી ને તમારી સાથે પરણી જાય. નહિ ને???? આ વાર્તા ઉપરની વાતથી તદન અલગ છે. તમે ખુદ વાંચી લો.

સ્ટોરી :
મેથ્સનો લેકચર હતો, એ મારી બાજુની બેંચ માં બેસતો, જ્નરલ્લી હું તેને નોટીસ નતી કરતી પરંતુ પહેલી વાર મારી નજર એના પર પડી જ્યારે ક્લાસમાં બધા લોકો જોરજોરથી હસવા લાગ્યા. એ એકધારું મારી સામે જોયા કરતો, અચાનક એના માથા પર સન્ન કરતો ચોક નો કટકો ઉડતો ઉડતો આવીને વાગ્યો, અને સર એ એને પૂછ્યું, હું અહિયાં લો ઓફ એવ્રેજીસ ભણાવું છું, તું એકલો એકલો શું ભણે છે??? અને પાછળની બેંચ પરથી અવાજ આવ્યો સર…. ‘લો ઓફ એટરેક્શ્ન’, અને તે ક્લાસ છોડી ને જતો રહ્યો.પાછળથી મને ખબર પડી એ કોઈની સાથે વાત નતો કરતો, એના કોઈ ફ્રેન્ડસ નહતા, એ કોલેજ બે કારણો થી આવતો એક તો મારા માટે અને બીજું મારા માટે.

આ વાત ને 4 વર્ષ વીતી ગયા, હું કોલેજ પછી મારા પાપાના ડીવીડી લાઈબ્રેરીમાં કામ કરતી હતી, મારી સગાઇ તૂટી હતી, હું ડીપ્રેસ રહેતી હતી, હું સાદગીમાં રહેવામાં માનતી હતી અને મારા મંગેતરને હોહા-શોષા ટાઇપ મોડર્ન છોકરી જોઈતી હતી.. એણે મને ઘણી બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને એ બદલાવ પસંદ નહતો, હું જેવી છું એવી મને કોઈ પ્રેમ કરે મને બદલીને કોઈ કઈ રીતે પ્રેમ કરે?. આખરે એ થાકી ગયો અને સગાઇ તોડી નાખી.. પાપા એ મને લાઈબ્રેરીમાં કામે લગાડી, એ દિવસે એક વ્યક્તિ આવ્યો, કાઉન્ટર પર આવી ઉભો રહ્યો, હું વિચારોમાં ખોવાયેલી હતી અને એ મારી સામે જોતો ઉભો રહ્યો, મારું ધ્યાન ભંગ થયું એટલે મેં પૂછ્યું, શું જોઈએ છે??? ધ્રૂજતા ધ્રૂજતા અવાજે તેણે કહ્યું, રામલીલાની ડીવીડી મળશે?, મેં આપી અને એ પૈસા આપી જતો રહ્યો,, છૂટા પાછા લેવા પણ ના ઉભો રહ્યો.

બે દિવસ પછી એ ફરી આવ્યો, હવે હું થોડી નોર્મલ થવા લાગી હતી, આ વખતે ઈશ્ક-ઝાદેની ડીવીડી માંગી, મેં સહજતા પૂર્વક પૂછ્યું, તમને લવ સ્ટોરીસ ગમતી લાગે છે, જવાબ આપ્યા વગર એ જતો રહ્યો પણ દરવાજે પહોંચીને મારી સામે જોઈ સ્માઈલ કર્યું. જાણે એ મને ઓળખતો હોઈ એવું લાગ્યું અને સાથે એવું પણ લાગ્યું કે હું પણ એને ઓળખું છું. ફરી બે દિવસ પછી એ અમારી લાઈબ્રેરીમાં આવ્યો ડીવીડી લઇ જતો રહ્યો, આ તો એ જ છે? સમર – રીના એ મને કહ્યું, [રીના, મારી સગાઇ તૂટી હતી એટલે મને મળવા આવી હતી]
કોણ છે??
અરે એજ છોકરો જે કોલેજમાં તારી પાછળ ગાંડો હતો, તને જોયા કરતો અરે પેલો ‘લો ઓફ એટરેક્શ્ન’ વાળો, એ અહિયાં શું કરે છે?
મેં કહ્યું કે, એ તો રેગુલર કસ્ટમર છે, પહેલા પણ આવતો હશે.

મેં રીના ની વાત પર ધ્યાન ના દીધું, પરંતુ સી.આઈ.ડી.[સીરીઅલ]ની હાર્ડ-કોર ફેન રીના, રજીસ્ટર લઈને આવી ને કહે જો આમાં આના નામની એન્ટ્રી ક્યાં છે બતાવ, રીના, આ તો તે દિવસથીજ અહિયાં આવે છે જ્યારથી મેં અહિયાં આવવાની શરૂઆત કરી.

ચાર વર્ષ પછી મેં એને જોયો ઓળખીના શકી. સાલી રીનાડી મારા મનમાં ઘણા સવાલો નાખતી ગયી, કેમ ફરી આવ્યો હશે? આ એક સંયોગ છે કે પછી? એ હજુ મને એટલોજ પ્રેમ કરતો હશે? પ્રેમ કરતો હશે કે નહિ? મારું જીવન યુ-ટર્ન લઇ રહ્યું હતું, હું ફરી તેના આવવાની રાહ જોઈ રહી હતી. વાત ને બે દિવસ વીતી ગયા, હું દરવાજા સામે એની રાહ જોઈને બેઠી હતી, એ આવ્યો આવી ને કાઉન્ટર પાસે ઉભો રહ્યો, મેં પણ નક્કી કર્યું હતું કે એ કાઈ બોલી નથી રહ્યો તો હું શું કામ પહેલ કરું? કદાચ મારા મનમાં ઉઠેલા સવાલો ખોટા હોઈ શકે? પણ મેં તેની બધી હરકત માર્ક કરવાનું ચાલુ કર્યું.. સિલસિલો આમનેમ ચાલતો રહ્યો. તેની ખામોશી, વર્તન અને વ્યવહાર મને પસંદ આવવા લાગ્યા, તેની રાહ જોવી મને ગમવા લાગી, તેના આવવાના બે મિનીટ માટે પણ ત્યાં હોવું એ અહેસાસ મને ગમવા લાગ્યો, પણ એની સાથે વાત કરવાની હિમ્મત ના થઇ.

જાણે આ અમારું રૂટીન બની ગયું, એ ડીવીડી લેવા આવે મારી સામે જુવે ને જતો રહે, એની ખામોશી મારો જીવ લેતી હતી, આખરે કોઈ માણસ આટલી ધીરજ કઈ રીતે રાખી શકે?, પ્રેમ કરે છે તો કહેતો કેમ નથી? અને નથી કરતો તો અહિયાં શુકામ આવે છે? મારાથી ના રહેવાયું, મેં મારી ખામોશી તોડવા નું નક્કી કર્યું,,, એક દિવસ તે આવ્યો, પૈસા આપ્યા મેં તેનો હાથ પકડીને પૂછ્યું, તું સમર છે ને મારી સાથે કોલેજ માં ભણતો એજ? મારી સામે જોયું, એની આંખમાંથી આંશુ સારી પડ્યા મારો હાથ છોડાવી એ રાબેતામુજબ જતો રહ્યો પછી એ પાછો ના આવ્યો. મારા મનમાં લાખો સવાલો ઉમટ્યા, હું આકુળ-વ્યાકુળ થઇ ગયી, મહિનો જતો રહ્યો એના આવ્યો, આ વાતને બે મહિના વીતી ગયા, રીના આવીતી અને મેં રીના ને આખી વાત કરી, પાગલ છે, એ તને એટલો પ્રેમ કરે છે તો તે એને જવા કેમ દિધો. તારે એને વાત કરવી હતી ને કે તું પણ એને પ્રેમ કરે છે, ડફોળ બે મહિના થઇ ગયા તું મને કહેતી પણ નથી, એને રજીસ્ટરમાંથી એનો ફોન નંબર ગોત્યો, વાત કરી અને મને એનું એડ્રેસ આપ્યું. કહ્યું એના મમ્મી હતા ફોન પર એમને બીજું તો કઈ કહ્યું નહિ આ એડ્રેસ આપ્યું છે.

હું તેના ઘરે પહોંચી, આવ હીના, એના મમ્મી એ મને આવકાર આપ્યો ને હું આશ્ચર્ય-ચકિત થઇ જોયું તમે મને કઈ રીતે ઓળખો છો?, સમર તને ખુબ પ્રેમ કરતો હતો, આખો દિવસ તારી જ વાતો કરતો, ફેસબુકમાં તારા ફોટોસ બતાવતો,,,,મને સમજાયું નહિ, મારી જ વાતો કરતો.. મતલબ એ ક્યાં છે? કેટલા દિવસ થી આવ્યો કેમ નથી. એની તબિયત તો સારી છે ને?

બેટા, એ તો આ દુનિયા છોડી જતો રહ્યો, શું?? શું?? શું વાત કરો છો તમે?? દુનિયા છોડી જતો રહ્યો શું કેહવા માંગો છો??? હું ત્યાજ ભાંગી પડી, રડતા રડતા મેં પૂછ્યું શું કામ?? કઈ રીતે કયારે બન્યું??? સમર ને લંગ-કેન્સર હતું અને આ વાત ની એને બે વર્ષ પહેલા ખબર પડી જયારે તારી સગાઈ થયેલી એ જ દિવસે, અને 10 દિવસ પહેલા એ આ દુનિયા છોડી જતો રહ્યો, હું મારી જાતને નિયંત્રણમાં ના રાખી શકી અને બેશુદ્ધ થઇ ગયી. હોશ માં આવી મેં સમરના મમ્મીને પૂછ્યું કે સમરનો રૂમ ક્યાં છે, હૂં ભાગતી ભાગતી તેના રૂમમાં ગયી, આમતેમ ભાગીને બધું ફંફોળવા માંડી, આખરે તેના કમ્પ્યુટર ડ્રોવર માંથી બધી ડીવીડીઓ મળી, જે તે મારા ત્યાં લેવા આવતો, છેલ્લી પાંચ ડીવીડીઓ ખોલી ને જોવા લાગી, મેં એ ડીવીડીમાં મારા પ્રેમ નો એકરાર કરતી ચિટ્ઠીઓ રાખી હતી જે વાત ની એને ખબર પણ ના પડી, રડતા રડતા મારી જાત ને કહેવા લાગી કે, હું તેને પ્રેમ કરું છું એ વાતનો તેને અહેસાસ પણ ના થયો, એ લાગણીની એક ક્ષણ પણ એ જીવી ના શક્યો. હે ભગવાન તું આટલો ક્રૂર કઈ રીતે થઇ શકે.

મારા વિષે તેને બધીજ તેને ખબર કેમ પડી? મારી સગાઇ તૂટી પછીજ તે મારા જીવનમાં ફરી કેમ આવ્યો???
ઘણા બધા અણ-ઉકેલ કોયડા સાથે પાછી આવી અને આજીવન મારી જાતને મારી ખામોશી માટે કોસતી રહી, અને આના લીધેજ મેં ક્યારેય લગન પણ ના કર્યા, બસ,,, જે પણ કઈ હતી એની યાદ ને જ મારું જીવન બનાવી લીધું..

વાર્તાની શરૂઆતમાં લખેલી પંક્તિઓ હવે તમને સમજાશે.
ચુપકીદી કઈક એવી હતી તારી અને મારી,
હવે મારો એક એક શ્વાસ રહેશે તારી યાદો ને આભારી,
કાશ, હું સમજી શકી હોત તારી આંખો ની ભાષા,
હવે મારો પણ જીવ લઇ ને જશે ખામોશી મારી.
કહેવાનો મતલબ એજ છે કે, જયારે તમે પ્રેમમાં હો ત્યારે દિલ ખોલીને ઈઝહાર કહો, ક્યાં પતા કાલ હો ના હો…
– અનિરુદ્ધ ત્રિવેદી

ટીપ્પણી