ખાલીપો – ડૉક્ટરને પ્રેમ થયો એક સામાન્ય નર્સ સાથે પણ નર્સના જીવનમાં નથી જગ્યા પ્રેમ માટે…

“પૂજા બેડ નંબર દસ ના દર્દી ને દવા આપી” હા સર ” સાર હવે હું જાવ છું મારી ડયુટી ઓવર ઓકે ને રોહિત પૂજા ને કોણ જાણે જવા દેવા માગતોજ ના હોય તેમ તાની સાથે બીજા દર્દી ની વાત કરવા લાગ્યો ને એટલા માં પૂજા બોલી સર મારી કાલે મોર્નિંગ છે,હું સવારે આવીશ

રોહિત એટલે ડોક્ટર રોહિત, એક નામાંકિત સિવિલ હોસ્પિટલ મા ફરજ બજાવતા જુનિયર ને પૂજા એટલે પહેલા વર્ષ ની નર્સિંગ સ્ટુડન્ટ, એકદમ નાજુક શરમાળ ને નાની નાની લાગતી ભોળી છોકરી નર્સિંગ ના પહેલા દિવસે હોસ્પિટલ મુલાકાત દરમિયાન રોહિત સાથે પરિચય થયો ,પૂજા નાદાન બધા ડોક્ટરો સાથે વાતો કરે,બધાને ગમી જાય એવી,આજે એક મહિના પછી એની ડયુટી બાળકો ના વોર્ડ માં ડોક્ટર રોહિત ના અંડરમાં હતી,રોહિત પૂજા ને જોઈ ખુશ થઇ જાય છે,પણ પૂજાને તેનો અણસાર આવવા દેતો નથી,

હવે તો રોજ રોહિત જલ્દી વોર્ડમાં જતો પૂજા સાથે અલક મલક ની વાતો કરતો ને વાતો વાતો મા જાણી લીધું કે પૂજા કોણ છે ક્યાંથી આવે છે રોહિત શરમાળ ને ગંભીર એટલે બહુ કોઈની સાથે વાતો ના કરે પણ પૂજા ને જોઈ એને વાતો કરવાનું મન થતું, પૂજાની જે વોર્ડ મા ડયુટી બદલાય તે વોર્ડમાં જઈ એકવાર પૂજા ને જોઈ લેતો આ સિલસિલો વર્ષ સુધી ચાલ્યો .

પૂજાને સહેજપણ એવો અંદાજ નથી કે રોહિત એને પસંદ કરે છે.,ને એક દિવસ પૂજા હોસ્પિટલ મા સવારે મોર્નિંગ મા ડયુટી પર જવા દાદર ચડતી હતી ,ત્યાંજ રોહિતે વચ્ચે રોકી, “પૂજા હું તને પ્રેમ કરું છું” તને પસંદ કરું છું, હા સર પણ મને મારા મમ્મી પપ્પા એ અહીં ભણવા મોકલી છે,હું ગરીબ ઘરની છોકરી છું, સર ગરીબ ને પ્રેમ કરવાનો કે પ્રેમ ના સપના જોવાનો અધિકાર નથી હોતો,”અને હા સાર”

તમે ડોક્ટર છો, હું નર્સ છું તમે કોઈ ડોક્ટર છોકરી પસંદ કરો એજ સારું, “પૂજા પૂજા” તું સમજ એવું નાં હોય હું તને પ્રેમ કરું છું” તું મને ગમે છે બસ મારે આગળ કંઇજ નથી વિચારવાનું તારું નર્સિંગ પૂરું થાય એટલે આપણે પોતાની એક ક્લિનિક ખોલીશું ને આપણે બને સાથે ચલાવીશું સાથે જીવીશું,

પૂજા ના મગજ મા રોહિત ની કોઈ વાત ના ઉતરી કે એને પ્રેમ ના નામે કોઈ ફીલિંગ પણ ના આવી,ને પૂજા એની વાત સાંભળી જતી રહી, પૂજાની ઉમર સત્તર વર્ષ ની હોસ્ટેલમા સૌથી નાની બધા ની લાડકી બધા ને ખબર કે એના મન મા કોઈ ના માટે કોઈ પાપ નહિ, પૂજાએ રોહિત ની વાત કોઈને નહિ કરી કારણ એના મગજ માજ રોહિત નોહતો, પણ રોહિત 24 નો હતો મેચ્યોર્ડ હતો પ્રેમ શું છે એ એને ખબર હતી

પૂજાની ગરીબી એ એની પ્રેમની ફિલિગ ને પણ કદાચ મારી નાખેલી એટલે એને એના પપ્પા ના શબ્દો જ યાદ આવતા કે બેટા તું ખુબ સારું ભણજે તારા પગ ઉપર ઉભી રહે તો તારે કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે ને પૂજા ને એ વાત ગળે ઉતરી ગઈ,ને એણે બસ ભણવા માજ ધ્યાન આપ્યું કદાચ એટલેજ રોહિત ની વાત એને અસર ના કરી રોહિત ની વાત ને એક અઠવાડીયું થઇ ગયું,

પણ પૂજા માં એના કોઈ ફિલિંગ ના આવ્યા ને એક દિવસ અચાનક પૂજા જે વોર્ડ માં જોબ કરતી હતી ત્યાં રોહિત પોહચી ગયો ,ને પૂજા ને કહેવા લાગ્યો ‘પૂજા બોલ તે શું વિચાર્યું” અરે સર મેં પહેલા પણ કીધું છે ને અત્યારે પણ કહું છું હું ફક્ત અહીં ભણવા આવી છું, પૂજા હું તારા વગર નહિ રહી શકું!!! તો હું શું કરું??

પૂજા પ્લીઝ તું હા પાડી દે ,પૂજા કંઇજ ના બોલી પણ બીજા દિવસે રોહિતે એને કહી દીધું કે તું ના પાડીશ તો જુ આ હોસ્પિટલ છોડી જતો રહીશ, પૂજા કહે જતા રહો !!! ને સાચેજ રોહિતે બીજા દિવસે હોસ્પિટલ છોડી દીથી, પૂજા હોસ્પિટલમાં ગઈ એટલે એને ખબર પડી કે રોહિત સર જતા રહ્યા પણ મારા લીધે ????

એ વાત નું એને દુઃખ થયું એને એની સહેલી ને વાત કરી એની સહેલી એ કીધું તું પાગલ છે આવો ડોક્ટર ને સાચો પ્રેમ કરનાર તને કોણ મળત પાગલ!!, ને પૂજા ને પેહલી વાર એવું લાગ્યું કે કૈક ખૂટે છે!! એક ખાલીપો લાગ્યો એની આંખમાંથી આશું આવી ગયા ..

ગરીબી ને મજબૂરી ને જવાબદારી ઓ માણસને પ્રેમ નો એકરાર પણ નથી કરવા દેતી ને પૂજા એ નર્સિંગ પૂરું કર્યું ,પણ રોહિત ની યાદો ને એણે કાયમ દિલમાં દબાવી દીધી આ વાત છે 35 વર્ષ પહેલાની ત્યારે કોઈ ફોન નોહતા કે એકબીજા ની ખબર પડે કે રોહિત ક્યાં છે ??? પૂજા નોકરી કરે છે સેટ છે પોતાના માં બાપે બતાવેલ છોકરા સાથે લગ્ન કરી ખુશ છે અત્યારે બધી પરિસ્થિતિ સારી છે પોતાના પરિવારમાં ખુશ છે પણ આટલા વર્ષે પણ એ વાત યાદ આવતા એક ખાલીપો જે હતો એ એનો એજ રહે છે પૂજા પણ રિટાયર્ડ થવાની ઉંમર મા છે હવે તો રોહિત નો ચેહરો પણ યાદ નથી પણ એણે કરેલો પ્રેમ પહેલો એકરાર યાદ છે ને મારા ના કહેવાથી એણે છોડી દીધી હોસ્પીલ એ યાદ છે ને એ ખાલીપો હજુ પણ છે.

લેખક..નયના નરેશ પટેલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ