જો તમે આજથી જ આ વસ્તુનું સેવન કરશો દાંતની પીળાશ થઇ જશે દૂર, સાથે આ બીમારીઓમાં પણ મળશે રાહત

ખજૂર ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે, ખજૂર સ્વાદમાં મીઠા છે અને તે શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે, ખજૂરમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, પ્રોટીન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક અને સલ્ફર જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે. ખજૂર આપણા દાંત માટે પણ ખુબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ખજૂર ખાવાથી થતા ફાયદાઓ વિશે.

image source

– જો તમારા દાંત નબળા છે તો તમારે ખજૂર ખાવા જ જોઇએ કારણ કે ખજૂરમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે જે દાંત મજબૂત બનાવે છે.

– તમારા દાંત સ્વસ્થ રાખવા માટે દરરોજ ચાવીને ખજૂર ખાવા જોઈએ.

– ખજૂર ખાવાથી દાંતનો સડો અને દાંતની પીળાશ દૂર થાય છે, ખજૂર દાંતમાં થતો તીવ્ર દુખાવો પણ દૂર કરે છે.

image source

– ખજૂરમાં ફાઇબર ભરપૂર હોય છે, જે તમારી પાચન શક્તિને સાફ કરવામાં ઉપયોગી છે. જો પાચન સારું રહેશે, તો કબજિયાતની ફરિયાદ નહીં રહે. દરરોજ ખજૂર ખાવાથી તમે પાચનની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો, સાથે જ પેટના દુખાવા અને ગેસની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો.

image source

– ખજૂરમાં હાજર ફાઇબર તમારા હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. ખજૂરમાં પોટેશિયમ પણ હોય છે, જે હાર્ટ એટેકના જોખમને મોટા પ્રમાણમાં ટાળી શકે છે, તેથી હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ખજૂર ખાઓ.

– ખજૂરમાં ઘણું મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે હૃદય રોગ (લોહી ગંઠાઈ જવા), નિયોપ્લાસિયા અને અલ્ઝાઇમર જેવા રોગોને દૂર કરવામાં મદદગાર છે.

image source

– મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. વધુ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ખજૂરમાં હાજર પોટેશિયમ ફાયદાકારક હોઈ શકે છે. ઘણા લોકો સવાલ કરે છે કે હાઈ બીપીમાં શું ખાવું જોઈએ અને બ્લડ પ્રેશરને શું નિયંત્રિત કરી શકે છે. અનિયંત્રિત લોહીને નિયંત્રિત કરવામાં ખજૂર ફાયદાકારક હોય છે.

– લાલ રક્તકણો અને આયરનની ઉણપના કારણે ઘણા લોકો એનિમિયાથી પીડાય છે. એનિમિયા એટલે શરીરમાં લોહીનો અભાવ.ખજૂરમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. આવી સ્થિતિમાં એનિમિયાના ઉપચાર માટે ખજૂર જરૂરી છે. દરરોજ ખજૂર ખાવાથી શરીરમાં આયરનની ઉણપ પુરી થાય છે.

image source

– ખજૂરમાં તમામ વિટામિન્સ હોય છે જે નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે. આ વિટામિન્સ નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરે છે. એટલું જ નહીં તેમાં હાજર પોટેશિયમ મગજને સજાગ અને સ્વસ્થ રાખે છે. નર્વસ સિસ્ટમ સુધારવા માટે ખજૂર ફાયદામંદ ખોરાક હોઈ શકે છે.

– આયરનથી ભરપૂર ખજૂર માતા અને આવનાર બાળક બંને માટે ખૂબ ઉપયોગી છે. ખજૂરમાં હાજર ન્યુટ્રિશનલ એલિમેન્ટ્સ ગર્ભાશયની માંસપેશીઓને મજબૂત કરવાનું કામ પણ કરે છે. ખજૂર માતાના દૂધમાં આવશ્યક પોષક તત્વો પણ પુરા પાડે છે. તે ડિલિવરી પછી થતા રક્તસ્રાવની પણ ભરપાઈ કરે છે.

image source

– વિટામિન સીથી ભરપૂર ખજૂર ત્વચાને લચીલી રાખે છે અને તેને નરમ બનાવે છે. ખજૂરમાં હાજર વિટામિન બી 5 પણ સ્ટ્રેચ માર્ક દૂર કરવામાં અસરકારક છે. આટલું જ નહીં, તે વાળને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન બી 5 ની ઉણપને કારણે વાળ નબળા અને ખરાબ થવા લાગે છે. તેથી ખજૂર ખાવાથી દરેક સ્વાસ્થ્ય સમસ્યા દૂર થાય છે.

image soucre

– શિયાળાના દિવસોમાં ઠંડીના કારણે શરદી, ઉધરસ અને કફની સમસ્યા થવી સામાન્ય છે. ખજૂર ખાવાથી આ સમસ્યા દૂર થાય છે અને શરીર પણ ગરમ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત