“ખજુરના લાડુ”- શિયાળામાં ખજુર ખાવી ખુબ જરૂરી છે, જો ઘી અને ખજુર કોઈ ના ખાટું હોય તો આ ટ્રાય કરો..

“ખજૂરના લાડુ”

સામગ્રી :-

ઠળીયા વગરની ખજુરનુ પેકેટ ૧ ,
મેરીગોલ્ડ બીસ્કિટનુ પેકેટ ૧/૨,
બારીક સમારેલા સૂકોમેવો.

રીત :

૧. સૌપ્રથમ ખજૂર ને મીક્ષર માં ક્રસ કરી લો,

૨. પછી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રસ કરેલ ખજૂર ને ૫ થી ૭ મીનીટ માટે બરાબર હલાવતા રહી ને શેકો,

૩. ત્યાર બાદ ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી તેમાં ક્રસ કરેલ બિસ્કિટ નો ભૂકો અને સૂકોમેવો બરાબર મિક્સ કરવું,

૪. ત્યારબાદ આ મિશ્રણ બહુ ગરમના હોય ત્યારે જ લાડૂ વાળવા.

રસોઈની રાણી : સ્મિતાબેન રાજેશભાઈ પટેલ.

આ લાડુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.