“ખજુર અંજીર રોલ” – શિયાળામાં ખાસ બનાવો, બાળકોને તો ખુબ જ ભાવશે…

શિયાળા ની ગુલાબી ઠંડી શુરુ થઇ ગઈ છે .. ધાબળા માં સુતા રેહવાની મજા, તાપણા માં હલકા શેકતા હાથ , ગરમા ગરમ રોટલા અને ઘર નું તાજું માખણ .. શિયાળા માં મને આ બધું બહુ ગમે.. તમારું ફેવરીટ શું છે આ season માં …

શિયાળો પોતાની સાથે ઘણું લઇ ને આવે .. આંદ્દાયક ઋતુ ની સાથે તાજા મજા શાક, ફળો અને આપણી health પણ. કેહવાય છે કે શિયાળા માં જો health સારી બનાવી લિયે તો આખું વર્ષ સરસ જાય . પણ આજ ના જમાના માં બાળકો ને પોષ્ટિક આહાર આપવો સેહ્લો નથી. Pizza અને pasta ના યુગ માં બાળકો ને આકર્ષિત કરવા થોડા tricky બનવું પડે.

આજે હું આવી જ એક બાળકો અને મોટા બેય ને પસંદ પડે એવી અને બનાવામાં સાવ સેહ્લી એવી પોષ્ટિક વાનગી અહી
બતાવીશ …

સામગ્રી:

 ૨૦૦gms સુકા અંજીર,
 ૨૦૦gms ખજુર,
 ૧/૨ કપ બાદમ, બારીક સમારેલા,
 ૧/૨ કપ મોળા પીસ્તા, બારીક સમારેલા,
 ૧/૨ કપ અખરોટ, બારીક સમારેલા,
 ૨ ચમચા dessicated Coconut,
 ૨ ચમચી ઘી,

રીત :

સૌ પેહલા અંજીર ને હુફાળા પાણી માં ૧૦-૧૫ min પલાળી દો. આમ કરવાથી અંજીર સાફ પણ થઇ જશે અને નરમ પણ, જે crush કરવા માં સરળ પડે . હવે અંજીર ને એક મુલાયમ કપડા થી હલકા લુછી લો. નાના બારીક સમારવા ..

ખજુર ના ઠળિયા કાઢી બારીક સમારવી.

 

મીક્ષર ગ્રીન્ડેર ની મદદ થી ખજુર અને અંજીર ને grind કરો. એક નોન stick લોયા માં dessicated coconut ને ૧૦-૧૨ સેકન્ડ માટે ગરમ કરી લો. એક ડીશ માં રાખી લો.

હવે લોયા માં ઘી ગરમ કરો અને બારીક સમારેલા બધા જ સુકામેવા ને શેકી લો … શેકાય જશે એટલે સરસ સુગંધ આવશે .

હવે આ લોયા માં crush કરેલા ખજુર અને અંજીર મિક્ષ કરો. જ્યાં સુધી બધું બરાબર ભળી ના જાય શેકો ધીમા ગસ પર.

બાંધેલા લોટ જેવું થઇ જશે . ગેસ બંધ કરી થોડું ઠંડુ થવા દો. જો આ મિશ્રણ ઢીલું લાગે તો એમાં થોડો બિસ્કીટ નોભૂકો ઉમેરી શકાય.

હાથ માં થોડું ઘી લઇ એને લાંબા cylinder જેવું આકાર આપો.

શેકેલા desiccated coconut માં રગદોળી દો. ખસખસ પણ વાપરી શકાય .

૨-૩ કલાક ફ્રીઝ માં રાખી લો.

ધારદાર છરી થી કાપો અને બસ આ સ્વાદિષ્ટ રોલ તૈયાર ..

તમને આ સરળ અને પૌષ્ટિક રોલ પસંદ પડે તો જરૂર થી like અને comment કરશો ..

રસોઈની રાણી : રૂચી શાહ (બેંગ્લોર)

શેર કરો આ ખુબ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમારા મિત્રો સાથે. વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી