“ખજુર આંબલીની ચટણી” – શું તમે પણ આવી રીતે જ બનાવો છો ??

“ખજુર આંબલીની ચટણી”

સામગ્રી :

ગોળ – 1/4 કપ,
આમલી – 1/4 કપ (50 ગ્રામ ),
ખજુર- 8-10,
લાલ મરચું પાવડર -1/2 tsp,
સેકેલું જીરું / જીરા પાવડર -1/4 tsp,
સુકવેલ આદુ નો પાવડર -1/4 tsp,
મીઠું જરૂર મુજબ,

રીત :

આમલી ને થોડા એવા ગરમ પાણી માં 20 મિનીટ સુધી પલાળી રાખો. ગોળ ને પાણી માં ઓગાળો તેમજ તેને ગાળી લો. ખજુર માંથી ઠળિયા કાઢી નાખો. એક પેન માં ગોળ, આમલી તેમજ ખજુર ને પુરતું પાણી લઇ ઉકાળો. તેમાં મીઠું , લાલ મરચું પાવડર , જીરા પાવડર તેમજ સુકવેલ આદુ પાવડર નાખો તેને ધીમા તાપે ઉકાળવા દેવું જ્યાં સુધી ઘટ્ટ થાય .હવે તેને સરખી રીતે મેશ કરી દેવું. ઠંડુ થવા દો . હવે તેને ગરણી વડે ગાળી લેવું ગાળતી વખતે તેને મેશ કરતા રેવું બને તેટલો પલ્પ કાઢી લેવો. એક એર ટાઈટ ડબ્બા માં ભરી તેને ફ્રીજ માં મૂકી દેવી આ ચટણી 15 થી 20 દિવસ સુધી ફ્રીજ માં રાખી સકાય છે. આ ચટણી ભજીયા, સેન્ડવીચ કે પછી કોઈ પણ ચાટ કે ભેળ બનવા માં ઉપયોગ માં લઇ શકાય છે.

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી