ખજૂર આંબલીની ચટણી – ભજીયા , ભેળ ને દાબેલી સાથે ટેસ્ટી લાગતી ચટણી નોંધી લો….

ખજૂર આંબલીની ચટણી

સામગ્રી:

  • 250 gm સિડલેસ ખજૂર,
  • 100 થી 150 gm દેશી ગોળ,
  • 50 gm આંબલી,
  • મીઠું – સ્વાદાનુસાર,
  • મરચું – સ્વાદાનુસાર ,
  • ગરમ મસાલો – જરૂર મુજબ,
  • પાણી – અંદાજે 1 1/2 ગ્લાસ.

રીત:ખજૂર, આંબલી અને ગોળને 1 થી 1 1/2 ગ્લાસ પાણીમાં બાફી લો.પછી એમાં મરચું, મીઠું, ગરમ મસાલો ઉમેરીને બ્લેન્ડ કરો. અને ગાળી લો. આપણી ભેળ માટેની એકદમ રિચ ચટણી તૈયાર છે. Always store it in fridge.

ટીપ:

બટેટા વડા, ભજીયા કે સેન્ડવિચમાં આ ચટણી વાપરતી વખતે થિક લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી