શિયાળામાં વાળની શુષ્કતા અને ખોડાથી પરેશાન છો? આજથી જ અપનાવો આ સરળ ઉપાય…

શિયાળાની ઠંડી ગમતી દરેકને હોય છે પણ એ ઠંડકની અસર આપણી સ્કીન પર ઊંધી થતી હોય છે. ઘણા એવા લોકો હશે જેમને શિયાળામાં હોઠ ફાટવા, હાથ પગની ચામડી ખેચાવી, વાળમાં ખોડો થવો વગેરે જેવી અનેક સમસ્યા લગભગ દરેકને થતી જ હોય છે. આજે આ લેખથી અમે તમને શિયાળામાં વાળમાં થતી તકલીફમાંથી કેવીરીતે રાહત મેળવવી એ જણાવીશું.
શિયાળામાં ખોડો થવો એ લગભગ દરેકની સમસ્યા હોય છે. શિયાળામાં જ્યાં આપણી ચામડી જ સુકી પડી જતી હોય ત્યાં આપણાં વાળની હાલત તો બહુ દયનીય હોય છે. આના કારણે આપણા વાળના મૂળ નબળા થઈ જાય છે અને ખોડાથી વાળ શુષ્ક થાય છે અને સાથે સાથે માથામાં ખંજવાળ પણ થવા લાગે છે.

આ બધી સમસ્યામાંથી મુક્ત થવા માટે આજે અમે તમને એક સરળ અને સસ્તો ઉપાય જણાવીશું જેનાથી માલિશ કરવાથી તમારા માથામાંથી ખોડાની તકલીફ દૂર થઈ જશે.

તલનું તેલ :
જો તમારા માથામાં ખોડો થવાની તકલીફ છે તો તમારે તલનું તેલ માથાના મૂળમાં લાગવાનું રહેશે અને તેનાથી માલિશ પણ કરવાની રહેશે, આમ કરીને એક કલાક પછી વાળને ગરમ પાણીથી ધોઈ લેવાના રહેશે. આ ઉપાય તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાનો રહેશે. તમે ઈચ્છો તો તેલ લગાવ્યા પછી હોટ રૂમાલ પદ્ધતિ પણ કરી શકો છો. અંતમાં વાંચો કેવીરીતે કરશો આ પદ્ધતિ.

લીમડાનું તેલ :

વાળમાં ખોડો થવા પર લીમડાનું તેલ ઉપયોગમાં લેવું. તેના માટે એક વાટકીમાં એક ચમચી લીંબડાનું તેલ અને એક ચમચી નારિયલનું તેલ લો બંને બરોબર મિક્સ કરો અને તેનાથી વાળમાં ઓછામાં ઓછી પાંચ મિનીટ સુધી માલિશ કરો અને અડધો કલાક પછી વાળને શેમ્પુ અને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવા.

ઓલીવ ઓઈલ :

બે ચમચી ઓલીવ ઓઈલ લો અને તેમાં એક ચમચી હળદર ઉમેરો હવે આ મિશ્રણથી વાળમાં માલિશ કરો અને એક કલાક સુધી એમજ રહેવા ધો એક કલાક પછી વાળને શેમ્પુ અને શુદ્ધ પાણીથી ધોઈ લો આ ઉપાય તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાનો રહેશે.

નારિયલ તેલ :
નારિયલ તેલ એ સામાન્ય રૂટીન લાઈફમાં પણ તમે વાપરી શકો છો આ તેલથી તમારા વાળનો ખોડો દૂર થઇ જશે. આમાં એન્ટી બેક્ટેરિયા અને એન્ટીફંગલ ગુણ હોય છે. નારિયલ તેલને ગરમ કરો અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. આ તેલથી પાંચ મિનીટ સુધી વાળના મૂળમાં માલિશ કરો અને પછી અડધા કલાક પછી વાળને ધોઈ લેવા.

આવો હવે તમને જણાવીએ હોટ ટુવાલ પદ્ધતિ :

આ પદ્ધતિ માટે તમારે પાણીને ઉકાળવાનું છે અને તેમાં એક જાડો ટુવાલ પાળવાનો રહેશે પછી એ ટુવાલને થોડો નીચવી નાખવો અને પછી એ ગરમ ટુવાલમાં તમારા વાળ વીંટી દેવા અને આમ તમે વારાફરતી ૩ વાર કરવું હોય તો કરી શકો.

રોજ આવા જીવન ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધી આર્ટીકલ વાંચો ફક્ત જલ્સા કરો ને જેંતિલાલ પેજ પર. આગળ પણ આવા આર્ટીકલ વાંચવા માટે જોડાઈ રહો અમારા ફેસબુક પેજ સાથે.