તમારા બજેટમાં શાઓમીએ લોન્ચ કરી સ્માર્ટ કિટલી, મોબાઈલથી થશે ઓપરેટ

ટેક બ્રાન્ડ શાઓમી દ્વારા સ્માર્ટફોન ઉપરાંત, ઘણાં ઘરેલુ ઉપકરણો પણ ઓફર કરવામાં આવી રહ્યા0 છે અને હવે કંપની એક સ્માર્ટ ઇલેક્ટ્રિક કિટલી લઈને આવી છે. શાઓમીની MIJIA લાઇનઅપમાં ઉમેરવામાં આવી નવી પ્રોડક્ટ Mijia Multifunctional Smart Electric Kettle. તેની કિંમત 169 યુઆન (આશરે 1,900 રૂપિયા) રાખવામાં આવી છે. હાલમાં તેની ક્રાઉડફન્ડિંગ 139 યુઆનમાં કરવામાં આવી રહી છે.

વધુ વાનગીઓ બનાવવાની સરળ અને સિમ્પલ રીત

image source

નવા MIJIA ઉત્પાદનનો ઉદ્દેશ વધુ વાનગીઓ બનાવવાની સરળ અને સિમ્પલ રીત આપવાની છે. તેમાં 10 અલગ અલગ પાવર એડજસ્ટમેન્ટ સેટિંગ્સ મળે છે અને 100W સ્લો સિમરિંગથી લઈને 1000W હાઇ-પાવર હીટિંગ સુધીની રેન્જ મળે છે. ડિવાઇસ બિલ્ટ-ઇન પ્રોગ્રામ્સ અને વાનગીઓ સાથે આવે છે જેમા ચા, સૂપ અને અન્ય કસ્ટમર વાનગીઓ માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. એટલે કે, તેમાં ઘણી વાનગીઓ સરળતાથી બનાવી શકાય છે.

સિંપલ ટ્રાન્સપરન્ટ ડિઝાઈન

image source

ખાસ વાત એ છે કે શાઓમીની આ સ્માર્ટ ઇલેક્ટ્રોનિક કેટલની ડિઝાઇન એકદમ સરળ છે અને તે પારદર્શક બોડી સાથે આવે છે. તે કોઈપણ સામાન્ય ઇલેક્ટ્રિક કેટલ જેવી લાગે છે પરંતુ તેમાં જોવા મળતી સુવિધાઓ તેને અદ્યતન અને સ્માર્ટ બનાવે છે. શાઓમીએ મલ્ટિફંક્શનલ સ્માર્ટ ઇલેક્ટ્રિક કેટલમાં એક હીટ પ્રિવેન્શન પ્રણાલી પણ રજૂ કરી છે, જેની મદદથી વપરાશકર્તા 45 ડિગ્રી સેલ્સિયસથી 85 ડિગ્રી વચ્ચે તાપમાન રાખી શકે છે.

ક્રાઉડફંડિંગ દ્વારા મદદ કરી શકો છો

image source

શાઓમીની નવી સ્માર્ટ ઇલેક્ટ્રિક કીટલીમાં તાપમાન લગભગ 12 કલાક સુધી જાળવી શકાય છે, જે તેની બીજી એક યુએસપી છે. સ્માર્ટ પ્રોડક્ટ હોવાથી મલ્ટિફંક્શનલ સ્માર્ટ ઇલેક્ટ્રિક કેટલ પણ સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાય છે. આ માટે,MIJIA મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. એપ્લિકેશનની મદદથી, તમે ટાઈમર સેટ કરવા ઉપરાંત રીઅલ ટાઇમમાં તાપમાનને એડજસ્ટ કરી શકશો. જો તમને ઈન્ટરરેસ્ટેડ હોય તો તમે તેને ક્રાઉડફંડિંગ દ્વારા મદદ કરી શકો છો.

શાઓમીના તમામ ફોન પર કંપની આપી રહી છે 70% બાયબેક

image source

શાઓમી પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર સ્કીમ લઇને આવી છે. તેના હેઠળ કંપની ફોનની 70 ટકા કીંમત આપીને બાયબેક કરી રહી છે. કંપનીએ આ સ્કીમને સ્માર્ટ અપગ્રેડ નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ ફક્ત 3 મહિનાથી 15 મહિના જૂના ફોન પર જ લાગૂ છે. તેના હેઠળ કંપની લેટેસ્ટ શાઓમી ફોનના એક્સચેંજ જૂના એમઆઇ અને રેડમી ફોનને એક્સચેંજ કરી રહી છે. કંપની પોતાની વેબસાઇટ પર આ સ્કીમ વિશે જણાવ્યું કે આ સ્કીમ એમઆઇ રેડમીના યૂઝર્સને એક ગેરેન્ટી બાયબેક આપે છે. તેના હેઠળ કંપની એક ફિક્સ અને નક્કી કીંમત પર જૂના ફોનને પરત લેવાની ગેરેન્ટી આપે છે.

70 ટકા સુધીની કિંમત પરત મેળવી શકો છો

image source

આ યોજના શાઓમીના નવા ફોન ખરીદવા પર જ લાગૂ થશે. કંપનીના અનુસાર જો તમે આ પ્લાનનો ઉપયોગ કરો છો તો તમારા પોતાના 4 થી 15 મહિના જૂના ફોન પર 70 ટકા સુધીની કિંમત પરત મેળવી શકો છો. આ બાયબેક કિંમત તમારા ફોનની કંડીશન પર પણ નિર્ભર કરશે. કંપનીએ ખરીદીના મહિનાઓના અનુસાર બાયબેક કિંમત વિશે સ્પષ્ટરૂપથી જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ