જલ્સા કરોને જેંતીલાલ

સ્પેશિયલ કેસર ચાનો મસાલા : દિવસમાં ગમે ત્યારે પીવો આ મસાલા વાળી ચા, થઇ જશો ફ્રેશ…

હેલો ફ્રેન્ડઝ,આજ હુ લાવી છું રાજસ્થાન ની ફૈમસ કેસર ચા મસાલા ની રેસીપી, તમે જો રાજસ્થાન જાવ તો તમને ઠેર ઠેર આ કેસર વાળી ચા પીવા મળશે. તેના માટે રાજસ્થાન જવા ની જરુરત નથી, હું તમને તમારા ઘરે જ એ કેસર ચા નો આનંદ માણી શકો એટલે કે તમે તેને ઘરે જ બનાવી ને તેનો આનંદ શકશો. આપણી દરેક ની સવાર તો ત્યારે જ પડે જયારે મસ્ત ગરમા ગરમ ચા મળે બરાબર ને? કહેવાય છે કે જેની ચા બગડે એનો દિવસ બગડે… મારૂ તો માનવુ છે કે ચા જો કડક મીઠી અને મસાલેદાર ના હોય તો મજા જ ના આવે તમારૂ શુ માનવુ છે?

આપણે ત્યાં દરેક ના ઘરો મા રોજ સવારે અને બપોરે ચા બનતી હોય છે કાઠીયાવાડ મા તો મહેમાન આવે કે ચા ની તપેલી ચડી જ જાય આપણે ત્યાં દરેક ના ઘરો મા વિવિધ પ્રકારની ચા પીવાની ટેવ હોય છે કોઈ, આદુ વાળી ચા , એલચી વાળી, આદુ ફુદીનો અને લીલી ચા વાળી, મસાલા વાળી ચા તો લગભગ દરેક ના ઘરો મા બનતી જ હોય છે.

ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તેમનો મસાલો પરફેકટ નથી બનતો દરેક તેજાના અને મસાલા જો પરફેક્ટ પ્રમાણ મા ઉમેરવા મા આવે તો એ ચા નો મસાલો ખુબ જ સરસ બને છે તો ચાલો આજ હુ એ પરફેક્ટ કેસર ચા મસાલો બનાવતા શીખવાડીશ જે સ્વાદ મા અને સુંગધ મા એકદમ પરફેક્ટ બને છે મસાલા સાથે જો થોડુ કેસર ઉમેરવા મા આવે તો તેનો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ લાગે છે તો ચાલો નોંધી લો આ સુપર સ્વાદિષ્ટ સ્પેશિયલ કેસર ચા નો મસાલો

* સામગ્રી —

* 100 ગ્રામ એલચી

* 50 ગ્રામ આખી સુંઠ

* 25 ગ્રામ તજ

* 25 ગ્રામ લવીંગ

* 20ગ્રામ જાવીંત્રી

*.20ગ્રામ કાળા મરી

* 1-2 ગ્રામ શુદ્ધ કેસર

રીત —

1-સૌ પ્રથમ સુડી વડે સુંઠ ના નાના નાના ટુકડાઓ કરી લો ,અથવા દસ્તા વડે તોડી લો ,સુંઠ જો ભેજ વાળી હોય તો થોડી વાર માટે તડકે મૂકી દો તો સહેલાઈથી ટુકડા કરી શકશો, તમે આખી સુંઠ ને બદલે પાઉડર પણ ઉમેરી શકો છો.

2- તજની પણ જો મોટી સ્ટીક હોય તો તેના પણ સુંઠ ની જેમ નાના નાના ટુકડાઓ કરી લો જેથી તે સહેલાઈથી પીસાઈ જાય નાના ટુકડાઓ હોય તો તેને ટુકડા કરવા ની જરૂરત નથી.

3- સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં મા એલચી ને 2-3 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો, ધ્યાન રાખવું કે એલચી નો રંગ જળવાઈ રહે.ત્યાર બાદ તેને એક બાઉલમાં લઇ લો.
4- ત્યાર બાદ તેજ પેન મા લવીંગ ને પણ એવી જ રીતે ધીમા તાપે જ શેકી લો દરેક વખતે ધ્યાન રાખવું કે મસાલા દાજે નહી. લવિંગ ને પણ એક બાઉલમાં મા લઇ લો.
5- ત્યાર બાદ એજ પેન મા જાવીંત્રી ને પણ ધીમા તાપે શેકી લો જાવીંત્રી ખુબ જ કોમળ જાત હોય છે જેથી તેને 1-2 મિનીટ જ શેકવુ અને તેને પણ એક બાઉલમાં લઇ લો.
6- ત્યાર બાદ શેકેલી એલચી ,તજ લવિંગ,જાવીંત્રી અને સુંઠ ના ટુકડાઓ તથા મરી ને એક ડ્રાઈ પીસવા ના મિકસર ના જાર મા લઇ લો.
7- ત્યાર બાદ તેને મસાલા ને બારિક થઈ જાય ત્યાં સુધી પીસી લો મિકસર ને એક સાથે ના ફેરવતા થોડી થોડી વારે ફેરવવુ જેથી બધા મસાલા સરસ રીતે પીસાઈ જાય .
8- હવે આ પીસેલા મસાલા મા શુદ્ધ કેસર ઉમેરી ને તેને ફરીથી એક વખત પીસી લો, તૈયાર છે તમારો સ્પેશિયલ કેસર ચા નો મસાલો તેને ચાળવા ની બિલકુલ જરૂરત નથી પડતી કારણ કે તે શેકેલા હોય છે એટલે સરસ રીતે પીસાઈ જાય છે હવે આ તૈયાર થયેલા મસાલા ને એક એરટાઇટ જાર મા ભરી લો જેથી તેની સુગંધ અને સ્વાદ લાંબા સમય સુધી જળવાઈ રહે.

* ટીપ – આ મસાલો તમે દુધ મા ઉમેરી ને ઉકાળી ને પણ પી શકો છો .

* તમને જો તીખાશ ઓછી જોઇતી હોય તો સુંઠ અને મરી નુ પ્રમાણ ઓછુ કરી શકો છો.

* કેસર નુ પ્રમાણ પણ તમારા સ્વાદ અનુસાર વધારે કરી શકો છો જો શિયાળો હોય તો કેસર વધારે ઉમેરી શકો છો

*- ગરમી ની ૠતુ મા કેસર ની માત્રા ઓછી વધતી કરી શકો છો

* કેસર શુદ્ધ જ લેવુ ,મારકેટ મા નકલી કેસર પણ મળે છે તો ચકાસી ને લેવુ

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને સ્પેશિયલ રાજસ્થાન ની ફૈમસ કેસર ચા નો મસાલો અને બનાવો તમારી દરેક સવાર ને પણ સ્પેશિયલ આ કેસર વાળી ચા પી ને અને હુ કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

* મારી રેસીપી નો વીડિયો જોવા માટે મારી યુ ટયુબ ચેનલ ની મુલાકાત જરુર લેજો

Thank you from Mumma’s kitchen

રસોઈની રાણી : અલ્કા જોષી

આપને આ મસાલો બનાવવાની રીત કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારી બીજી મિત્રોને પણ ટેગ જરૂર કરજો જેથી તે પણ ઘરે જ બનાવી શકે આ ટેસ્ટી અને સ્ફૂર્તિ આપતો ચા નો મસાલો.

Exit mobile version