રસગુલ્લા મારી નાની દીકરી ની મનપસંદ મીઠાઈ છે. તમારા ઘર માં પણ કોઈ તો હશે જ જે રસગુલ્લા નું દિવાનું હોય. મેં ઘણી વાર લોકો ને કહેતા સાંભળ્યા છે કે બજાર જેવા ઘરે ના બને..
મોટાભાગે ઘરે રસગુલ્લા બનાવીએ ત્યારે, ખૂબ કઠણ થઈ જાય અથવા તો જેવા પરફેક્ટ જોઈએ એવા ના બને. તો ચાલો આજે હું બતાવું મારી રેસિપી જેનાથી બનશે એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ રસગુલ્લા..
સામગ્રી:
1 lt ગાય નું દૂધ
1 લીંબુ નો રસ
1/4 tsp ઈલાયચી પાવડર
થોડા કેસર તાંતણા
1.5 વાડકો ખાંડ
રીત :
જાડા તળિયા વાળા તપેલા માં દૂધ ગરમ કરો. દૂધ ઉકળવા ની શરૂઆત થાય ત્યારે ગેસ ધીમો કરો અને દૂધ માં લીંબુ નો રસ ઉમેરો. સરસ રીતે મિક્સ કરો.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.