મિત્રો, કેસર પિસ્તા ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લિકવિડ ડીશ છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર પંદર મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. તો ચાલો બતાવી દઉ ફિરની બનાવવાની રીત.
સામગ્રી :
Ø 1/2 કપ રાંધેલા ભાત
Ø 1/2 કપ ખાંડ
Ø 4 થી 5 નંગ બદામ
Ø 4 થી 5 નંગ પિસ્તા
Ø 20 કળી કેસર
Ø 20 ગ્રામ મિલ્ક પાવડર
Ø 1 લિટર દૂધ
તૈયારી :
બદામ તેમજ પિસ્તાની ઝીણી કાતરી કરી લો.
રીત :
કેસર પિસ્તા ફિરની બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ગરમ કરવા મુકો. મેં અમુલ ગોલ્ડ લીધું છે, કોઈપણ વધુ ફેટવાળું દૂધ લઈ શકાય. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને સતત હલાવતા રહી દૂધ ઉકાળવું.
ફ્રેન્ડ્સ, છે ને ફટાફટ બનતી લિકવીડ સ્વીટ ડીશ. ક્યારેક એવું બને કે અચાનક કોઈક મહેમાન આવી જાય તો આવા સમયે આ ફિરની બેસ્ટ વિકલ્પ છે. અથવા તો રાંધેલા ભાત વધ્યા હોય તો તે યુઝ કરીને આવી ટેસ્ટી ડીશ બનાવીને મહેમાનોનું સ્વાગત કરી શકાય અને બહારની મોંઘી સ્વીટ લાવવાનો ખર્ચ પણ બચાવી શકાય. મિલ્ક પાવડર ફિરનીને ઘટ્ટ તો બનાવે છે સાથે સાથે રિચ ટેસ્ટ પણ આપે છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે, આવી ડિલિશિયસ સ્વીટ ડીશ ઘરે બનતી હોય તો હવે બહારથી લાવવાની જરૂર નથી. હું તો બનાવું છું, હવેથી આપ પણ બનાવજો.
નોંધ :
ટેસ્ટ વેરિએશન માટે આપેલ માપ સાથે 1/4 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડરને 2 ટેબલ સ્પૂન મિલ્કમાં ઘોળીને સાતેક મિનિટ પછી ઉમેરી શકાય.
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :