કેરી નું ઝટપટ અથાણું – અથાણાના ચાહક મિત્રો માટે ફટાફટ બની જતું અને સાવ સરળ રીત…

ભારતીયો માટે અથાણું , મૂળ ખાવા કરતા વધુ આકર્ષણ જગાવે છે , સાચું ને ?? આખા ભારત માં ઘણી જાત ના અથાણાં બને છે. હું તો અથાણાં ની બહુ જ શોખીન છું. આજે આપણે અહીં જોઈશું એક મસ્ત , ક્વિક બનતું કાચી કેરી નું અથાણું. એક એવું અથાણું જેમાં પલાળવાનું , સૂકવવા નું કે મિક્સ કરવાનું એવી કોઈ લાંબી પ્રોસેસ નથી. બસ 5 થી 7 મિનિટ માં તૈયાર. આ અથાણું આપ ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી સાચવી શકો છો , જો કે એના થી વધારે આ સ્વાદિષ્ટ અથાણું બચાવી પણ નહી શકો..

સામગ્રી ::

• 2 મધ્યમ સાઈઝ ની કાચી કેરી

• 4 ચમચી રાઇ નું તેલ

• મીઠું

• 1.5 ચમચી મેથી

• 1 ચમચી રાઈ

• 1/2 ચમચી હિંગ

• 3 ચમચી લાલ મરચુ

• 1 ચમચી હળદર

• થોડા લીમડા ના પાન

રીત :


સૌ પ્રથમ કેરી ને ધોઈ ને કોરી કરી લો. નાના નાના ટૂકડા કરી લો. આ અથાણાં માં છાલ ઉતારવાની જરૂર નથી.


મેથી ને નાની કડાય માં ધીમા તાપે શેકી લો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો. થોડું ઠરે એટલે મિક્સર માં એકદમ ઝીણો ભૂકો કરી લો.


કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં રાઇ ઉમેરો. રાઈ થઈ જાય એટલે એમાં લીમડા ના પાન અને હિંગ ને મેથી નો ભૂકો ઉમેરો.


ત્યારબાદ એમાં ઝડપ થી કેરી અને બધા મસાલા ઉમેરો.. ધીમા તાપે સરસ મિક્સ કરો.. 1 થી 2 મિનિટ માટે ચડવા દો.. ઠરે એટલે બોટલ માં ભરી દો… તૈયાર છે આપણું કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું.

આ અથાણું દક્ષિણ ભારત માં ખૂબ જ પ્રચલિત છે , જે દહીંભાત જોડે પીરસાય છે .

નોંધ :

• આ અથાણાં માં કેરી ને બહુ પકાવવી નહીં, મસાલો મિક્સ થાય એટલે ગેસ બંધ કરી લેવો.

• કેરી ખાટી હોવાથી બધા જ મસાલા ચડિયાતા કરવા નહીં તો અથાણું ખાલી ખાટુ જ લાગશે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડિઓ રેસિપી માટે નીચે આપેલ લિંક ક્લિક કરો


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ