જલ્સા કરોને જેંતીલાલ

કેરાલાના આ મંદિરનું રક્ષણ કરે છે મગર, પુજારી મગરને હાથેથી પ્રસાદી આપે છે !

હા, કેરાલાનું આ મંદીર સરોવર વચ્ચે બનાવવામાં આવ્યું છે અને તેનું રક્ષણ તળાવમાં રહેતો મગર કરે છે.

લેખનું શીર્ષક સાંભળી તમને કદાચ આશ્ચર્ય થશે. પણ તમે જે વાંચ્યું તે હકીકત છે. અમે તમને આજે કેરળ સ્થિત અનંતપુર મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કેરળના સરોવરમાં આવેલું આ એક અનોખું મંદિર છે. કહેવામાં આવે છે કે અહીંના મંદિરની રખેવાળી સરોવરમાં રહેતાં મગરો દ્વારા કરવામાં આવે છે.


આ મંદિર બબીયા નામના મગરથી પ્રસિદ્ધ છે.

એવી માન્યતા છે કે જ્યારે અહીંની રખેવાળી કરતાં મગરનું અવસાન થાય છે ત્યારે અચાનક બીજો મગર મંદીરની રખેવાળી માટે હાજર થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું આ મંદિર બે એકરના સરોવર વચ્ચે આવેલું છે. એવી પણ માન્યતા છે કે અહીં રખેવાળી કરતો મગર શાકાહારી છે પુજારી તેના મોઢામાં પોતાના હાથે પ્રસાદ આપી તેનું પેટ ભરે છે.

મંદીરના પ્રસાદથી પોતાનું પેટ ભરતો મગર

અહીંના લોકોનું એવું કહેવું છે કે અહીં પુષ્કળ વરસાદ પડે છે પણ સરોવરનું પાણી જેટલું હોય છે તેટલું જ રહે છે આ સરોવર ક્યારેય છલકાતું નથી. કહેવાય છે અહીં રખેવાળી કરતો મગર આ સરોવરમાં લગભગ 60 વર્ષથી રહે છે.


ભક્તો દ્વારા જે પ્રસાદ ભગવાનને ચડાવવામાં આવે છે તે જ પ્રસાદ અહીંના બબીયા મગરને ખવડાવવામાં આવે છે અને આ પ્રસાદ પુજારી પોતાના હાથે જ મગરને ખવડાવે છે. આ મગર સરોવરના અન્ય પ્રાણીઓને જરા પણ નુકસાન નથી પહોંચાડતો.

અંગ્રેજ સિપાહીએ મગરને ગોળી મારી હતી

કહેવાય છે કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું તે દરમિયાન એટલે કે લગભગ ચાલીસના દાયકામાં અંગ્રેજ સિપાહીએ અહીં મગરને ગોળી મારી મારી નાખ્યો હતો. પણ બીજા જ દિવસે તે મગરને સરોવરમાં જોવામાં આવ્યો હતો.


અને તે જ અંગ્રેજ સિપાહીનું સાપે ડંખ મારતાં થોડા દિવસો બાદ મૃત્યુ થયું હતું. લોકો તેને સાપના દેવતા અનંતનો બદલો ગણે છે. એવી પણ માન્યતા છે કે જે લોકોને મગરના દર્શન થાય છે તે ભાગ્યશાળી હોય છે.


મંદિરના પુજારીનું કહેવું છે કે તેમનો એવો વિશ્વાસ છે કે મગર ઇશ્વરનો દૂત છે અને મંદિરની આસપાસ જો કંઈ ખરાબ ઘટના ઘટવાની હોય તો મગર તેનો સંકેત ચોક્કસ આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version