ઘરવિહોણા જરૂરિયાતમંદોને તદન મફતમાં ૨BHK ફ્લેટ આપી રહી છે આ રાજ્ય સરકાર

૧૨ વર્ષ પૂર્વ પતિ દ્વારા તરછોડી દેવામાં આવેલી સલોમી પાસે રહેવા માટે રહેઠાણ નહોતુ. પોતાના સગાંસંબંધીની દયા પર જીવન વ્યતિત કરતી સલોમી માટે બે બાળકોનું પેટ ભરવા ઉપરાંત ઘરનું ભાડું ચૂકવવું અસંભવ હતું,અને આ જન્મમાં પોતાના ઘરમાં રહેવા જઈ શકશે તેની તેને કલ્પના પણ નહોતી. જોકે,૭ એપ્રિલનાં રોજ સલોમી પોતાના ૨ બીએચકે ફ્લેટમાં શિફ્ટ થઈ છે. નવાઈની વાત તો એ છે કે આ ઘર તેને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જ મળ્યું છે.

આ છે કેરળ સરકારનું લાઈફ મિશન ઈન્ડિયન એક્સપ્રેસનાં અહેવાલ મુજબ,કેરળ સરકાર દ્વારા ઘરવિહોણા લોકો માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે,જેમાં પસંદ થયેલા લોકોને મફતમાં ૨ બીએચકે ફ્લેટ આપવામાં આવે છે. લાઈફ મિશન નામક આ યોજનાનાં પ્રથમ તબક્કામાં કેરળનાં ઈડુક્કી જિલ્લામાં ૨૧૭ ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે,જેમાં સલોમી જેવા લોકો હાલમાં રહી રહ્યા છે. જેમની પાસે ખુદની જમીન ન હોય કે મકાન ન હોય તેવા લોકોને સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે.

૫૦૦ ચોરસફૂટ નાં ફ્લેટ કેટરમાં કરવામાં આવેલા અોફિશિયલ સર્વેમાં ૫.૭૮ લાખ પરિવારો પાસે રહેવા માટે મકાન ન હોવાનું સામે આવ્યું છે. સરકારે સૌપ્રથમ વાર આવા લોકો માટે આ ફ્લેટ બનાવ્યા છે જે ૫૦૦ ચોરસ ફૂટનાં છે, અને દરેક ફ્લેટમાં એક હોલ,બે શયનખંડ અને બે બાથરૂમ તેમજ રસોડું છે. પંચાયત એક્સપ્રેસ કેએન સહજાનને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું છે કે,ઈડુક્કી જિલ્લામાં ૪૭૩ પરિવારો પાસે રહેવા માટે આવાસ કે જમીન ન હોવાનો સર્વેમાં ખુલાસો થયો હતો. આવા લોકો ભાડે કે પછી કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.

દર મહિને ફક્ત મેઈન્ટેનન્સ ચૂકવવું પડશે. સરકારે જે લોકોને ફ્લેટ આપ્યા છે તેનું તેમને કોઈ મૂલ્ય નથી ચૂકવવાનું. તેમને દર મહિને મેઈન્ટેનન્સ પેટે સાડા સાતસો રૂપિયા ચૂકવવાનાં રહેશે. આ ફ્લેટમાં ૨૪ કલાક પાણી તેમજ સિક્યોરિટીની પણ સગવડતા છે. એક ઘર અને સોસાયટીમાં હોવી જોઈએ તેવી તમામ સગવડો તેમાં સરકાર દ્વારા ચોક્કસાઈથી આપવામાં આવી છે. કેરળ સરકારનો ટાર્ગેટ બે વર્ષની અંદર રાજ્યમાં રહેતા તમામ ઘરવિહોણા લોકોને પાક્કા મકાન આપી દેવાનો છે. હાલમાં રાજ્યની અંદર આવા પરિવારોની સંખ્યા ૧.૧૫ લાખ છે. દરેક જિલ્લામાં ઘરવિહોણા લોકો માટે ‘ઘરનું ઘર’ બનાવવા સરકાર પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ